________________
૩૩૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩ આ બન્ને ગતિમાં બદ્ધાયુના છેલ્લા બબ્બે ભાંગાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અંતર્મુહૂર્ત ન્યૂન છ માસ અને મતાંતરે નરકાયુના ઉદયવાળા છેલ્લા બે ભાંગાનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે.
તિર્યંચાયુનો ઉદય અને તિર્યંચાયુની સત્તા. મનુષ્યાયનો ઉદય અને મનુષ્યાયની સત્તા આ બન્ને ભાંગાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી યુગલિકો આશ્રયી છ માસ ન્યૂન ત્રણ પલ્યોપમ, તેમજ મતાન્તરે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન ત્રણ પલ્યોપમ છે.
આ તિર્યંચ અને મનુષ્યગતિમાં બદ્ધાયુના આઠે ભાંગાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પુર્વક્રોડનો ત્રીજો ભાગ, પરંતુ મતાન્તરે યુગલિક આશ્રયી તિર્યંચાયુનો ઉદય અને તિર્યંચ-દેવાયુની સત્તા, મનુષ્યાયુનો ઉદય અને મનુષ્ય-દેવાયુની સત્તા,આ બે ભાંગાઓનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ધૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
હવે જીવસ્થાન આશ્રયી વિચારીએ તો - સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ચારે ગતિમાં હોવાથી તેમાં ૨૮ ભાંગા હોય છે.
લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય જ હોય છે તેમજ તેઓ બંધ પણ તિર્યંચ અને મનુષ્યાયનો જ કરે છે માટે આ બન્ને ગતિમાં અબદ્ધાયુનો એક-એક બધ્યમાનાયુના તિર્યંચ અને મનુષ્યના બળે કુલ ચાર અને બદ્ધાયુના પણ આ જ બબ્બે એમ કુલ દશ ભાંગા છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ જ હોય છે, અને તે ચારે ગતિમાં જાય છે માટે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં તિર્યંચના નવ ભાંગા હોય છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્ય હોવાથી અપ૦ સંજ્ઞી પંચે માં બતાવ્યા મુજબ પાંચ તિર્યંચના અને પાંચ મનુષ્યના એમ દશ ભાંગા હોય છે.
શેષ દશ જીવસ્થાનકોમાં તિર્યંચો જ હોય છે તેમજ આ જીવો તિર્યંચ અને મનુષ્ઠાયુનો જ બંધ કરે છે માટે દશે જીવસ્થાનકોમાં અબદ્ધાયુનો એક, બધ્યમાન અને બદ્ધાયુના બળે એમ કુલ પાંચ પાંચ ભાંગા હોય છે.
ગોત્રકર્મ :- આ કર્મની પણ બે જ પ્રકૃતિઓ છે પરંતુ પરાવર્તમાન હોવાથી બંધ અને ઉદયમાં બન્ને એક સાથે હોતી નથી. પરંતુ ગમે તે એક - એક હોય છે. માટે એક પ્રકૃતિરૂપ એક બંધસ્થાન અને ઉદયસ્થાન છે. ૧૪ -માના ચરમસમયે માત્ર ઉચ્ચગોત્રની સત્તા હોય છે અને તેઉવાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉર્વલના કર્યા પછી તેઓમાં તેમજ ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિક અન્ય તિર્યંચોમાં પણ જ્યાં સુધી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી અંતર્મુહૂર્ત માત્ર નીચગોત્રની પણ સત્તા હોય છે એમ બે રીતે એક પ્રકૃતિનું અને શેષકાલે સર્વ જીવોને બે પ્રકૃતિનું એમ બે સત્તાસ્થાનો છે.
નીચનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી અને ઉદય પ્રથમના પાંચ ગુણસ્થાનક સુધી, ઉચ્ચનો બંધ એકથી દશ ગુણસ્થાનક સુધી અને ઉદય ચૌદ ગુણસ્થાનક સુધી છે. કેવલ નીચની સત્તા માત્ર પહેલા ગુણસ્થાનકે અને કેવળ ઉચ્ચની સત્તા ચૌદમાના ચરમ સમયે જ હોય છે અને બન્નેની સત્તા સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. | સંવેધ :- (૧) નીચનો બંધ, નીચનો ઉદય અને નીચેની સત્તા. આ ભાંગો તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા બાદ તેમજ ત્યાંથી નીકળી અન્ય તિર્યચોમાં માત્ર અંતર્મુહૂર્ત કાળ પર્યત હોય છે તેમજ તેઉકાય અને વાઉકાયમાં અને ત્યાંથી નીકળેલા જીવો પણ અનન્તર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામતા નથી માટે પહેલે ગુણસ્થાનકે જ હોય (૨) નીચનો બંધ, નીચનો ઉદય અને બે ની સત્તા પ્રથમના બે ગુણસ્થાનક સુધી (૩) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય, બેની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૪) ઉચ્ચનો બંધ, નીચનો ઉદય, બેની સત્તા પ્રથમના પાંચ ગુણસ્થાનક (૫) ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા પ્રથમના દશ ગુણસ્થાનક (૬) ઉચ્ચનો ઉદય, બેની સત્તા. ૧૧માં ગુણસ્થાનકથી ચદમાના ઉપાજ્ય સમય સુધી (૭) ઉચ્ચનો ઉદય, ઉચ્ચની સત્તા ૧૪માના ચરમ સમયે હોય છે.
કાળ :- તેઉકાય અને વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કરી અલ્પકાળમાં જ અન્ય તિર્યંચોમાં જઇ અંતર્મુહૂર્ત પછી ઉચ્ચનો બંધ થવાથી બેની સત્તા થાય છે માટે પ્રથમ ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેઉકાય - વાઉકાયની અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સ્વકીય સ્થિતિમાંથી ઉદૂવલના કરવાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org