________________
સત્તાપ્રકરણ
૩૨૧
ઉદય ન હોય ત્યારે સ્વજાતીય અન્ય પ્રવૃતિઓના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તે ૧૮ પ્રવૃતિઓ અનુદયસંક્રમોત્કૃષ્ટા કહેવાય છે.
આ પ્રવૃતિઓમાં પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રવૃતિઓમાં જણાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મ જેટલી પોતપોતાની સ્વજાતીય અન્ય પ્રવૃતિઓની સ્થિતિ આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. તેથી ઉદયાવલિકા સહિત કરતાં પોતપોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર સમ્યકત્વમોહનીયની જેમ મિશ્રમાં અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિનો સંક્રમ થવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રવૃતિઓમાં જે વખતે અન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. તે વખતે આ પ્રવૃતિઓનો ઉદય ન હોવાથી પ્રથમ સમયનું દલિક સ્તિબુકસંક્રમથી અન્યત્ર સંક્રમી જાય છે. એથી ઉદયસંક્રમોત્કૃષ્ટા કરતાં આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન હોય છે.
મનુષ્યાનુપૂર્વી, દેવદ્રિક વિક્લત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કોડાકોડી, મિશ્ર મોહનીયની સમયાધિક અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી, તીર્થકર નામકર્મ અને આહારકસપ્તક આ આઠ પ્રકૃતિઓના બંધકાળે કોઇપણ કર્મની અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બંધ જ ન હોવાથી અને સત્તામાં પણ તેથી વધારે સ્થિતિ ન હોવાથી આ આઠની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
દેવદ્વિક, વિક્લત્રિક અને સૂક્ષ્મત્રિક એ ૮ પ્રકૃતિના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિર્યંચો, મનુષ્યાનુપૂર્વીના ચારે ગતિના, મિશ્ર મોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ અને તીર્થકર નામકર્મના તિર્યંચ વિના ત્રણ ગતિના સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંક્ષિ જીવો તેમ જ આહારકસપ્તકના અપ્રમત્ત યતિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
દેવ-નરકાયુનીતેત્રીશ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચાયુની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પણ ચારે આયુષ્યમાં અબાધાકાળ પૂર્વક્રોડ ત્રીજો ભાગ અધિક છે. વળી દેવાયુના મનુષ્યો અને શેષ ત્રણ આયુષ્યના પર્યાપ્ત સંશિ - મનુષ્ય - તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
(જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી)
પોતપોતાના ક્ષયના અન્ય સમયે ઉદયવતી ૩૪ પ્રકૃતિઓની એક સમય પ્રમાણ, ચરમસંક્રમ સમયે હાસ્યષકની સંખ્યાત વર્ષ પ્રમાણ, પુરુષવેદની એક સમયહીન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ, સંજવલનત્રિકની એક સમયહીન બે આવલિકા ન્યૂન અનુક્રમે બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ અને શેષ ૧૧૪ પ્રકૃતિઓનો ક્ષય વખતે અનુદય હોવાથી પોતપોતાના ક્ષયના અન્ય સમય સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયના ક્ષીણમોહના ચરમસમયવર્તી, નિદ્રાદ્ધિકના ક્ષીણમોહના ઉપન્ય સમયવર્તી, મનુષ્ય વિના ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અન્ય સમયવર્તી , દર્શનત્રિક અને અનંતાનુબંધિ ચતુષ્ક આ સાતના પોતપોતાની સ્વરૂપ સત્તાના ક્ષયના અન્ય સમયવર્તી ૪ થી ૭ માં ગુણસ્થાનક સુધીના જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે.
પ્રત્યાખ્યાનીય વગેરે સંજ્વલન લોભ વિના ૧૧ કષાય, ૯ નોકષાય, થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યચક્રિક, સ્થાવરદ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપ, ઉદ્યોત, અને સાધારણનામકર્મ - આ ૩૬ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકવર્તી પોતપોતાની સ્વરૂપસત્તાના ક્ષયના અન્ય સમય ક્ષેપક, સંજ્વલન લોભના સૂક્ષ્મસંપાયના ચરમસમયવર્તી ક્ષપક, મનુષ્પાયુ, મનુષ્યગતિ, બે વેદનીય, ઉચ્ચ ગોત્ર, ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેય, યશ કીર્તિ તથા તીર્થકર નામકર્મ આ તેરના અયોગી ગુણસ્થાનકના ચરમસમયવર્તી અને શેષ ૮૨ પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના દ્વિચરમસમયવર્તી જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે.
ટીકામાં મનુષ્યની જઘન્ય સ્થિતિસત્તા ચૌદમાના ચરમસમયે જ નહીં, પરંતુ મરણ સંભવી શકે તેવા કોઇપણ ગુણસ્થાનકે ભવના ચરમસમયવર્તી મનુષ્ય જઘન્ય સ્થિતિસત્તાનો સ્વામી ઘટી શકે. તેમ જ પહેલા ગુણસ્થાને અવસ્થા વિશેષમાં જે પ્રકૃતિઓની ઉદ્ધલના થાય છે. તે સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર. વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org