________________
૩૨૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩ સંસ્થાન, વર્ણચતુષ્કની ૨૦, અપ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ઉદ્યોત, ત્રસચતુષ્ક, અસ્થિરષક અને નીચગોત્ર આ ૫૪ પ્રકૃતિઓની ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
જો કે નવીન કરેલ સ્થિતિબંધના અબાધાકાળમાં દલિકો હોતાં નથી છતાં જેનો અબાધાકાળ વ્યતીત થયેલ છે તેવા પૂર્વે બંધાયેલ કર્મદલિકો ત્યાં હોય છે. માટે જેટલો સ્થિતિબંધ થાય તેટલી સ્થિતિસત્તા ઘટી શકે છે.
ત્યાં ઉદ્યોતના સહસ્ત્રાર સુધીના દેવો, વૈક્રિયસપ્તકના વૈક્રિયશરીરી મનુષ્ય તિર્યંચો, દુઃસ્વર, નીચગોત્ર, હંડક સંસ્થાન તથા અશભવિહાયોગતિ આ ચારના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞી અને શેષ ૭૪ પ્રકૃતિના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
જે પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે જ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે અનુદયબંધોકુષ્ટા કહેવાય છે. તેવી પ્રવૃતિઓ ૨૦ છે.
આ પ્રકૃતિઓનો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, ત્યારે ઉદય ન હોવાથી બંધકાળના પ્રથમ સમય સંબંધી ઉદયસ્થાનમાં રહેલ દલિકો સ્તિબુકસંક્રમથી અન્યત્ર ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે. તેથી બંધકાળના પ્રથમ સમયે દલિકનો અભાવ હોવાથી એક સમય ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે.
ત્યાં નરકદ્ધિક, તિર્યદ્વિક, ઔદારિકસપ્તક, સ્થાવર, આતપ, છેવટું સંઘયણ અને એકેન્દ્રિયજાતિ આ પંદર પ્રવૃતિઓની સમયજૂન વીશ કોડાકોડી તેમ જ નિદ્રાપંચકની સમયગૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
એકેન્દ્રિય, સ્થાવર અને આપના ઇશાન સુધીના દેવો, તિર્યંચદ્ધિક, દારિકસપ્તક અને છેવઠા સંઘયણના પર્યાપ્ત દેવ તથા નારકો, નરકદ્વિકના પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચો અને મનુષ્યો તેમ જ નિદ્રાપંચકના ચારે ગતિના પર્યાપ્ત સંગ્નિ જીવો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. - જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ અન્ય પ્રવૃતિઓના સંક્રમથી સ્થિતિસત્તા થઇ શકે તે ઉદયસંક્રમોત્કૃષ્ટા ત્રીશ પ્રવૃતિઓ
છે.
સમ્યકત્વમોહનીય સિવાય આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ આ પ્રવૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરનું એટલે કે બે આવલિકા જૂન મૂળકર્મ જેટલી સ્થિતિનું દલિક વેદાતી એવી આ પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી બે આવલિકા ન્યૂન મૂળકર્મ જેટલી સ્થિતિમાં પોતાની એક ઉદયાવલિકા વધતી હોવાથી કુલ આવલિકા ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી સ્થિતિસત્તા થાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે અતિસંકિલષ્ટ પરિણામે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઉદયાવલિકા ઉપરની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે.
સાતાવેદનીયની આવલિકા ન્યુન ત્રીશ કોડાકોડી, નવ નોકષાયની આવલિકા ચૂન ચાલીશ કોડાકોડી, મનુષ્યગતિ, સ્થિરષક, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રથમનાં પાંચ સંઘયણ, પ્રથમના પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ ઓગણીશ પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
ત્યાં પ્રથમના પાંચ સંથયા અને મધ્યમના ચાર સંસ્થાનના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિર્યંચો, સાતાવેદનીય, સ્થિર, શુભ, હાસ્યષક આ નવ પ્રકૃતિઓના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞિ જીવો, સમ્યકત્વમોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ, મનુષ્યગતિના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય, પ્રથમ સંસ્થાન, સૌભાગ્યચતુષ્ક, સ્ત્રીવેદ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર અને પ્રશસ્ત વિહાયોગતિ આ નવ પ્રકતિઓના નરક વિનાના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞિ તેમ જ નપુંસકવેદના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org