________________
૩૧૪
કર્મપ્રકૃતિભાગ-૩
ધ્યાનવાળો થાય છે.' વગેરે.... સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરતાં પ્રથમ સમયે કિટ્ટીઓના અસંખ્ય બહુ ભાગનો નાશ કરે છે, એક અસંખ્યભાગ રહે છે. બીજા સમયે તે બાકી રહલે એક ભાગના અસંખ્ય બહુભાગોનો નાશ કરે છે, એક અસંખ્ય ભાગ રહે છે. આ પ્રમાણે સમયે સમયે કિટ્ટીઓનો સયોગી કેવલીના ચરમ સમય સુધી નાશ કરે છે. તે સયોગી કેવલીના ચરમ સમયે બધા કર્મો અયોગી કેવલીની સમાન સ્થિતિવાળા થાય છે. અને જે કર્મોનો અયોગી કેવલીમાં ઉદય નથી તેઓની સ્થિતિ સ્વરૂપને આશ્રયીને એક સમય ન્યૂન કરે છે, સામાન્યથી સત્તાકાલ આશ્રયીને અયોગી કેવલી સમાન કરે છે. તે સયોગી કેવલીના ચરમ સમયે (૧) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન, (૨) બધી કિટ્ટીઓ, (૩) સાતાવેદનીયનો બંધ, (૪) નામ-ગોત્રકર્મની ઉદીરણા, (૫) યોગ, (૬) શુકલ લેશ્યા, (૭) સ્થિતિ અને રસનો ઘાત = સ્થિતિઘાત તથા રસઘાત એમ છ પદાર્થોના યુગપદ વ્યવચ્છેદ (નાશ) થાય છે.
અયોગી કેવલી ગુણસ્થાનક - ત્યાર પછી અનન્તર સમયે અયોગી કેવલી થાય છે. અને તે કર્મના ક્ષય માટે સુપરતક્રિયા અનિવૃત્તિ નામના ધ્યાનમાં આરૂઢ થાય છે. સ્થિતિઘાતાદિ વિનાના આ અયોગી કેવલી ભગવાનું જે ઉદયવાળા કર્યો છે તે કર્મોને સ્થિતિના ક્ષયથી અનુભવતા ખપાવે છે. અને જે કર્મોનો ઉદય નથી તેવા અનુદયવાળા કર્મો વેદાતિ પ્રકૃતિઓમાં તિબુકસંક્રમથી સંક્રમાવતાં વેદ્યમાન પ્રકૃતિરૂપે અયોગી કેવલીના દ્વિચરમ સમય સુધી વેદે છે. તે દ્વિચરમ સમયે દેવદ્રિક, શરીર-૫, બંધન-૫, સંઘાતન-૫, સંસ્થાન-૬, અંગોપાંગ-૩, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલધુ, ઉચ્છવાસ, વિહાયોગતિકિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, પ્રત્યેક, અનાદેય, અયશ-કીતિ, નિર્માણ, અપર્યાપ્ત, નીચગોત્ર, સાતા કે અસાતામાંથી કોઇપણ એક વેદનીયરૂપ ૭૨ કર્મપ્રકૃતિઓ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષયને પામે છે. કારણ કે ચરમ સમયે સ્ટિબુકસંક્રમથી ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમેલ હોવાથી સ્વરૂપથી સત્તા નથી. ચરમ સમયે કોઇપણ એક વેદનીય, મનુષ્યત્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, યશકીર્તિ, પર્યાપ્ત, બાદર, તીર્થકર, ઉચ્ચગોત્રરૂપ ૧૩ પ્રકૃતિઓનો સત્તા વિચ્છેદ થાય છે. બીજાઓ કહે છે કે... મનુષ્યાનુપૂર્વીના ઉદયનો અભાવ હોવાથી દ્વિચરમ સમયે વ્યવચ્છેદ થાય છે. કારણ કે ઉદયવતી પ્રવૃતિઓનો સ્ટિબુકસંક્રમનો અભાવ હોવાથી ચરમ સમયે સ્વરૂપથી દલિક દેખાય જ છે. માટે તેઓનો ચરમ સમયે સત્તા વ્યવચ્છેદ વ્યાજબી છે. ચારે આનુપૂર્વી ક્ષેત્ર વિપાકી પણાથી અપાત્તરાલ ગતિમાં જ ઉદય હોય છે. તેથી ભવસ્થ (સંસારમાં રહેલ)ને તેના ઉદયનો સંભવ નથી. માટે અયોગી કેવલીના દ્વિચરમ સમયે જ મનુષ્યાનુપૂર્વીનો સત્તા વ્યવચ્છેદ થાય. તેઓના મતે દ્વિચરમ સમયે ૭૩ પ્રકૃતિઓનો અને ચરમ સમયે ૧૨ પ્રકૃતિઓનો સત્તા વિચ્છેદ થાય. ત્યાર પછી અનન્તર સમયે કર્મબંધના છૂટકાર સ્વરૂપ સહકારિ ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી અસ્પૃશ ગતિથી ઊદ્ગલોકના છેડે જાય છે. અને ત્યાં ગયેલ છતાં પરમાનન્દમય ભગવાન શાશ્વત કાલ સુધી રહે છે.
આ પ્રમાણે આ પ્રણાલિકા આ શાસ્ત્ર મોક્ષનો જનક હોવાથી આ શાસ્ત્રમાં હંમેશા અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ કરીને યથાશક્તિ સંયમના માર્ગમાં યત્ન કરવો જોઇએ. અને તેમાં યત્ન કરવાથી યથા ઉપાયથી સંકિલષ્ટ અધ્યવસાયનો પરિહાર કરવો જોઇએ, તે પ્રમાણે તાત્પર્ય છે.
ઇતિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત इय कम्मप्पगडीओ, जहासुर्य नीयमप्पमइणा वि । सोहियणाभोगकयं, कहंतु वरदिट्टिवायन्नू ।। ५६ ।। इति कर्मप्रकृतेः, यथाश्रुतम् नीतमल्पमतिनाऽपि । शोधितानाभोगकृतं, कथयन्तु वरदष्टिवादशः ।। ५६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org