________________
સત્તાપ્રકરણ
૩૩૫
દર્શનાવરણીય કર્મ :- આ કર્મની ઉત્તર પ્રવૃતિઓ નવ છે અને પ્રથમના બે ગુણસ્થાનક સુધી નવે બંધાય છે, તેમજ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી થીણદ્વિત્રિક વિના છે અને આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિક વિના ચાર બંધાય છે, માટે નવ-છ અને ચાર પ્રકૃતિના સમૂહ રૂપ કુલ ત્રણ બંધસ્થાનો છે.
ત્યાં નવ પ્રકૃતિના બંધસ્થાનનો કાળ - અભવ્યોને આશ્રયી અનાદિ-અનંત, ભવ્યોને આશ્રયી અનાદિ-સાન્ત, સમ્યકત્વથી પડેલા જીવોને આશ્રયી સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે છે. તેમ જ આ છેલ્લા ભંગનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ છે.
છના બંધસ્થાનનો કાળ-જઘન્યથી અંતર્મુહૂર્ત, કારણ કે કોઇ જીવ સમ્યકત્વથી પડી અંતર્મુહૂર્તમાં ફરીથી સમ્યકત્વ પામી શકે છે અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ છે કારણ કે મિશ્ર સહિત સમ્યક્ત્વમાં જીવ સતત આટલો જ કાળ રહી શકે છે.
ચારના બંધનો કાળ - આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગના અત્તે નિદ્રાદ્વિકનો બંધવિચ્છેદ કરી એક સમય ચારનો બંધ કરી ભવક્ષયે પડેલા જીવો આશ્રયી જઘન્યથી એક સમય અને સંપૂર્ણ શ્રેણીનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે.
બારમા ગુણસ્થાનક સુધી દરેક જીવોને આ કર્મની ચક્ષુદર્શનાવરણીય વગેરે ચાર પ્રકૃતિઓનો હંમેશાં સતત ઉદય હોય છે માટે ચારનું ઉદયસ્થાન અને ક્યારેક પાંચમાંથી ગમે તે એક નિદ્રાનો ઉદય હોય ત્યારે ચાર દર્શનાવરણ અને પાંચમાંથી એક નિદ્રા, એમ પાંચનું ઉદયસ્થાન હોય છે. કોઇપણ જીવને એક સાથે બે અથવા તેથી વધારે નિદ્રાદિનો ઉદય હોતો નથી, માટે ઉદયસ્થાન ચાર અને પાંચ પ્રકૃતિના સમૂહરૂપ બેજ હોય છે. છે. આ ગ્રંથકાર વગેરે કેટલાએક આચાર્ય ભગવંતોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમોહે નિદ્રાનો ઉદય ન હોવાથી ત્યાં માત્ર ચારનું એક જ ઉદયસ્થાન અને એકથી અગિયાર ગુણસ્થાનક સુધી તેમજ અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી જ્યારે પાંચમાંથી એક પણ નિદ્રાનો ઉદય ન હોય ત્યારે ચારનું અને નિદ્રાનો ઉદય હોય ત્યારે પાંચનું એમ બે ઉદયસ્થાન હોય છે.
ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધી પાંચમાંથી ગમે તે એક નિદ્રાનો ઉદય થઇ શકે છે, માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી પાંચના ઉદયમાં પાંચ ભાંગા થાય, અને થીણદ્વિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનક પછી ન હોવાથી સાતમાથી ૧૧ મા સુધી પાંચના ઉદયે નિદ્રા અથવા પ્રચલા સાથે બેજ ભાંગા થાય છે.
ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી આ કર્મની બધી જ પ્રકૃતિઓ સત્તામાં હોવાથી નવનું અને ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગના અત્તે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી આ ગુણસ્થાનકના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી છનું અને નિદ્રાદ્વિકનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થવાથી બારમાના ચરમસમયે ચારનું ને એમ ત્રણ સત્તાસ્થાન હોય છે.
સત્તાનો કાળ :- નવની સત્તા અભવ્યને અનાદિ-અનંત અને ભવ્યને અનાદિ સાન્ત કાળ છે. છની સત્તા ક્ષપકશ્રેણિમાં જ હોવાથી અને સકલશ્રેણિનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂ તેમજ ચારની સત્તા બારમાના ચરમ સમયે હોવાથી તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ પણ એક સમય પ્રમાણ હોય છે.
સંવેધ :- (૧) નવનો બંધ-ચારનો ઉદય અને નવની સત્તા (૨) નવનો બંધ પાંચનો ઉદય અને નવની સત્તા આ બે પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોય છે. પછી થીણદ્વિત્રિકનો બંધ ન હોવાથી ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી .(૩-૪) છનો બંધ ચાર કે પાંચનો ઉદય નવની સત્તા, આ બે સંવેધ અને નિદ્રાદ્વિકના બંધવિચ્છેદ પછી ઉપશમશ્રેણિમાં દસમા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગ સુધી . (૫) ચારનો બંધ ચારનો ઉદય અને નવની સત્તા તેમજ ઉપશમશ્રેણિમાં નિદ્રાનો ઉદય હોય ત્યારે ચારનો બંધ-પાંચનો ઉદય-નવની સત્તા આ બે અને ક્ષપકશ્રેણિમાં થીણદ્વિત્રિકનો ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી દશમા સુધી. (૭) ચારનો બંધ ચારનો ઉદય અને છ ની સત્તા, તેમ જ અગિયારમા ગુણસ્થાનકે બંધના અભાવે (૮) ચારનો ઉદય અને નવની સત્તા (૯) પાંચનો ઉદય -નવની સત્તા આ બે અને બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી બંધના અભાવે (૧૦) ચારનો ઉદય, છની સત્તા તેમ જ છેલ્લા સમયે (૧૧) ચારનો ઉદય અને ચારની સત્તા એમ મૂળ મતે કુલ અગિયાર સંવેધ અને ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માને છે તે મહર્ષિઓના મતે (૧) ચારનો બંધ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org