________________
સત્તાપ્રકરણ
૩૪૧
લોભરૂપ એક પ્રકૃતિનું એમ કુલ પાંચ બંધસ્થાનો અને આ દરેક બંધસ્થાનોમાં બંધ આશ્રયી કોઇપણ પ્રકૃતિ પરાવર્તમાન ન હોવાથી એક-એક એમ કુલ પાંચ ભાંગાઓ થાય છે.
એમ દશે બંધસ્થાને મળી કુલ ૨૧ બંધ ભાંગા હોય છે,
કાળ :- ૨૨નો બંધ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી તેનો કાળ અનાદિ અનંત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત, એમ ત્રણ પ્રકારે અને ૨૧ નો બંધ સાસ્વાદન ગુણસ્થાને જ હોય છે માટે સાસ્વાદનના કાળ પ્રમાણે જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
૧૭નો બંધ ત્રીજે અને ચોથે, તેનો બંધ પાંચમે, અને નવનો બંધ છઠ્ઠાથી આઠમા ગુણસ્થાનક સુધી છે. સમ્યક્ત દેશવિરતિ તેમજ સર્વવિરતિનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી આ ત્રણે બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ૧૭ના બંધનો ઉત્કૃષ્ટ કાળ મિશ્ર સહિત સમ્યકત્વના ઉત્કૃષ્ટકાળ પ્રમાણ સાધિક ૧૩૨ સાગરોપમ તેમજ દેશવિરતિ અને સર્વવિરતિનો ઉત્કૃષ્ટ કાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ હોવાથી તેર અને નવ એમ બન્ને બંધસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ પણ તેટલો જ છે.
પાંચથી એક પ્રકૃતિ સુધીના પાંચે બંધસ્થાનો નવમા ગુણસ્થાનકે હોવાથી અને ઉપશમશ્રેણિમાં એક સમયે પાંચમાંથી કોઇપણ બંધ કરી બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને આ ગુણસ્થાનકનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી પાંચે બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્ત છે.
ઉદયસ્થાન :- ૧-૨-૪-૫--૭-૮-૯ અને ૧૦ પ્રકૃતિરૂપ મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનો છે ત્યાં દશમાં ગુણસ્થાનકે સંજ્વલન લોભ અને પડતાને નવમા ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનો ઉદય ન થાય ત્યાં સુધી ચા૨ સંજ્વલનમાંથી કોઇપણ એક પ્રકૃતિનો, અને આ જ ગુણસ્થાનકે વેદોદય થયા પછી બે નો , તેમજ પડતાને આઠમા ગુણસ્થાનકે બેમાંથી કોઇપણ એક યુગલન ઉદય થવાથી ચાર, ભયનો ઉદય થાય ત્યારે પાંચ, જુગુપ્સાનો ઉદય થાય ત્યારે છે, અને ક્ષયોપશમ સમ્યકત્વીને છટ્ટે અથવા સાતમે ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી સાતનો ઉદય થાય છે.
દેશવિરતિએ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઇ પણ એકનો ઉદય થવાથી આઠનો, ચોથે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઇપણ એકનો ઉદય થવાથી નવ અને સમ્યકત્વમોહનીય વિના પૂર્વ કહેલ આઠમા સાસ્વાદન ગુણસ્થાનકે અનંતાનુબંધી કોઇપણ એક ક્રોધાદિકનો ઉદય થવાથી નવનો, અને પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય થવાથી દશનો ઉદય થાય છે.
આ દરેક ઉદયસ્થાનો જુદા જુદા ગુણસ્થાનકે અને અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે હોય છે તેનો વિચાર હવે પછી કરાશે.
- મિથ્યાત્વનો ઉદય પ્રથમ ગુણસ્થાનક સુધી, અનંતાનુબંધી ચારનો બીજા સુધી, મિશ્રમોહનીયનો માત્ર ત્રીજા ગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનીય ચારનો ચોથા સુધી , પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો પાંચમા સુધી, સમ્યકત્વમોહનીયનો ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચાર થી સાત સુધી, હાસ્યષકનો આઠમા સુધી, અને ત્રણે વેદોનો નવમા ગુણસ્થાનકના અમુક કાળ સુધી, એ જ પ્રમાણે સંજવલન ક્રોધાદિક ત્રણનો નવમો ગુણસ્થાનકના અમુક અમુક કાળ સુધી, તેમજ બાદ૨ લોભનો નવમાના અંત સુધી, અને સૂક્ષ્મ લોભનો ઉદય દશમાં ગુણસ્થાનકે હોય છે.
જે જે પ્રકૃતિનો જ્યાં સુધી ઉદય કહેલ છે ત્યાં સુધી હોય છે પણ તેની પછીના ગુણસ્થાનકોમાં હોતો નથી. એમ સર્વત્ર સમજવું.
જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. ત્યાં ત્યાં બીજી બધી પ્રવૃતિઓનો ઉદય અવશ્ય હોય જ પરંતુ ભય-જુગુપ્સા સમ્યકત્વમોહનીયનો અને અનંતાનુબંધીનો ઉદય પોતપોતાના ઉદય યોગ્ય ગુણસ્થાનકોમાં ઉદય અવશ્ય હોય એમ ન સમજવું, પરંતુ હોય પણ ખરો અને ન પણ હોય. ભય-જુગુપ્સા અધ્રુવોદયી હોવાથી આઠમા સુધી કોઇપણ ગુણસ્થાનકોમાં ગમે ત્યારે તે બન્નેનો અથવા બેમાંથી એક નો ઉદય હોઇ શકે છે અથવા બન્ને ન પણ હોય, ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક સમ્યકત્વીને સમ્યક્વમોહનીયનો ઉદય હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને ન હોય, અને ક્ષાયોપથમિક સમ્યકત્વી ચોથાથી સાતમા સુધીના કોઇપણ ગુણસ્થાનકે દર્શનસપ્તકનો ક્ષય કરવા તત્પર થાય અને પહેલાં ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે પરંતુ પછી જો તેવા વિશુદ્ધ અધ્યવસાયો ન રહે તો દર્શનત્રિકનો ક્ષય ન પણ કરે અને ચારનો ક્ષય કરી અટકી જાય તેવા આત્માઓને કોઇકાળે અશુભ અધ્યવસાયના ઉથાનથી જો મિથ્યાત્વનો ઉદય થાય તો પહેલે ગુણસ્થાનકે જાય, ત્યારે સત્તામાંથી તદ્દન ક્ષય કરેલ અનંતાનુબંધીનો પુનઃ બંધ શરૂ કરે તેવા આત્માઓને પહેલે ગુણસ્થાનકે એક બંધાવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તે સિવાય પહેલા ગુણસ્થાનકે હંમેશા અનંતાનુબંધીનો અવશ્ય ઉદય હોય છે.
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org