________________
સત્તાપ્રકરણ
૩૧૭
(-: અથ સત્તાપ્રકરણ સાસંગ્રહ :- )
પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના ભેદથી સત્તા ચાર પ્રકારે છે..........
-: અથ પ્રથમ પ્રકૃતિ સત્તા:અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ - એમ બે અનુયોગદ્વાર છે. સાદ્યાદિ પ્રરૂપણા પણ મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે.
કોઇપણ મૂળકર્મ સંપૂર્ણ નાશ પામ્યા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતું નથી. માટે મૂળકર્મ આશ્રયી “સાદિ' નથી. આઠે મૂળકર્મો અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, મોક્ષગામી ભવ્યોને તેનો ક્ષય થશે માટે અધ્રુવ અને અભવ્યો તથા જાતિભવ્યોને કોઇપણ મૂળકર્મનો સર્વથા ક્ષય થવાનો જ નથી. માટે ધ્રુવ: એમ મૂળકર્મ આશ્રયી સત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે છે.
ચાર અનંતાનુબંધિની સત્તા સાઘાદિ ચાર પ્રકારે છે. તે આ રીતે..... અનંતાનુબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને જઇ ફરીથી બાંધે ત્યારે તેની સાદિ, જેઓએ સમ્યકત્વ પામી ક્ષય કર્યો જ નથી તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવિષ્યમાં ક્ષય કરનાર ભવ્યોને અધ્રુવ.
શેષ ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંની કોઇપણ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી નથી માટે તેઓના સાદિ વિના શેષ ત્રણ ભંગ આ પ્રમાણે છે. સર્વ જીવોને અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, અભવ્યોને કોઇ કાળે ક્ષય થવાનો ન હોવાથી ધ્રુવ અને મોક્ષગામી ભવ્યોને ક્ષય થશે માટે અધ્રુવ. * મનુષ્યદ્ધિક વગેરે ૨૮ પ્રકૃતિઓ અધ્રુવ સત્તાવાળી જ હોવાથી તેઓની સત્તા સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
જે જે પ્રકૃતિઓની જે જે ગુણસ્થાનક સુધી સત્તા હોય તે તે ગુણસ્થાનક સુધીના જીવો તે તે પ્રકૃતિઓની સત્તાના સ્વામી છે. તેથી કઇ કઇ પ્રકૃતિઓ ક્યા ક્યા ગુણસ્થાનક સુધી સત્તામાં છે તે બતાવે છે.
નિદ્રા અને પ્રચલાની ક્ષીણમોહનો ઢિચરમ સમય સુધી અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમોહના ચરમસમય સુધી સત્તા હોય છે.
તે તે આયુષ્યનો બંધ કરે તે સમયથી આરંભી તે તે ભવમાં ગયેલા જીવને તે તે ભવના અન્ય સમય સુધી તે તે આયુષ્યની સત્તા હોય છે. ત્યાં ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તો નરકાયુ અને તિર્યંચાયુની સાતમા ગુણસ્થાનક સુધી, દેવાયુષ્યની અગિયારમા ગુણસ્થાનક સુધી તથા મનુષ્યાયની ચૌદમાના ચરમસમય સુધી સત્તા સંભવી શકે છે.
મિથ્યાત્વમોહનીયની પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે. અને ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વનો ક્ષય કરેલ જીવને સત્તા હોતી નથી, શેષ જીવોને હોય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે મોહનીયકર્મનું ૨૮નું એક જ સત્તાસ્થાન હોવાથી ત્યાં સમ્યકત્વમોહનીયની અવશ્ય સત્તા હોય છે. અભવ્યો, અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યો તેમ જ સમ્યકત્વથી પડી પહેલા ગુણસ્થાનકે આવી જેમણે સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના કરેલ છે તેવા મિથ્યાત્વીઓને પણ સમ્યકત્વની સત્તા હોતી નથી અને જેમણે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવવા છતાં હજા સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના કરી નથી તેવા જીવોને પહેલા ગુણસ્થાનકે સત્તા હોય છે. વળી મિથ્યાત્વે આવી ઉદ્રલના દ્વારા સમ્યકત્વમોહનીયનો ક્ષય કર્યા પછી મોહનીયની ૨૭ની સત્તાવાળો જીવ મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાનકે જાય ત્યારે તે જીવને મિશ્ર ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની સત્તા હોતી નથી અને શેષ જીવોને હોય છે.
ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વમોહનીયની સત્તા હોતી નથી અને અન્ય જીવોને હોય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે ૨૮ની જ સત્તા હોવાથી અને મિશ્રમોહનીયની સત્તા વિના મિશ્ર ગુણસ્થાનકનો જ અસંભવ હોવાથી આ બે ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org