________________
૩૩૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પાંચનો ઉદય અને છની સત્તા તેમ જ બંધના અભાવે બારમે પણ (૨) પાંચનો ઉદય અને છની સત્તા આ બે સંવેધ વધારે હોવાથી કુલ તેર સંવેધ ભાંગા છે.
કાળ - અબંધ, ચારનો ઉદય અને ચારની સત્તા બારમાના ચરમ સમયે જ હોવાથી તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે કાળ એક જ સમય તેમ જ ક્ષપકશ્રેણિમાં જીવ કાળ કરતો ન હોવાથી ક્ષપકશ્રેણિમાં જ ઘટે એવા ચારનો બંધ - ચારનો ઉદય -છની સત્તા તેમજ અબંધ ચારનો ઉદય છની સત્તા. આ બે ભાંગાઓનો જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અને અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં ઘટતા નિદ્રાના ઉદયવાળા બે ભાંગાઓનો પણ આવે અને ત્યારે નિદ્રાદ્ધિકનો ઉદય પરાવર્તમાન હોવાથી ચારે ભાંગાનો કાળ જ. ૧ સમય, ઉ.અંતમુહૂર્ત આવે. અને ચારનો બંધ, ચાર કે પાંચનો ઉદય નવની સત્તા તેમ જ અબંધ ચાર- પાંચનો ઉદય અને નવની સત્તા આ ચાર ભાગાઓનો કાળ મરણની અપેક્ષાએ અને નિદ્રાદ્રિકનો ઉદય પરાવર્તમાન હોવાથી પણ જઘન્યથી એક સમય અને મરણ વિના ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
નવનો બંધ, ચાર-પાંચ નો ઉદય અને નવની સત્તા તેમ જ છ નો બંધ ચાર-પાંચનો ઉદય અને નવની સત્તા આ ચારે સંવેધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે અધુવોદયી પ્રકૃતિઓ તેની યોગ્ય ભૂમિકામાં સમયથી અંતર્મુહૂર્ત અવશ્ય બંધની જેમ ઉદયમાં પણ પરાવર્તન પામે છે.
હવે ચૌદ જીવસ્થાનક આશ્રયી વિચારીએ તો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકનો સંભવ હોવાથી અગિયાર અથવા તેર અને જો લબ્ધિ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાની વિરક્ષા કરીએ તો સંજ્ઞી અપર્યાપ્તામાં પ્રથમના બે ગુણસ્થાનકે નવના બંધના બે અને ચોથે ગુણસ્થાનકે છના બંધના એ એમ ચાર તેમ જ લબ્ધિ અપર્યાપ્તાની વિરક્ષા કરીએ તો આ જીવ ભેદમાં અને શેષ બાર એમ કુલ તેરે જીવભેદમાં નવના બંધના પ્રથમના બે જ સંવેધ ઘટે છે. | વેદનીયકર્મ :- આ કર્મની બે જ પ્રકૃતિઓ છે. તેમાં અસાતાનો બંધ છઠ્ઠા સુધી તેમ જ સાતાનો બંધ તેરમા સુધી હોય છે. અને બન્નેનો ઉદય ૧૪ માના ચરમ સમય સુધી હોય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિઓ બંધ અને ઉદયમાં પરાવર્તમાન હોવાથી બંધ કે ઉદયમાં સાથે આવતી નથી પણ બેમાંથી ગમે તે એક જ આવે છે માટે એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન અને એક જ ઉદયસ્થાન છે. | તેરમા ગુણસ્થાનક સધી વિવક્ષિત એક ગુણસ્થાનકમાં એક જીવને પણ ઉદયમાં સાતા અને અસાતા પરાવર્તમાન થઇ શકે છે. પણ ચૌદમાં ગુણસ્થાનકે તેમ પરાવર્તમાન થતી નથી પરંતુ જે જીવને સાતાનો ઉદય હોય તેને સાતાનો જ અને જે જીવને અસાતાનો ઉદય હોય તેને અસાતાનો જ ઉદય હોય છે આ ખાસ ધ્યાનમાં રાખવું.
ચોદમાના ઉપા– સમય સુધી દરેક જીવોને સાતા અને અસાતા એ બન્નેની અને ચરમ સમયે સાતાના ઉદયવાળાને સાતાની અને અસાતાના ઉદયવાળાને અસાતાની જ સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂપ બે જ સત્તાસ્થાન છે.
સંવેધ :- (૧) અસાતાનો બંધ, અસાતાનો ઉદય, બેની સત્તા (૨) અસાતાનો બંધ, સાતાનો ઉદય, બેની સત્તા (૩) સાતાનો બંધ, અસાતાનો ઉદય, બેની સત્તા અને (૪) સાતાનો બંધ, સાતાનો ઉદય, બેની સત્તા આ ચારે એક થી છ ગુણસ્થાનક સુધી સંભવે છે.
ત્યાર બાદ અસાતાનો બંધ ન હોવાથી સાતમાથી તેરમાં ગુણસ્થાનક સુધી ત્રીજા અને ચોથો એમ બે ભંગ સંભવે છે.
૧૪માં ગુણસ્થાનકમાં દ્વિચરમ સમય સુધી (૫) અબંધ, સાતાનો ઉદય, બેની સત્તા (૬) અબંધ અસાતાનો ઉદય, બેની સત્તા અને ચરમ સમયે (૭) સાતાનો ઉદય, સાતાની સત્તા (૮) અસાતાનો ઉદય, અસાતાની સત્તા આ ચાર ભંગ ઘટે છે. એમ વેદનીયકર્મના કુલ આઠ સંવેધ ભાંગા છે.
કાળ - ત્યાં છેલ્લા બે ભાંગા ચૌદમાના ચરમ સમયે હોવાથી તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે એક સમય, અને પાંચમા અને છઠ્ઠા ભાંગાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય ન્યૂન ૧૪મા ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત, અને પ્રથમના ચારે ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
હવે આજ ભાંગાઓ જીવસ્થાનકોમાં વિચારીએ અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં ચોદે ગુણસ્થાનકની વિરક્ષા કરીએ તો તેમાં આઠ અને શેષ તેર જીવસ્થાનકમાં પ્રથમના ચાર તેમજ સંજ્ઞી પર્યાપ્તમાં પણ બાર ગુણસ્થાનકની જ વિવક્ષા કરીએ તો ચોદે જીવસ્થાનકમાં પ્રથમના ચાર ભંગ જ ઘટે છે. અને છેલ્લા ચાર ભંગ માત્ર કેવળી ભગવંતમાં જ ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org