________________
કર્મપ્રકૃતિ ભાગ – ૩
ગણવામાં આવ્યા નથી. ટીકામાં આટલી જ હકીકત મળે છે. પણ જેમ થીણદ્વિત્રિક આદિ પ્રકૃતિઓમાં ચ૨મ સ્થિતિઘાતના ચ૨મ પ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું એક સ્પÁક વધારે ગણી કુલ આવલિકાના સમયપ્રમાણ સ્પÁકો કહ્યાં છે તેમ અહીં પણ એક સ્પર્ધક વધારે ગણી આવલિકાના સમયપ્રમાણ સ્પર્ધકો કહેવાં જોઇએ. છતાં અહીં કેમ કહેલ નથી તે બહુશ્રુતો જાણે.
૩૩૨
અહીં પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબે સપ્તતિકાના આધારે ટીકા લખેલ છે. તેથી તે સપ્તતિકાનો સારસંગ્રહ કહેવાય છે.
ક્યા કર્મના બંધ-ઉદય અથવા સત્તાની સાથે અનુક્રમે કેટલા અને ક્યા ક્યા કર્મોના બંધ-ઉદય અને સત્તા હોય ? એમ સમ્યક્ પ્રકારે વહેંચણી કરવી એટલે કે વિભાગ ક૨વો તે સંવેધ કહેવાય. તેમજ કેટલી મૂળ અથવા ઉત્તર કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે મૂળ અથવા ઉત્તર કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય ? અથવા સત્તા હોય ? તેમજ કેટલી કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે કેટલી ઉદય અને સત્તામાં હોય ? એમ વિભાગ કરવો તે પણ સંવેધ કહેવાય.
આ ગ્રંથમાં ઉ૫૨ જણાવ્યા મુજબ સંવેધ બતાવવામાં આવેલ છે, પરંતુ અધ્યાહારથી કેટલી અને કઇ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે કેટલી પ્રકૃતિઓનો બંધ અથવા સત્તા હોય ? તેમજ કેટલી પ્રકૃતિઓનો બંધ અને સત્તા એમ ઉભય હોય ? અને કેટલી અને કઇ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ હોય અથવા ઉદય હોય ? તેમજ કેટલી પ્રકૃતિઓનો બંધ અને ઉદય એમ ઉભય હોય ? એમ વિભાગ કરવો તે પણ સંવેધ કહેવાય.
બંધ સાથે બંધનો સંવેધ :- નવમા ગુણસ્થાનક સુધી સમયે સમયે આયુષ્ય વિના સાતે કર્મો બંધાય છે. અને આયુષ્ય ત્રીજા ગુણસ્થાનક સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી પોતાના ચાલુ ભવના આયુષ્યના ત્રીજા વગેરે ભાર્ગોમાં જ બંધાય છે, માટે આયુષ્ય બંધાય ત્યારે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠે કર્મો અવશ્ય બંધાય છે:
મોહનીયકર્મ નવમા ગુણસ્થાનક સુધી બંધાય છે. માટે મોહનીયનો બંધ હોય ત્યારે મિશ્ર સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે ૮, અને શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના સાત કર્મ બંધાય છે.
વેદનીયકર્મ તે૨મા સુધી બંધાય છે, જેથી વેદનીય બંધાતું હોય ત્યારે ત્રીજા સિવાય આયુના બંધકાલે ૧થી૭ ગુણસ્થાનકે ૮, શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના ૭, અને દશમા ગુણસ્થાનકે મોહનીયનો પણ બંધ ન હોવાથી આયુ અને મોહનીય વિના છ, અને ૧૧ થી ૧૩ સુધી એક વેદનીયનો પોતાનો જ બંધ હોય છે.
શેષ જ્ઞાનાવરણીયાદિ પાંચે કર્મો દશમા સુધી બંધાય છે. માટે આ પાંચમાના જ્ઞાનાવરણીય વગેરે કોઇપણ કર્મનો બંધ હોય ત્યારે ત્રીજા સિવાયના એકથી સાત ગુણસ્થાનકે આઠ, અથવા સાત. ત્રીજે, આઠમે અને નવમે આયુષ્ય વિના સાત, અને દશમે મોહનીય તથા આયુષ્ય વિના છ કર્મો બંધાય છે.
ઉદય સાથે ઉદયનો સંવેધ :- આઠે કર્મનો ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, માટે મોહનીયકર્મનો ઉદય હોય ત્યાં સુધી આઠે કર્મોનો, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમ જ અંતરાયનો ઉદય બારમા સુધી હોય છે. જેથી આ ત્રણમાંથી કોઇપણ કર્મનો ઉદય હોય ત્યારે દશમા સુધી આઠનો અને અગિયારમે તથા બારમે મોહનીયનો ઉદય ન હોવાથી શેષ સાત કર્મનો હોય છે.
વેદનીયાદિ ચારે અઘાતિ કર્મનો ઉદય ચૌદમા સુધી હોવાથી આ ચારમાંના કોઇપણ કર્મનો ઉદય હોય ત્યારે દશમા સુધી આઠનો, અગિયારમે અને બારમે મોહનીય વિના સાતનો અને તે૨મે તથા ચૌદમે વેદનીય વગેરે ચાર અધાતિ કર્મનો જ ઉદય હોય છે.
સત્તા સાથે સત્તાનો સંવેધ – અગિયારમા ગુણસ્થાનક સુધી આઠ કર્મનો સત્તા હોય છે, માટે મોહનીયની સત્તા હોય ત્યાં સુધી આઠેની અને શેષ ત્રણ ઘાતિ કર્મોની સત્તા બારમા સુધી હોય છે, માટે તેમાંના જ્ઞાનાવરણીય વગેરે કોઇની પણ સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, અને બારમે મોહનીય સિવાય સાતની સત્તા હોય છે.
ચારે અધાતિ કર્મોની સત્તા ચૌદમા ગુણસ્થાનક પર્યંત હોવાથી તેમાંના કોઇપણ કર્મની સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, બા૨મે મોહનીય સિવાય સાતની અને તે૨મે તથા ચૌદમે ચાર અઘાતિ કર્મોની જ સત્તા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org