________________
૩૩૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અથ ગુણસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગ - ત્રીજા સિવાય એકથી સાત એમ છ ગુણસ્થાનકોમાં આયુષ્ય બંધાય ત્યારે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાતનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, આ રીતે બબ્બે ભંગ હોવાથી કુલ ૧૨ તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાતનો બંધ. આઠનો ઉદય અને આઠની સત્તા. દશમે છનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા. અગિયારમે એકનો બંધ, સાતનો ઉદય, આઠની સત્તા, બારમે એકનો બંધ, સાતનો ઉદય અને સાતની સત્તા. તેરમે એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા અને ચૌદમે અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા. એમ આ આઠે ગુણસ્થાનકે પ્રત્યેકમાં એક એક ભંગ હોવાથી કુલ આઠ. એમ ચૌદ ગુણસ્થાનક આશ્રયી મૂળકર્મના કુલ સંવેધ ભાંગા ૧૨ + ૮ = ૨૦ થાય છે.
અથ જીવસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગા - સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનક ગણીએ તો સાત અને ભાવ-મન ન હોવાથી કેવળી ભગવંતને સંજ્ઞીમાં ન ગણીએ તો પહેલા પાંચ સંવેધભંગ સંભવે છે.
શેષ ૧૩ જીવસ્થાનકોમાં આયના બંધકાલે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. આ બન્ને ભાંગ ઘટતા હોવાથી કુલ ૨૬, એમ ચૌદે જીવસ્થાનક આશ્રયી કુલ ૭ + ૨૬ = ૩૩ અથવા ૫ + ૨૬ = ૩૧ સંવેધ ભાંગા થાય છે.
બંધાદિમાં એક - એક પ્રકૃતિ હોય તો તે પ્રકૃતિ બંધાદિક કહેવાય, અને બે અથવા તેથી વધારે પ્રકૃતિઓ બંધાદિકમાં હોય ત્યારે પ્રકૃતિસ્થાન કહેવાય, અહીં સ્થાન શબ્દ સમૂહવાચી છે.
(અથ આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી બંધસ્થાનાદિનો તેમજ સંવેધનો વિચાર)
જ્ઞાનાવરણ અને અંતરાયકર્મ :- આ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિઓ રૂપ એક જ બંધસ્થાન - ઉદયસ્થાન અને સત્તાસ્થાન છે.
ત્યાં પાંચનું બંધસ્થાન એકથી દશ ગુણસ્થાન સુધી અને તેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મોક્ષગામી ભવ્યજીવ આશ્રયી અનાદિ-સાત્ત અને અગિયારમાં ગુણસ્થાનકથી પડેલા જીવ આશ્રયી સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે છે, અગિયારમાથી પડે ત્યારે સાદિ અને પુનઃ શ્રેણી માંડી ૧૧મે અથવા ૧૨મે જાય ત્યારે સાન્ત, માટે સાદિ-સાન્ત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત, કારણ કે ઉપશમશ્રેણિથી પડી ફરીથી અંતર્મુહૂર્તમાં શ્રેણી કરી શકે છે. અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત, કારણ કે ઉપશમશ્રેણિથી પડેલા જીવો વધુમાં વધુ આટલો કાળ જ સંસારમાં રખડે છે. અને પછી અવશ્ય મોક્ષે જાય
પાંચનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન બારમા સુધી હોય છે. માટે એ બન્નેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિઅનંત,મોક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત, એમ બે પ્રકારે હોય છે. આ બન્ને કર્મના ઉદય અને સત્તાનો અભાવ તેરમે હોય છે. પરંતુ ત્યાંથી પડવાનો અભાવ હોવાથી પાંચના ઉદય અને સત્તાનો સાદિ-સાન્ત કાળ નથી.
દશમા ગુણસ્થાન સુધી પાંચનો બંધ, પાચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. તેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મોક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત અને પતિત આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે.
૧૧મે અને ૧૨મે અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. એનો કાળ ૧૧માં ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી એક સમય અને ઉત્કૃષ્ટથી બેમાંથી ગમે તે ગુણસ્થાનક આશ્રયી અન્તર્મુહુર્ત પ્રમાણ હોય છે, કારણ કે આ ગુણસ્થાનકનો ઉત્કૃષ્ટ કાળ આટલો જ છે.
સંજ્ઞી - પંચેન્દ્રિય પર્યાપ્તમાં બાર અથવા ચૌદ ગુણસ્થાનકનો સંભવ હોવાથી આ બન્ને કર્મના ઉપર જણાવેલ બને સંવેધ-ભાંગા, અને શેષ તેર જીવસ્થાનકમાં યથાસંભવ પ્રથમના એક-બે અને ચાર ગુણસ્થાનક જ હોવાથી પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા રૂપે એક જ સંવેધ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org