________________
સત્તાપ્રકરણ
૩૩૧
આ એક અદ્ધક જણાવેલ છે. પરંતુ તેથી વધારે બીજાં પણ રૂદ્ધકો સંભવી શકે છે. અને તે આ એક અદ્ધકના ઉપલક્ષણથી લેવાના હોય એમ મને લાગે છે.
ત્રણ વેદોના બે-બે રૂદ્ધકો આ પ્રમાણે છે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશસત્તાવાળો જે આત્મા ત્રસમાં ઉત્પન્ન થઇ અનેકવાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો ઉપશમ કરે અને ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી સમ્યકત્વથી પડ્યા વિના જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવને પોતપોતાના વેદના ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં તેમાં એક - એક પરમાણુની વૃદ્ધિએ થાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે જે અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેઓનો સમૂહ તે પહેલું અદ્ધક છે.
તે જ પ્રમાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદની બીજી સ્થિતિના ચરમસમયે ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તા સુધીનું ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંતપ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ બીજાં રૂદ્ધક થાય છે. અને પુરુષવેદમાં પ્રથમસ્થિતિના ચરમસમયે જે દ્વિતીય સ્થિતિ સંબંધી ચરમપ્રક્ષેપ થાય છે તે દ્વિતીય સ્થિતિ સંબંધી સર્વ જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. ત્યારબાદ પૂર્વોક્ત રીતે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીના અનંત પ્રદેશસત્કર્મસ્થાનોનું બીજાં સ્પર્ધ્વક થાય છે.
અથવા પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિઓની વિદ્યમાનતા વખતે સર્વ જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી પોતપોતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું ભિન્ન ભિન્ન જીવો આશ્રયી એક અને બેમાંથી ગમે તે એક સ્થિતિનો ક્ષય થયા બાદ એક સ્થિતિ શેષ રહે ત્યારે બીજાં એમ પણ બે રૂદ્ધકો થાય છે. ત્યાં નપુંસકવેદ અને સ્ત્રીવેદના બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ પછી પ્રથમ સ્થિતિ માત્ર એક ઉદયસમય પ્રમાણ રહે છે. અને પુરુષવેદની પ્રથમસ્થિતિના ક્ષય પછી બે સમયચૂન બે આવલિકા પ્રમાણ તેની બીજી સ્થિતિમાં રહેલ દલિકના રૂદ્ધકો થાય છે. પણ તે રૂદ્ધકોને અહીં સામાન્યથી એક અદ્ધક કહેલ
છે.
પુરુષવેદની પ્રથમસ્થિતિનો વિચ્છેદ થયા બાદ તેની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકના બે સમયનૂન બે આવલિકા પ્રમાણ રૂદ્ધકો આ પ્રમાણે થાય છે....... પુરુષવેદના બંધવિચ્છેદ સમયે તાયોગ્ય જઘન્ય યોગસ્થાનવડે જે દલિક બંધાય છે તે દલિક બંધાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમે છે. અને તેને સંક્રમાવલિકા કહેવાય છે. તે સંક્રમાવલિકાના ચરમસમયે તે બંધવિચ્છેદ સમયે બંધાયેલ દલિકનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઇ જાય છે, તેનો ઉપાજ્ય સમયે જે પ્રદેશસત્તા છે તે એક સમયની સ્થિતિરૂપ સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. અને બંધવિચ્છેદ સમયે જ તેનાથી ચડીયાતા બીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલા દલિકના અન્તિમ સંક્રમ વખતે બીજાં ત્રીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે ત્રીજું. એ પ્રમાણે બંધવિચ્છેદ સમયે જ ઉત્તરોત્તરયોગસ્થાનની વૃદ્ધિવાળા ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી બંધાયેલા દલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનો થાય. તે સઘળા પ્રદેશસત્કર્મસ્થાનોનો સમૂહ તે એક સમયની સ્થિતિવાળું એક સ્પદ્ધક કહેવાય છે.
એ જ પ્રમાણે બંધવિચ્છેદના પૂર્વના પ્રથમ મયે જઘન્ય યોગસ્થાનથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી વર્તનારા ભિન્ન-ભિન્ન જીવો વડે બંધાયેલ કર્મલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનોનું બીજું રૂદ્ધક થાય છે. માત્ર આ સ્પદ્ધક વખતે બંધના ચરમસમયે બંધાયેલ દલિક પણ સત્તામાં વિદ્યમાન હોવાથી બે સમયની સ્થિતિવાળું કહેવાય છે. એ પ્રમાણે બંધવિચ્છેદથી પૂર્વના બીજા, ત્રીજા ચોથા યાવતુ સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકના પોતપોતાના ચરમસંક્રમ વખતે અનુક્રમે પછી-પછીના સમયે બંધાયેલ દલિકની પણ વિદ્યમાનતા હોવાથી અનુક્રમે ત્રીજાં સ્પર્ધક ત્રણ સમયની સ્થિતિરૂપ, ચોથું રૂદ્ધક ચાર સમયની સ્થિતિરૂપ, પાંચમું રૂદ્ધક પાંચ સમયની સ્થિતિરૂપ, એમ બંધવિચ્છેદથી બે સમયગૂન બે આવલિકાના પ્રથમ સમયે બંધાયેલ કર્મદલિકનું બંધવિચ્છેદ પછીના પ્રથમ સમયે બે સમયનૂન બે આવલિકાની સ્થિતિ પ્રમાણ છેલ્લું ઉત્કૃષ્ટ સ્પર્ધ્વક થાય છે.
સંજવલન ક્રોધાદિ ત્રણના રૂદ્ધકો પુરુષવેદની જેમ સામાન્યથી બીજી સ્થિતિમાં બે સમયનૂન બે આવલિકાના સમવું પ્રમાણ થાય છે. પરંતુ ક્રોધાદિ ત્રણના સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણા અટક્યા પછીના પ્રથમસમયે ક્રોધાદિ ત્રણની પ્રથમસ્થિતિ પણ સમયગૂન આવલિકા પ્રમાણ હોય છે. તેથી તે પ્રથમ સ્થિતિમાં સમયગૂન આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો પ્રથમ બતાવેલ થીણદ્વિત્રિક આદિની જેમ થાય છે. પરંતુ તે વખતે બીજી સ્થિતિની પણ વિદ્યમાનતા હોવાથી તે જુદાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org