________________
સત્તાપ્રકરણ
૩૪૩
પ્રકારે થાય છે માટે ત્રણ ચોવીશી, અને પહેલાં બતાવેલ છમાં ભય, જુગુ બન્નેનો ઉદય થવાથી ક્ષાયિક-ઔપથમિક સમ્યકત્વીને તેમજ ક્ષાયોપથમિક સમ્યકત્વને બતાવેલ સાતમાં ભય - જુગુપ્સા બેમાંથી એકનો ઉદય થવાથી આઠના ઉદયના ત્રણે સમ્યકત્વી આશ્રયી ત્રણ વિકલ્પો થાય છે માટે આઠના ઉદયની ત્રણ ચોવીશી થાય.
તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીય સહિત પહેલાં બતાવેલ સાતમાં ભય -જુગુપ્સા બન્નેનો ઉદય સાથે થાય ત્યારે નવનો ઉદય અને તેનો એક વિકલ્પ હોવાથી એક ચોવીશી, એમ આ ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદષ્ટિ આશ્રયી ૮ ચોવીશી અને ભાંગા ૧૯૨ થાય.
અને અલગ અલગ વિચારીએ તો ક્ષાયિકને અને ઓપશમિકને ચાર ચોવીશી અને ૯૬ ભાંગા થાય તથા લાયોપથમિકને ચાર ચોવીશી અને ૯૬ ભાંગા હોય છે.
એમ પાંચમે-છદ્દે-સાતમે ગુણસ્થાનકે પણ ત્રણ પ્રકારના સમ્યકત્વી હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને સમ્યકત્વમોહનીય ઉદયમાં હોતી નથી પરંતુ ક્ષાયોપથમિક સમ્યકત્વીને સમ્યકત્વમોહનીય ઉદયમાં હોય છે. માટે ક્ષાયિક તથા ઓપશમિક સમ્યકત્વીને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે તેના કરતાં ક્ષાયોપથમિક સમ્યકત્વીને એક સમ્યકત્વમોહનીય વધારે હોય એમ સમજવું.
પાંચમા ગુણઠાણે ૧૩ના બંધે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય ન હોવાથી પ્રત્યાખ્યાનીય વગેરે બે ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ૩ માંથી એક વેદ એમ ઓછામાં ઓછો પાંચ પ્રકૃતિનો ઉદય ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને હોય છે અને તેની એક ચોવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો ઉદય અધિક થવાથી, અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલેથી જ સમ્યકત્વમોહનીય ઉદયમાં વધારે હોવાથી છનો ઉદય થાય છે એમ છનો ઉદય ત્રણ રીતે થવાથી ત્રણ ચોવીશી, અને પહેલાં બતાવેલ પાંચમાં ભય-જુગુપ્સા અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીય અને ભય અથવા જુગુપ્સા બેમાંથી એક એમ બેનો ઉદય વધારે હોવાથી સાતના ઉદયના પણ ત્રણ વિકલ્પો થાય છે માટે ત્રણ ચોવીશી, અને ક્ષાયોપથમિકને છ માં ભય- જુગુપ્સાનો એક સાથે ઉદય થવાથી આઠનો ઉદય થાય છે અને તેની એક ચોવીશી, એમ પાંચમા ગુણસ્થાનકે ચારે ઉદયસ્થાને મળી કુલ આઠ ચોવીશી અને ભાંગા ૧૯૨ થાય છે.
પરંતુ કેવલ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને વિચારીએ તો તેની ચાર અને ક્ષાયોપથમિકને વિચારીએ તો તેની પણ ચાર ચોવીશી થાય છે.
છઠે - સાતમે - આઠમે ગુણસ્થાનકે નવનો બંધ હોય છે આ ત્રણે ગુણસ્થાનક અલગ હોવા છતાં બંધમાં પ્રકૃતિઓ સરખી જ હોવાથી ત્રણે ગુણસ્થાનકની ચોવીશી અને ભાંગા જુદા ગણવામાં આવ્યા નથી માટે એક ગણેલા છે. જુદા જુદા ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તો ચોવીશી અને ભાંગા જુદા ગણાય આમાં વિવફા ભેદ જ છે.
- છઠે - સાતમે ગુણઠાણે નવના બંધે ૪ થી સાત પર્યંતના ચાર ઉદયસ્થાન હોય છે. પ્રત્યાખ્યાનીયનો ઉદય ન હોવાથી સંજ્વલન ક્રોધાદિક એક, એક યુગલ અને એક વેદ એમ ઓછામાં ઓછો ચાર પ્રકૃતિનો ઉદય હોય છે અને તેની એક ચોવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીયનો ઉદય થાય ત્યારે કુલ પાંચનો ઉદય ત્રણ રીતે થાય માટે ત્રણ ચોવીશી. અને એ જ ચારમાં ભય-જુગુપ્સા એકી સાથે અને ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વ મોહનીય અને ભય-અથવા જુગુપ્સા એમ બે પ્રકૃતિનો ઉદય અધિક થવાથી છ નો ઉદય પણ ત્રણ રીતે થાય છે. માટે આની પણ ત્રણ ચોવીશી, અને ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલાં બતાવેલ ચારમાં સમ્યકત્વમોહનીય, ભય-જુગુપ્સા એ ત્રણેનો એક સાથે ઉદય થવાથી સાતનો ઉદય થાય છે. તેની એક ચોવીશી, એમ કુલ ચારે ઉદયસ્થાને મળી આઠ ચોવીશી, અને ૧૯૨ ભાંગા થાય , તેમાં પણ ચાર ચોવીશી ક્ષાયિક અને ઔપશમિકની અને ચાર ચોવીશી ક્ષાયોપથમિકની છે.
આઠમે ગુણસ્થાનકે ચાર થી છ પર્યત ત્રણ જ ઉદયસ્થાન હોય છે, કારણ કે સાતનું ઉદયસ્થાન સમ્યકત્વમોહનીય સહિત છે. અને તેનો ઉદય ક્ષાયોપથમિક સમ્યકત્વને જ હોય, પરંતુ આ ગુણસ્થાનકે ક્ષાયોપશમિક સમ્યકત્વ હોતું નથી, સાયિક અથવા ઓપશમિક સમ્યકત્વ જ હોય છે માટે ચારના ઉદયની એક, પાંચના ઉદયની બે, અને છના ઉદયની એક એમ આ ગુણસ્થાનકે ચાર ચોવીશી થાય.
પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા અને આઠમા ગુણસ્થાનકના ઉદયસ્થાનો તેમજ ઉદય પ્રકૃતિઓ અલગ ન હોવાથી નવના બંધની કુલ આઠ ચોવીશીમાં જ તેનો સમાવેશ થાય છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org