________________
સત્તાપ્રકરણ
૩૪૫
મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે ત્યારે ૨૩, મિશ્રમોહનીયનો ક્ષય કરે ત્યારે ૨૨, સમ્યકત્વમોહનીયનો ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમ્યકત્વને ૨૧ની સત્તા હોય , ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણસ્થાનકે એ ૨૧ માંથી બીજા અને ત્રીજા કષાયનો ક્ષય કરે ત્યારે ૧૩, નપુંસકવેદનો ક્ષય કરે ત્યારે ૧૨, સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧. હાસ્યષકનો ક્ષય કરે ત્યારે પાંચ અને તેમાંથી પુરુષવેદ, સંજ્વલન ક્રોધ - માન-માયાનો ક્ષય કરે ત્યારે અનુક્રમે ચાર-ત્રણ બે અને એકનું સત્તાસ્થાન હોય છે.
હવે ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તો પહેલે ગુણસ્થાનકે ૨૮-૨૭-૨૬ એ ત્રણ, બીજે ગુણસ્થાનકે ૨૮નું એક, ત્રીજે ગુણસ્થાનકે ૨૮-૨૭-૨૪ એમ ત્રણ, ચોથાથી સાતમા સુધી ૨૮-૨૪-૨૩-૧૨-૨૧ એમ પાંચ, આઠમા ગુણસ્થાનકે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને અન્યમતે ૨૮ સહિત ત્રણ, નવમે મૂળમતે ૨૪-૨૧ અને ૧૩થીવ પર્યંતના એમ કુલ ૧૦, અને મતાંતરે ૨૮ સહિત ૧૧, દશમે મૂળમતે ૨૪, ૨૧-૧ એ ત્રણ અને મતાંતરે ૨૮ સહિત ચાર, તેમજ અગિયારમે મૂળમતે ૨૪-૨૧ એ બે અને મતાંતરે ૨૮ સહિત ત્રણ સત્તાસ્થાનો હોય છે. બારમાં ગુણસ્થાનક વગેરેમાં - મોહનીયની સત્તા જ હોતી નથી.
આજ પંદર સત્તાસ્થાનોમાંથી કયું ક્યું સત્તાસ્થાનક ક્યા ક્યા ગુણસ્થાનકે હોય છે તેનો વિચાર કરીએ, જેથી સંવેધ સમજવામાં વિશેષ સુગમતા રહે :
૨૮નું સત્તાસ્થાન સમ્યકત્વમોહનીયની ઉર્વલના ન કરે ત્યાં સુધી પહેલે -બીજે અને ૨૮ની સત્તાવાળા જીવને ત્રીજે તથા અનંતાનુબંધીના અવિસંયોજક ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિને ચારથી સાતમા સુધી અને ઔપશમિક સમ્યકત્વીને ચોથાથી સાતમા સુધી, તેમજ મતાંતરે અગિયારમા સુધી હોય છે. સત્તાવીશની સત્તા સમ્યકત્વમોહનીયની ઉવલના કરી મિશ્રની ઉઠ્ઠલના ન કરે ત્યાં સુધી પહેલે, અને તેવા જીવો પહેલેથી ત્રીજે જાય ત્યારે ત્રીજે, એમ બે ગુણસ્થાનકે હોય છે.
ર૬ની સત્તા અનાદિ મિથ્યાદૃષ્ટિને તેમજ પતિતને પહેલે ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉવલના કર્યા બાદ જ હોય છે. - ૨૪ની સત્તા ક્ષાયોપથમિક સમ્યકત્વીને અનંતાનુબંધીની વિસંયોજના કરી ત્રીજે જાય ત્યારે ત્રીજે, તેમજ તેવા ક્ષાયોપશમિક સમ્યકત્વીને ચોથાથી સાતમા સુધી અને ઓપશમિક સમ્યકત્વીને ૧૧મા સુધી એમ કુલ નવ ગુણસ્થાનકે હોય છે.
૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચોથાથી સાત સુધીના યથાસંભવ એ ચાર ગુણસ્થાનકોમાં મિથ્યાત્વનો ક્ષય કર્યા પછી ૨૩ની, અને મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨ની સત્તા હોય છે. કારણ કે આ ચાર ગુણસ્થાનકોમાંથી કોઇપણ ગુણસ્થાનકે પહેલા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વનો અને ત્યારબાદ અંતર્મુહૂર્તમાં મિશ્રમોહનીયનો ક્ષય કરે છે, માટે આ બે સત્તાસ્થાનો યથાસંભવ ચોથાથી સાતમા સુધી જ ઘટે છે. તેમાં પણ તેવીસનું સત્તાસ્થાન ચારે ગુણસ્થાનકોમાં મનુષ્યને જ હોય છે. ૨૨નું સત્તાસ્થાન સમ્યકત્વમોહનીયના અંતિમ સ્થિતિખંડનો ક્ષય કરતો જીવ કાળ કરી ચારે ગતિમાં જઇ શકે છે માટે ચોથે ગુણસ્થાનકે ચારે ગતિમાં ઘટે છે. તિર્યંચોને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં સમ્યકત્વમોહનીયનો ક્ષય કરતો કાળ કરી તિર્યચોમાં જાય તો અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકમાં જ જાય છે. અને યુગલિકમાં દેવોની જેમ વિરતિના પરિણામ ન હોવાથી તેઓને પ્રથમના ચાર ગુણસ્થાનક જ હોય છે.
૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વી મનુષ્યને ચોથાથી અગિયારમા સુધી આઠ ગુણસ્થાનકોમાં તેમજ શેષ ત્રણ ગતિના જીવોને ચોથે ગુણસ્થાનકે હોય છે.
૧૩ આદિ સાત સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ હોય છે. અને એકનું સત્તાસ્થાન આજ શ્રેણિમાં નવમા-દશમાં ગુણસ્થાનકે હોય છે.
આ સત્તાસ્થાનોનો કાળ આ પ્રમાણે છે :- ૨૮નો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે કારણ કે ર૬ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યકત્વ પામી ૨૮ની સત્તાવાળો થઈ તરત જ ક્ષાયોપશમ સમ્યકત્વ પામી અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધીનો ક્ષય કરી શકે છે. માટે જઘન્ય અંતર્મુહૂર્ત ઘટી શકે છે. અને સાધિક ૧૩૨ સાગરોપમ પછી તો અવશ્ય ક્ષપકશ્રેણિ માંડે અથવા પહેલે જાય એટલે બીજા સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ઉત્કૃષ્ટથી આ સત્તાસ્થાનોનો કાળ એથી વધારે ઘટતો નથી.
૨૭નો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એમ બન્ને રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, કારણ કે પહેલે ગુણસ્થાનકે જઈ સમ્યકત્વમોહનીયની ઉવલના કરી સત્તાવીશની સત્તાવાળો થાય, ત્યારબાદ મિશ્રમોહનીયની ઉર્વલના કરતાં. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org