________________
૩૧૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૬ની સત્તાવાળા મિથ્યાષ્ટિઓને પહેલે ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. અને ૨૮ તથા ૨૭ની સત્તાવાળા અન્ય જીવોને અવશ્ય હોય છે.
જે જીવો મિશ્રમોહનીયનો ક્ષય કરેલ છે. તે જીવોને ૪ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. અન્ય જીવોને હોય છે. આ ત્રણે દર્શન મોહનીયની સત્તા ક્ષપકશ્રેણિમાં વધુમાં વધુ સાતમા ગુણસ્થાનક સુધી જ હોય છે. પણ તેથી આગળ હોતી નથી.
પ્રથમના બે ગુણસ્થાનકોમાં નિયતબંધ હોવાથી અનંતાનુબંધિની અવશ્ય સત્તા હોય છે અને ત્રીજાથી સાતમા સુધીના પાંચ ગુણસ્થાનકોમાં અનંતાનુબંધિનો ક્ષય કરેલ જીવોને અનંતાનુબંધિની સત્તા હોતી નથી. શેષ જીવોને હોય છે..
અનંતાનુબંધિની વિસંયોજના કરીને જ ઉપશમશ્રેણિનો આરંભ કરી શકાય એવો આ ગ્રંથકર્તા મ.સા. વગેરે અભિપ્રાય છે. અન્યથા અન્ય આચાર્ય મ.સાહેબોના અભિપ્રાયે ત્રીજાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિની સત્તા હોઇ શકે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગા. ૧૧.
ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમના આઠ કષાયની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાતો જેટલો કાળ વ્યતીત થાય ત્યાં સુધી થીણદ્વિત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સાધારણ, આતપ, ઉદ્યોત, તિર્યંચદ્ધિક અને નરકદ્ધિક તથા સૂક્ષ્મ નામકર્મ એ સોળ પ્રકૃતિઓની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાતો થાય ત્યાં સુધી પુરુષવેદે કે સ્ત્રીવેદે શ્રેણિનો આરંભ કરનારને નપુંસકવેદની. ત્યારબાદ તેટલાંજ સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી સ્ત્રીવેદની અને નપુંસકવેદે શ્રેણિનો આરંભ કરનારને સોળ પ્રકૃતિઓના ક્ષય પછી સંખ્યાતા સ્થિતિઘાતો થાય ત્યાં સુધી નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા હોય છે. પછી બન્નેની સત્તા હોતી નથી.
નપુંસક તથા સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષક અને પુરુષવેદની અને પુરુષવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષકની અને ત્યારબાદ સમયગૂન બે આવલિકા કાળ સુધી પુરુષવેદની સત્તા હોય છે. પછી હોતી નથી.
પુરુષવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી અનુક્રમે સંજ્વલન ક્રોધની, માનની, માયાની તેમ જ સૂક્ષ્મસં૫રાયના ચરમસમય સુધી સંજ્વલન લોભની સત્તા હોય છે. પછી હોતી નથી.
આઠ કષાય વગેરે આ ૩૭ જે પ્રકૃતિઓની ઉપશમશ્રેણિમાં અગિયારમાં ગુણસ્થાનક સુધી સત્તા હોય છે.
સાતમે -આઠમે ગુણસ્થાનકે આહારકસપ્તકનો બંધ કરી જો જીવ આગળ જાય તો તેને ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરમસમય સુધી અને જો નીચેના ગુણસ્થાનકે જાય અને ઉદ્દલના દ્વારા ક્ષય ન કરે તો યાવત્ પ્રથમ ગુણસ્થાનક સુધી તે આહારકસપ્તક સત્તામાં હોય છે. શેષ જીવોને સત્તામાં હોતું નથી.
કોઇ જીવ તથા પ્રકારના સમ્યકત્વ નિમિત્તથી જિનનામનો બંધ કરી ઉપર જાય તો તેને ચૌદમા ગુણસ્થાનકના ચરમસમય સુધી અને જો પહેલે ગુણસ્થાને આવે તો ત્યાં પણ અંતર્મુહૂર્ત સુધી તેને જિનનામની સત્તા હોય છે. તેમ જ જિનનામનો બંધ ન કરેલ જીવોને કોઇપણ ગુણસ્થાનકે જિનનામની સત્તા હોતી નથી.
જિનનામ અને આહારકસપ્તકની એકી સાથે સત્તા હોય એવો જીવ મિથ્યાત્વે તથા નરકમાં જતો નથી.
અન્યતર વેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યગતિ, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેય, યશ : કીર્તિ તથા પંચેન્દ્રિયજાતિ. આ દશની અયોગીના ચરમસમય સુધી, દેવદ્રિક, મનુષ્યાનુપૂર્વી, વૈક્રિયસપ્તક, દારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ , છ સંસ્થાન, વર્ણાદિ વીશ, બે વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પ્રત્યકત્રિક, અપર્યાપ્ત, અસ્થિરષક, સુસ્વ૨, નીચગોત્ર, અન્યતર વેદનીય આ ૭૬ પ્રકતિઓની અયોગીના દ્વિચરમસમય સુધી સ્વરૂપે સત્તા હોય છે. પછી હોતી નથી.
ઇતિ પ્રથમ પ્રકૃતિસત્તા સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org