________________
સ્થિતિસ્થાનો એટલે સ્થિતિના ભેદો, તે ‘બંધથી થયેલ સ્થિતિસ્થાનો’ અને ‘સત્તાગત સ્થિતિસ્થાનો' એમ બે પ્રકારે છે. અહીં માત્ર સત્તાગત સ્થિતિનો જ વિચાર કરવાનો છે.
કોઇપણ એક જીવને એક સમયે સત્તામાં જેટલી સ્થિતિ હોય તે સત્તાગત એક સ્થિતિસ્થાન કહેવાય. જેમ કોઇ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે પ્રથમ સ્થિતિસ્થાન કહેવાય. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે બીજાં. આ રીતે બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે અનુક્રમે ત્રીજાં, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ એક-એક સમયહીન કરતાં એક કાળે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા હોય ત્યાં સુધીના સત્તાગત સ્થિતિસ્થાનો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં અને કેટલીક પ્રવૃતિઓના ઉદ્ધલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો અંતર્મુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અંતર્મુહૂર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો સ્ટિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનું અંતર પડે છે. ત્યારબાદ પુનઃ અંતર્મુહૂર્ત કાલમાં બીજો સ્થિતિઘાત કરે. ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અંતર્મુહૂર્ણકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે અનુક્રમે ત્રીજ, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ અક-એક સમયદાન કરતા એક કાળે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા હોય ત્યાં સુધીના સત્તાગત સ્થિતિસ્થાનો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં અને કેટલીક પ્રવૃતિઓના ઉદ્દલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો અંતર્મુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અંતર્મુહૂર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો સ્ટિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનું અંતર પડે છે. ત્યારબાદ પુનઃ અંતર્મુહૂર્ત કાલમાં બીજો સ્થિતિઘાત કરે, ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અંતર્મુહૂર્ણકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અન્તરવાળું સ્થિતિસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચરમ સ્થિતિઘાત થાય ત્યાં સુધી સમજવું.
પછી એક આવલિકા પ્રમાણ સ્થિતિસત્તામાં રહે છે. તેના એક-એક સ્થિતિસ્થાનનો ઉદયવતી પ્રવૃતિઓમાં અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓમાં તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી ઉદયવતી પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિઓના સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય છે.
જો કે ચરમસ્થિતિઘાત પછી અયોગી ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિઓમાંથી ઉદયવતી પ્રવૃતિઓના અયોગી - ગુણસ્થાનકના કાળ પ્રમાણ અને અનુદયવતીના એક સમય ન્યૂન અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂના સમય જેટલાં સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થઇ શકે, પરંતુ તે ટીકામાં જણાવેલ નથી. તેનું કારણ અહીં છદ્મસ્થ જીવોની વિવક્ષા કરી હોય તેમ લાગે છે.
અસત્કલ્પનાએ ઉત્કૃષ્ટ સ્થિતિસરા એક લાખને પાંચ સમય પ્રમાણ, એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા એક હજાર ને પાંચ સમય પ્રમાણ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સ્થિતિસત્તાસ્થાનો નેવું, એક સ્થિતિઘાતનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ-દશ સમય પ્રમાણ અને ઉદયાવલિકા-પાંચ સમય પ્રમાણ કલ્પીએ તો એક લાખ પાંચ સમયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધીના નવાણું હજાર સત્તાસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય. ત્યારબાદ એક હજારને પાંચથી ૯૯૬ સુધીના દશ સત્તાસ્થાનો નિરંતર, પછી ૯૯૫ થી ૯૦૬ સુધીના = ૯૦ સત્તાસ્થાનો પ્રાપ્ત થતાં નથી. વળી ૯૦૫ થી ૮૯૬ સુધીના નિરંતર પ્રાપ્ત થાય છે. એમ પાંચ સમયની સ્થિતિસત્તા સુધી દરેક સ્થિતિઘાતમાં અંતર્મુહૂર્ત કાલ
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org