________________
સત્તાપ્રકરણ
૩૧૯ - અથ બીજાં સ્થિતિસત્તા :-) સ્થિતિસત્તાના વિષયમાં સાદ્યાદિ, સ્વામિત્વ અને સત્તાગત સ્થિતિસ્થાનો એ ત્રણ અનુયોગદ્વાર છે. ત્યાં મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક - એમ સાદ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે.
આઠે મૂળકર્મની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સાદિ અને અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી એક એક કર્મના નવ નવ ભંગ થતા હોવાથી સ્થિતિસત્તા આશ્રયી આઠે કર્મના કુલ બહોતેર(૭૨) ભાંગા થાય છે. તે આ પ્રમાણે -
કોઇપણ મૂળકર્મની પોતપોતાના ક્ષયના અંતે જ્યારે એક સમયની સત્તા રહે ત્યારે જે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. તે એક જ સમય હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. જઘન્ય સત્તાના ઉપાજ્ય સમય સુધીની જે સત્તા તે સઘળી અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, ભવ્યોને ભવિષ્યમાં ક્ષય થવાનો હોવાથી અધ્રુવ અને અભવ્યોને કોઇપણ કાળે ક્ષય થવાનો જ ન હોવાથી ધ્રુવ એમ ત્રણ પ્રકારે છે.
સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારંવાર અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ એમ બે બે પ્રકારે છે.
અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિસત્તા સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના દશ-દશ ભાંગા છે. શેષ ધ્રુવસત્તાક એકસો છવ્વીશ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના નવ નવ ભાંગા થાય છે.
અધ્રુવસત્તાવાળી ૨૮ પ્રકૃતિઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક - એક પ્રકૃતિના આઠ આઠ ભાંગા થાય છે.
ત્યાં અનંતાનુબંધિની પોતાના ક્ષયના ઉપન્ય સમયે જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય સ્થિતિસત્તા હોય છે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. તેનો કાળ એક જ સમય હોવાથી તે સાદિ અધ્રુવ છે. તે સિવાયની સઘળી સ્થિતિ તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે અનંતાનુબંધિનો ક્ષય કરી પહેલા ગુણસ્થાનકે આવી બંધ દ્વારા ફરીથી સત્તામાં પ્રાપ્ત થાય ત્યારે તેની સાદિ, જઘન્ય સ્થિતિસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં અંત થવાનો હોવાથી અધ્રુવ છે.
શેષ ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંથી પોતપોતાના ક્ષયના અંતે જ ઉદયવતી પ્રવૃતિઓ હોય તેની એક સમય પ્રમાણ અને અનુદયવતી પ્રવૃતિઓ હોય તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સત્તા હોય છે. તે જઘન્ય સ્થિતિસત્તા છે તે સમયમાત્ર હોવાથી સાદિ-અધવ એમ બે પ્રકારે છે, તે સિવાયની સઘળી સત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને નાશ થવાનો હોવાથી અધ્રુવ છે.
આ ધ્રુવસત્તાક ૧૩૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી બન્ને સાદિ-અધ્રુવ છે.
મનુષ્યગતિ આદિ ૨૮ પ્રકૃતિઓ તો સ્વરૂપથી જ અધ્રુવ સત્તાવાળી હોવાથી તેઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે જ પ્રકારે છે.
(ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી) જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે પણ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઇ શકે તે ઉદયબંધોસ્કૃષ્ટા પ્રવૃતિઓ કહેવાય છે. તેવી પ્રવૃતિઓ ૮૬ છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અસાતા વેદનીય અને પાંચ અંતરાય એ પંદરની ૩૦ કોડાકોડી, મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી, સોળ કષાયની ૪૦ કોડાકોડી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, હુંડક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org