________________
સત્તાપ્રકરણ
૩૩૭
આયુષ્ય કર્મ :- આ કર્મની ચાર પ્રકૃતિઓ છે. પરંતુ કોઇપણ એક જીવને બંધમાં અને ઉદયમાં એક જ હોય છે. એક સાથે બે કે ત્રણ બંધ કે ઉદયમાં હોતી નથી માટે એક પ્રકૃતિરૂપ બંધસ્થાન અને ઉદયસ્થાન એક જ છે. તેમજ પરભવનું આયુષ્ય ન બાધે ત્યાં સુધી વિવતિ ભવના આયુષ્યની એકની અને પરભવ આયુના બંધસમયથી આરંભી ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બેની સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિરૂ૫ બે સત્તાસ્થાન હોય છે.
જીવ જ્યાં સુધી પરભવ-આયુના બંધની શરૂઆત ન કરે ત્યાં સુધી અબદ્ધાયુ, પરભવ આયુના બંધની શરૂઆતથી બંધ પૂર્ણ ન કરે ત્યાં સુધી બધ્યમાનાયુ અને બંધ સમાપ્ત કર્યા બાદ ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બદ્ધાયુ એમ ત્રણ અવસ્થા હોય છે.
નરકાયુનો બંધ પહેલા, તિર્યંચ આયુનો પ્રથમના બે અને મનુષ્યાયુનો પ્રથમના બે અને ચોથું એમ ત્રણ અને દેવાયુનો બંધ ત્રીજા વિના એકથી ૭ એમ છ ગુણસ્થાનકે હોય છે. - નરક અને દેવાયુનો ઉદય પ્રથમના ચાર, તિર્યંચાયુનો પ્રથમના પાંચ અને મનુષ્યાયનો ઉદય ૧૪માં ગુણસ્થાનક સુધી હોય છે.
નરક અને તિર્યંચાયુની સત્તા સાતમા સુધી, દેવાયુષ્યની સત્તા ઉપશમશ્રેણિ આશ્રયી અગિયારમા સુધી અને મનુષ્ય આયુની સત્તા ૧૪માં સુધી હોય છે.
સંવેધ નરકગતિ :- અબદ્ધાયુ (૧) નરકાયુષ્યનો ઉદય અને નરકાયુની સત્તા ગુણસ્થાનક ૧ થી ૪. બધ્યમાનાયુ.(૨) તિર્યંચાયનો બંધ, નરકાયનો ઉદય, નરક-તિર્યંચાયની સત્તા ગુણસ્થાનક પ્રથમના બે, બધ્યમાનાયુ (૩) મનુષ્ઠાયુનો બંધ, નરકાયુનો ઉદય, નરક-મનુષ્ઠાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧થી૪. બદ્ધાયુ (૪) નરકાયુનો ઉદય, નરક- તિર્યંચાયુની સત્તા (૫) નરકાયુનો ઉદય, નરક - મનુષ્યાયુની સત્તા, આ બન્ને ભાંગામાં ગુણસ્થાન ૧ થી ૪.
દેવગતિ - અબદ્ધાયુ (૧) દેવાયુનો ઉદય અને દેવાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૪. બધ્યમાનાયુ (૨) તિર્યંચાયુનો બંધ, દેવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૩) મનુષ્યાયનો બંધ, દેવાયુનો ઉદય, દેવ - મનુષ્ઠાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના એક થી ચા૨, બદ્ધાયુ (૪) દેવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, (૫) દેવાયુનો ઉદય, દેવ-મનુષ્યાયની સત્તા. આ બન્ને ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૪. - તિર્યંચગતિ :- અબદ્ધાયુ (૧) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૫. બધ્યમાનાય (૨) નરકાયુનોં બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુનો બંધ , તિર્યંચાયુનો ઉદય તિર્યંચ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૪) મનુષ્યાયનો બંધ, તિર્યંચાયુનો ઉદય તિર્યંચ-મનુષ્યાયની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૫) દેવાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૫ બદ્ધાયુ (૬) તિર્યંચાયુનો ઉદય તિયચ-નરકની સત્તા (૭) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-તિયચાયુની સત્તા (૮) તિર્યંચાયુનો ઉદય તિર્યંચ મનુષ્યાયની સત્તા (૯) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા આ ચારે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૫.
મનુષ્યગતિ :- અબદ્ધાયુ (૧) મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૧૪. બધ્યમાનાય (૨) નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે. (૪) મનુષ્યાયનો બંધ, મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય -મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૫) દેવાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૭. બદ્ધાયુ (૬) મનુષ્ઠાયુનો ઉદય, મનુષ્ય નરકાયુની સત્તા. (૭) મનુષ્ઠાયુનો ઉદય , મનુષ્ય તિર્યંચાયુની સત્તા. (૮) મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય-મનુષ્ઠાયુની સત્તા. આ ત્રણે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૭ (૯) મનુષ્કાયુનો ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક એકથી અગિયાર.
કાળ :- આયુષ્યનો બંધ અંતર્મુહૂર્ત સુધી જ હોય છે માટે ચાર ગતિમાં બધ્યમાનાયુના બારે ભાંગાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ નારક અને દેવો પોતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે છે. અને બન્નેનું જઘન્યાયુ દશ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટાયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે માટે નરકાયુષ્યનો ઉદય અને નકાયુની સત્તા તેમ જ દેવાયુનો ઉદય અને દેવાયુની સત્તા આ બન્ને ભાંગાઓનો કાળ જધન્ય. છ માસ ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. અને કેટલાક આચાર્ય ભગવંતોના મતે નારકી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ પરભવાયુ બાંધે છે તેઓના મતે પહેલા ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પણ ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org