________________
૩૪૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
મતાન્તરે ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માનીએ તો નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણિમાં ચારનો બંધ, પાંચનો ઉદય અને છની સત્તા, તેમજ પૂર્વોક્ત ત્રણ એમ કુલ ચાર, વળી બારમા ગુણસ્થાનકે પહેલાં બતાવેલ બે તેમજ પાંચનો ઉદય અને છની સત્તા એમ કુલ ત્રણ ભાગ હોય છે.
વેદનીયકર્મના પ્રથમના છ ગુણસ્થાનકોમાં પહેલા ચાર, સાતથી તેરમા ગુણસ્થાનક સુધી સાતાના બંધના એ તેમજ ચૌદમા ગુણસ્થાનકે અબંધના ચાર ભાંગા હોય છે.
આયુષ્યકર્મના પહેલા ગુણસ્થાનકે ૨૮ અને નરકાયુનો બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે, તેથી નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ નરકાયુની સત્તા તેમજ નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય અને મનુષ્ય-નરકાયુની સત્તા, આ બે વિના બીજા ગુણસ્થાને શેષ ૨૬, ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુનો બંધ ન હોવાથી ચારે ગતિમાં બધ્યમાન અવસ્થાના બાર ભાંગા વિના શેષ ૧૬, ચોથા ગુણસ્થાનકે અબદ્ધાયુના ચાર, બદ્ધાયુના ૧૨ એમ ૧૬ અને આ ગુણસ્થાનકે દેવો અને નારકો મનુષ્પાયુનો જ અને મનુષ્ય તેમજ તિર્યંચો દેવાયુનો જ બંધ કરે છે. માટે બધ્યમાન અવસ્થાના ચારેગતિના એક-એક એમ કુલ મળી ૨૦ ભાંગા હોય છે.
પાંચમે ગુણસ્થાનકે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ હોય છે. અને તેઓ પણ એક દેવાયુનો જ બંધ કરે છે. માટે બન્ને ગતિના મળી અબદ્ધાયુ અને બધ્યમાનાયુના બબ્બે તેમજ બદ્ધાયુના આઠ એમ કુલ બાર ભાંગા, છઠે તથા સાતમે ગુણસ્થાનકે માત્ર મનુષ્ય જ હોવાથી અને તેઓ પણ દેવાયુનો જ બંધ કરતા હોવાથી માત્ર મનુષ્ય ગતિના જ અબદ્ધાયુ અને બધ્યમાનાયુનો એક-એક તેમજ બદ્ધાયુના ચાર એમ કુલ છ ભાંગા હોય છે.
અબદ્ધાયુ અથવા માત્ર દેવાયું બાંધી જીવ ઉપશમશ્રેણિ કરી શકે છે. માટે ઉપશમશ્રેણિ આશ્રયી ૮થી૧૧ મા સુધી મનુષ્ઠાયુનો ઉદય-મનુષ્યાયની સત્તા, મનુષ્યાયનો ઉદય મનુષ્ય-દેવાયુની સત્તા આ બે ભાંગાઓ અને ક્ષપકશ્રેણિ આશ્રયી અગિયારમા વિના આ ત્રણ ગુણસ્થાનકોમાં તેમજ બારથી ચૌદ એ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર મનુષ્યાયનો ઉદય અને મનુષ્યાયની સત્તારૂપ એક જ ભાંગો હોય છે.
ગોત્રકર્મના પ્રથમના ગુણસ્થાનકે પહેલા પાંચ, બીજા ગુણસ્થાનકે પહેલા વિના એ જ ચાર અને ત્રીજા - ચોથા તથા પાંચમા ગુણસ્થાનકે ઉચ્ચગોત્રના બંધવાળા બે, છઠ્ઠાથી દશમા સુધી ઉચ્ચના બંધ તથા ઉદયવાળો એક અને ૧૧માંથી તેરમાં સુધી ઉચ્ચનો ઉદય અને ઉચ્ચ-નીચની સત્તા તેમજ ચૌદમે ઉચ્ચનો ઉદય અને બે ની સત્તા અને ચરમ સમયે ઉચ્ચનો ઉદય -ઉચ્ચની સત્તા એમ બે ભાગ હોય છે.
મોહનીયકર્મ :- આ કર્મના ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ પ્રકૃતિરૂપ કુલ દશ બંધસ્થાનો છે પહેલા ગુણસ્થાનકે અનેક જીવો આશ્રયી છવીશ પ્રકૃતિઓનો બંધ હોવા છતાં કોઇપણ એક જીવ એક સમયે બે યુગલમાંથી એક યુગલ અને ત્રણ વેદમાંથી એક જ વેદ બાંધે છે એથી કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વમોહનીય આ ૧૯ ધૂવબંધી, બેમાંથી કોઇપણ એક યુગલ અને ત્રણમાંથી એક વેદ એમ બાવીસ બાંધે છે માટે બે યુગલને ત્રણ વેદે ગુણતાં કુલ છ ભાંગા થાય અર્થાત્ અનેક જીવો આશ્રયી બાવીસનો બંધ છ પ્રકારે હોય છે.
બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વનો બંધ ન હોવાથી તેને બાદ કરતાં ૨૧નો બંધ હોય છે. અહીં નપુંસકવેદનો પણ બંધ ન હોવાથી બે યુગલને બે વેદે ગુણતાં કુલ ૨૧ ના બંધના ચાર ભાંગા થાય.
અનંતાનુબંધિ ચારનો બંધવિચ્છેદ થવાથી ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે તે ચાર વિના ૧૭ બંધાય છે. પરંતુ અહીં સ્ત્રીવેદનો પણ બંધ ન હોવાથી પુરુષવેદની સાથે બે યુગલના બે જ ભાંગા થાય છે. તેમજ તેના અને નવના બંધે પણ તે જ પ્રમાણે બે બે ભાંગા થાય છે.
પાંચમે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના તેર, અને છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા સુધી પ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના નવ બંધાય છે. પરંતુ અરતિ -શોક છઠ્ઠા સુધી જ બંધાય છે માટે સાતમે અને આઠમે ગુણસ્થાનકે નવના બંધે એક જ ભાંગો થાય છે.
નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજ્વલનરૂપ પાંચ પ્રકૃતિનું, બીજા ભાગે પુરુષવેદ વિના ચારનું; ત્રીજા ભાગે સંવલન ક્રોધ વિના ત્રણનું, ચોથા ભાગે સ. માન વિના બેનું અને પાંચમા ભાગે સં. માયા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org