________________
સત્તાપ્રકરણ
૩૦૯
માનની ૩ કિટ્ટીઓ - ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ માનની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને અંતર્મુહૂર્ત પર્યન્ત વેદે છે. આ કાળમાં જ ક્રોધના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે પરમાં સંક્રમાવતાં - સંક્રમાવતાં ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી (પુરુષવેદની જેમ) નાશ કરે છે. તથા તે વખતે પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું પ્રથમ કિટ્ટીનું દળ પણ સમયાધિક આવલિકા પ્રમાણ રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ માનની બીજી કિટ્ટીનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. ત્યાર પછીના સમયે (અહીં ત્યાર પછીના સમયે એટલા માટે લખવામાં આવે છે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ દરેક કિટ્ટી એક આવલિકા પ્રમાણ એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલી શેષ રહે છે, અને પછી પછીની કિટ્ટીઓનો ઉદય થાય છે.) દ્વિતીયસ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે સમયે માનના બંધ-ઉદયઉદીરણા એકીસાથે વિચ્છેદે થાય છે. અને તેની સત્તા પણ બાકીના સર્વ દલિકોનો માયામાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે છે. | માયાની ૩ કિટ્ટીઓ - ત્યારબાદ દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે અને તેને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. આ કાળમાં સંજવલન માનના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાંજ કાળે ગુણસંક્રમ વડે માયામાં નાંખતા ચરમ સમયે સર્વસંક્રમ વડે નાંખે છે. તથા તે વખતે દ્વિતીયસ્થિતિમાં રહેલ પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું માયાની પ્રથમ કિટ્ટીનું દલિક પણ સમયાધિક આવલિકા પ્રમાણ.રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે સમયે માયાના બંધ-ઉદય-ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ બાકીના સર્વ દલિકોનો લોભમાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમયગૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે છે.
લોભની ૩ કિટ્ટીઓ - ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. આ કાળમાં સંજ્વલન માયાના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે લોભમાં નાંખતા ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. તથા તે વખતે (દ્વિતીયસ્થિતિમાં રહેલી પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું સંજ્વલન લોભની પ્રથમ કિટ્ટીનું દલિક પણ સમયાધિક આવલિકા પ્રમાણ રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભની બીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે છે.અને તે બીજી કિટ્ટીને વેદતાં (દ્વિતીયસ્થિતિમાં રહેલી ત્રીજી કિટ્ટીના દલિકને ગ્રહણ કરી તેની સૂક્ષ્મ ૧ કિટ્ટીઓ કરે. તે સૂક્ષ્મ કિટ્ટીઓ ત્યાં સુધી કરે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટીને વેદતાં વેદતાં સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. અને તે જ સમયે સંવલન લોભનો બંધ બાદર કષાયનો ઉદય-ઉદીરણા વિચ્છેદ અને નવમા (અનિવૃત્તિ બાદર સંપરાય) ગુણસ્થાનકનો કાલ પણ એકી સાથે વિચ્છેદ થાય છે.
૧૦માં ગુણસ્થાનકે - ત્યાર પછીના બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટીઓના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને વેદે છે. તેને વેદતો આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી કહેવાય છે. પૂર્વ કહેલ ત્રીજી સ્થૂલ કિટ્ટીની જે એક આવલિકા શેષ રહી તે અનુભવાતી પરપ્રકૃતિ (સૂક્ષ્મ કિટ્ટીમાં) સ્ટિબુકસંક્રમ વડે સંક્રમી દૂર કરે છે. પ્રથમ અને બીજી કિટ્ટીની જે આવલિકા શેષ રહે છે, તે બીજી અને ત્રીજી કિટ્ટીમાં મળી ભોગવાઇ જાય છે. લોભની સૂક્ષ્મ કિટ્ટીઓને અનુભવતો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી આત્મા (દ્વિતીય સ્થિતિમાં રહેલી સૂક્ષ્મ કિટ્ટીઓના દલિકને અને સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક સત્તામાં અવશિષ્ટ છે, તેને પ્રતિસમય સ્થિતિઘાતાદિ વડે ખપાવતા ખપાવતા ત્યાં સુધી ખપાવે કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે. ત્યારબાદ તે સંજ્વલન લોભને સર્વાપવર્તના વડે સ્થિતિ અપવર્તી સૂક્ષ્મસં૫રાયના અદ્ધા (કાલ) સમાન કરે છે. અને તે સંખ્યાતમો ભાગ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. અહીંથી આરંભી
૪૩૧ અતિ ઘણો રસ ઓછો કરી ચડતાં ચડતાં રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડી નાંખવો તેનો કિટ્ટી કહેવાય છે. અહીં સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ પર
આરૂઢ થનારાઓએ જે બાર કિટ્ટીઓ કરી તે હવે પછી થનારી લોભની સૂક્ષ્મ કિટ્ટીઓના હિસાબે સ્થળ છે. કેમ કે તે વખતે સૂક્ષ્મ કિટ્ટીકરણક્રિયા જે સમયથી શરૂ થાય છે તેના હિસાબે પરિણામની મંદતા હતી. વળી ઉપશમશ્રેણિમાં દસમાં ગુણ સ્થાનકે જેટલાં રસવાળી કિટ્ટીઓ હોય છે તેનાથી ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે અતિ અલ્પ રસવાળી કિટ્ટીઓ અનુભવાય છે. એટલે સંજ્વલન લોભની બીજી કિટ્ટી વેદતાં ત્રીજી કિટ્ટીની સૂક્ષ્મ કિટ્ટી કરે છે, એમ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org