________________
સત્તાપ્રકરણ
૩૧૫
ગાથાર્થ :- આ પ્રમાણે અલ્પ મતિવાળા એવા પણ મારા વડે કર્મપ્રકૃતિ પ્રાભૂતમાંથી ઉદ્ધત કરાયું છે. તેમાં અનાભોગથી કરાયેલ અલનાને શ્રેષ્ઠ દૃષ્ટિવાદના જાણનારાઓ તે અલનાને શુદ્ધ કરીને કહો. (એ પ્રમાણે મારી પ્રાર્થના છે.)
ટીકાર્ય - હવે આચાર્ય ઉદ્ધતપણાનો ત્યાગ કરતા અને બહુશ્રુતોને પ્રકૃતિ પ્રકરણના અર્થને પરિભાષિત કરવાની પ્રાર્થનાને કરતાં આ પ્રકરણ વિષે ઉપાદેય બુદ્ધિને કરવા માટે પરમ્પરાએ સર્વજ્ઞના મૂળવાળું જણાવતાં કહે છે....
કહેલ પ્રકારે ગુરુના ચરણકમલની પર્યાપાસના કરતાં અલ્પ બુદ્ધિવાળા એવા પણ મારા વડે દૃષ્ટિવાદનો એક દેશ (ભાગ) રૂ૫ ૧૪ પૂર્વોમાં રહેલ અનેક વસ્તુથી યુક્ત આગ્રાયણી નામના બીજા પૂર્વમાં રહેલ ૨૦ પ્રાભૂતના પરિમાણવાળી પમી વસ્તુના એક દેશ(ભાગ) રૂ૫ ૨૪ અનુયોગ દ્વારમય કર્મપ્રકૃતિ નામના ૪થા પ્રાભૂતમાંથી આ પ્રકરણનો ઉદ્ધાર(ઉદ્ધત) કરાયો છે. તેમાં જે કંઇ અલના પ્રયત્ન કરવા છતાં પણ છદ્મસ્થપણાના આવરણના સામર્થ્યથી અનાભોગથી કરાય હોય તેને શ્રેષ્ઠ બુદ્ધિના અતિશયવાળા દષ્ટિવાદના જાણકારો પ્રાસાદને કરીને શ્રતને અનુસાર બીજા પદનો પ્રક્ષેપ કરીને કહે “તમત્ર પર્વ સરતિતિ,” આ પદ અહીં સમ્યક છે, પરંતુ આ પદ નહીં. પરંતુ તેઓ વડે ઉપેક્ષારૂપ મહેરબાનીનો ત્યાગ ન કરવો અથોત્ અવકૃપા ન કરવી એ પ્રમાણે પ્રાર્થના કરાય છે
जस्स वरसासणावयव - फरिसपविकसियविमलमइकिरणा । विमलेंति कम्ममइले सो मे सरणं महावीरो ।। ५७ ।। यस्य वरशासनाऽवयव सर्श विकसित विमलमति किरणा ।
विमलयन्ति कर्ममतिलेशो मे शरणं महावीरः ।। ५७ ।। ગાથાર્થ - કર્મથી મલિન જીવોને જેના શ્રેષ્ઠ શાસનના અવયવ સ્પર્શમાત્રથી વિકસિત મતિરૂપ કિરણોવાળા જ્ઞાનરૂપી સૂર્યો વિમલ કરે છે, તે મહાવીરસ્વામી મને શરણ થાવ.
ટીકાર્ય :- જેમના ઉદયગિરિના શિખરરૂપ શ્રેષ્ઠ શાસનના ઉદયગિરિના શિખરરૂપ અવયવના સ્પર્શથી પ્રષ્ટિ વિકસેલી = ઉદ્બોધને પામેલી વિમલ = મિથ્યાત્વરૂપ તમામલથી રહિત મતિરૂપ કિરણોવાળા જ્ઞાનરૂપી સૂર્યો કર્મથી મલિન જીવોને વિમલ કરે છે. = અવિદ્યારૂપી રાત્રિના વિનાશ વડે સ્કૂટ પ્રકાશવાળા કરે છે. પોતે પ્રણીત શાસનના અવયવના સ્પર્શ માત્રથી લોકોના અનન્ત જ્ઞાનરૂપી સૂર્યોને ઉત્પાદકપણા વડે અચિન્ય અતિશયવાળા પરમ બ્રહ્મા તે ભગવાન્ વર્ધમાન સ્વામી સંસારથી ભયભીત થયેલ મને શરણ = રક્ષણના કારણે થાવ. // પ૭ ||
ઇતિ સત્તાપ્રકરણ ભાવાનુવાદ સમાપ્ત
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org