________________
સત્તાપ્રકરણ
૩૩૯
બાદ કરી શેષકાળ અને અન્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત. કુલ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન અંતર્મુહૂર્વ અધિક અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે.
(૨) નીચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તાનો કાળ-પ્રથમ સમયે નીચગોત્ર બાંધી બીજા સમયે ઉચ્ચગોત્ર બાંધનારને આશ્રયી જઘન્યથી એક સમય અને સાતમી નરકના મિથ્યાષ્ટિને ભવ પર્યત આ જ ભાંગો હોય છે તેમજ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય તિર્યંચો બાંધે છે અને ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં જે ગતિમાં જવાનું હોય તે જ ગતિ લાયક બંધ પણ થાય છે તેમજ સાતમી નરકમાંથી કાળ કરીને પણ જીવ તિર્યચોમાં જ ઉત્પન્ન થાય છે અને એવા તિર્યંચોને પણ ભવના પ્રથમ અંતર્મુહૂર્તમાં આજ ભાંગો ઘટે છે. માટે પૂર્વભવનું એક, અને પછીના ભવનું એક એમ બે અંતર્મુહૂ અને તેત્રીશ સાગરોપમ નારકના, આ પ્રમાણે આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ બે અંતર્મુહૂર્ણ અધિક તેત્રીશ સાગરોપમ છે.
(૩) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ બંધ આશ્રયી નીચ અને ઉચ્ચગોત્ર પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
(૪) ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તાનો કાળ બંધ આશ્રયી પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણ કે નરકમાં નીચનો ઉદય હોય છે. અને સામાન્યથી સાતમી નરકમાં મિથ્યાષ્ટિને ભવસ્વભાવે નીચનો જ બંધ હોય છે પરંતુ સાતમી નરકમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તમાં જ ક્ષયોપશમ સમ્યક્ત પામી ભવના દ્વિચરમ અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વમાં રહેનાર નારક ઉચ્ચગોત્રનો જ બંધ કરે છે માટે તેવા જીવને આશ્રયી આટલો અને છમાસ બાકી હોય ત્યારે આયુષ્ય બાંધે જ એ મતે આયુષ્ય બાંધતાં મિથ્યાત્વ જ હોવાથી અંતર્મુહૂર્ત અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ ઘટી શકે છે.
(૫) ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ નીચ અને ઉચ્ચ બંધમાં પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને નીચનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોવાથી તેમજ મિથ્યાત્વ પામ્યા વિના જીવ દેવ અને મનુષ્યભવમાં સાધિક ૧૩૨ સાગરોપમ કાળ પ્રમાણ જ સંસારમાં રહી શકે છે માટે ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે.
(૬) ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ અગિયારમા ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેરમા ગુણસ્થાનક આશ્રયી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે.
() ઉચ્ચનો ઉદય તેમજ ઉચ્ચની સત્તાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે એક સમયનો જ છે.
આજ ભાંગાઓનો જીવસ્થાનક આશ્રયી વિચાર :- પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં સર્વ ગુણસ્થાનકોની વિવક્ષા કરીએ તો સાત, અને બાર ગુણસ્થાનકની વિરક્ષા કરીએ તો પ્રથમના છ હોય છે, લબ્ધિપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયની વિવક્ષા કરીએ તો તેમાં પહેલું બીજું અને ચોથું ગુણસ્થાનક હોવાથી તેમજ ચારે ગતિના જીવો આવતા હોવાથી પ્રથમના પાંચ અને જો લબ્ધિ અપર્યાપ્તની વિવક્ષા કરીએ તો તેમાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોવાથી પહેલો, બીજો અને ચોથો એમ ત્રણ ભાંગા હોય છે અને શેષ બાર જીવસ્થાનકોમાં પણ આ જ ત્રણ ભાગ હોય છે.
(-: અથ ગુણસ્થાનક આશ્રયી છ કર્મની ઉત્તર પ્રવૃતિઓનો સંવેધ :
પ્રથમના દશ ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો પાંચ પ્રકૃતિના બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પવાળો એક અને અગ્યારમે તેમજ બારમે ગુણસ્થાનકે અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ બે વિકલ્પવાળો એક ભાગો હોય છે. | દર્શનાવરણીયના પ્રથમના બે ગુણસ્થાનકોમાં નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય, અને નવની સત્તા આ બે, ત્રીજાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છ નો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા આ બે, તેમજ આઠમાના બીજા ભાગથી દશમા સુધી ચારનો બંધ, ચાર-પાંચનો ઉદય અને નવની સત્તા, આ બે તેમજ ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી અને મૂળ મતે નિદ્રાનો ઉદય ન હોવાથી નવમાના બીજા ભાગથી દશમાં ગુણસ્થાનક સુધી ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા હોય છે. માટે સામાન્યથી નવમા અને દેશમાં ગુણસ્થાનકે ચારના બંધના કુલ ત્રણ, અગિયારમે અબંધ, ચાર કે પાંચનો ઉદય અને નવની સત્તા આ બે, અને બારમે ચારનો ઉદય અને છ ની સત્તા તેમજ ચરમ સમયે ચારનો ઉદય, ચારની સત્તા, એમ બે સંવેધ ભાંગા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org