________________
સત્તાપ્રકરણ
૩૨૯
અન્યતર વેદનીય આ ૮ પ્રકૃતિઓના સમયાધિક અયોગિગુણસ્થાનકના સમય પ્રમાણ; મનુષ્યગતિ, યશ કીર્તિ મનુષ્યાયુ અને ઉચ્ચગોત્રના સમયાધિક અયોગિગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા મનુષ્યાયુના મિશ્ર વિના ૧ થી ૧૧ ગુણસ્થાનકે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રના પ્રથમ ગુણસ્થાનકે આવલિકાના સમય પ્રમાણ તેમ જ યશ કીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે એક સ્પÁક થાય છે.
વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્ધિક અને મનુષ્ય નુપૂર્વી આ સત્તરના અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા પ્રથમ ગુણસ્થાનકે આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. થીણદ્વિત્રિક, મધ્યમ આઠ કષાય, તિર્યંચદ્વિક, પ્રથમની ચાર જાતિ, આતપ, ઉદ્યોત, સાધારણ અને સ્થાવરદ્ધિક આ બાવીશ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકે આવલિકા સમય પ્રમાણ અને નરકદ્વિકના નવમા તથા પહેલા ગુણસ્થાનકે પણ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે.
ચોથાથી સાતમા ગુણસ્થાનકે ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ એ પાંચના અને પહેલા ગુણસ્થાનકે સમ્યક્ત્વ તથા મિશ્ર-મોહનીયના આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે.
મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યના ત્રીજા વિના યથાસંભવ એકથી પાંચ ગુણસ્થાનકે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ, સંજ્વલન લોભના સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે તે ગુણસ્થાનકના સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અથવા અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ને એક સ્પર્દ્રક થાય છે.
નિદ્રાદ્ધિકના ક્ષીણમોહ ગુણસ્થાનકે પોતાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને પાંચ જ્ઞાનાવરણ, ચા૨દર્શનાવરણ તેમ જ પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓના સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્પÁકો થાય છે.
નવમા ગુણસ્થાનકે હાસ્યષટ્કનું એક અને ત્રણ વેદના બે સ્પÁકો તેમ જ બીજી રીતે પણ આ જ ગુણસ્થાનકે પુરુષવેદના તેમ જ સંજ્વલના ક્રોધાદિ ત્રણના બે સમય ન્યૂન બે આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે.
ત્યાં અયોગિગુણસ્થાનકે જેઓનો ઉદય નથી પરંતુ સત્તા છે તેમાંની ઔદારિકસપ્તક વગેરે અનુદયવતી ૬૬પ્રકૃતિઓનું દલિક અયોગીના ચરમ સમયે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં સંક્રમી જતું હોવાથી ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપે સત્તા હોતી નથી. વળી અહીં તથા અન્યત્ર સર્વસ્થલે ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપસત્તા ન હોવાથી તે પ્રકૃતિઓનું દલિક સ્વસ્વરૂપે હોતું નથી. તેથી ચરમસમયરૂપ એક સ્થિતિનું સ્પર્ધક થતું નથી. પરંતુ ઉપાજ્ન્મ સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિનું એક સ્પર્ધ્વક થાય છે.
ક્ષપિતકર્માંશ આત્માને અયોગીના દ્વિચ૨મસમયે જે સર્વથી જઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેમાં એક-એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માંશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ દ્વિચ૨મસમયે અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોને એક સમયની સ્થિતિનું ચરમ સ્પર્દક કહેવાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અયોગીના ત્રિચરમસમયે બે સમયની સ્થિતિનું બીજું, ચોથા ચરમસમયે ત્રણ સમયની સ્થિતિનું ત્રીજું એમ અયોગી ગુણસ્થાનકે અયોગી ગુણસ્થાનકના સમયોની સંખ્યાથી એક સ્પર્ધક ન્યૂન થાય છે અને સયોગી ગુણસ્થાનકે ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે વૃદ્ધિ પામતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવત્ પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. સંપૂર્ણ સ્થિતિ સંબંધી આ યથાસંભવ એક સ્પર્દ્રક થાય છે. તેથી આ ૬૬ પ્રકૃતિઓના કુલ સ્પÁકો અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ થાય છે.
અયોગિગુણસ્થાનકે ઉદયવાળી ત્રસત્રિક વગેરે ૮ પ્રકૃતિઓના સ્પÁકો પણ આ જ પ્રમાણે થાય છે. પરંતુ અયોગિગુણસ્થાનકના ચરમસમયે પણ આ પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા હોવાથી ચરમસમય સંબંધી એક સ્પÁક અધિક થવાથી અયોગીના સમયો કરતાં એક સ્પર્ધ્વક અધિક થાય છે.
મનુષ્યગતિ વગેરે ચાર પ્રકૃતિઓના પણ ત્રણ વગેરેની જેમ અયોગી ગુણસ્થાનક આશ્રયી સમયાધિક અયોગિગુણસ્થાનકના કાળ પ્રમાણ સ્પÁકો થાય છે. તેમજ મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રના ઉદ્ઘલના વખતે ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી અનુદયાવલિકામાં સમયન્યૂન આવલિકા પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનું એક -એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. મનુષ્યાયુના ભવને અંતે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. વળી યશઃ કીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ને એક સ્પÁક થાય છે. તે આ રીતે મોહના સર્વોપશમ સિવાયની ક્ષપિતકર્માંશની સઘળી ક્રિયાઓ કરી દીર્ધકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ કરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org