________________
સત્તાપ્રકરણ
૨૮૧
તિર્યંચગતિના ૫ સત્તાસ્થાનકો - તે આ પ્રમાણે...૮૮૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તીર્થકર નામકર્મ સંબંધી અને ક્ષપકશ્રેણિ સંબંધી સત્તાસ્થાનકો સંભવે નહીં, કારણ કે તીર્થકરનામકર્મ અને ક્ષપકશ્રેણિનો તિર્યંચોને અભાવ છે.
હવે સંવેધ કહે છે.... ૨૩ના બંધક તિર્યંચને ૨૧ આદિ ૯ ઉદયસ્થાનો, અને તે હમણા જ કહ્યાં છે. તેમાં પ્રથમના ૨૧-૨૪-૨૫-૨૬ એ ૪ ઉદયસ્થાનકોના દરેકના ૫ સત્તાસ્થાનકો...૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. અહીં ૭૮નું સત્તાસ્થાનક તેઉવાયુકાયને હોય છે, તેમજ તેઉવાઉમાંથી આવી જ્યાં ઉત્પન્ન થાય (ત્યાં તેઓ જ્યાં સુધી (અંતર્મુહૂર્ત) મનુષ્યદ્રિકનો બંધ ન કરે ત્યાં સુધી હોય છે.) ત્યારે અંતર્મુહૂર્ત સુધી તે જીવોને આશ્રયી હોય છે. બાકીના ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનકોમાં ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે. કારણ કે ૨૭ આદિ ઉદયસ્થાનકોમાં નિશ્ચયથી મનુષ્યદ્વિકનો બંધ સંભવે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન સંભવતું નથી. એ પ્રમાણે ૨૫-૨૬-૨૯-૩૦ના બંધસ્થાનકોમાં પણ કહેવું, ફક્ત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સર્વે પણ ઉદયસ્થાનકો વિષે ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે.
૨૮ના બંધકના ૮ ઉદયસ્થાનકો ... તે આ પ્રમાણે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. તેમાં ૨૧-૨૬-૨૮૨૯-૩૦ એ ૫ ઉદયસ્થાનકો પૂર્વબદ્ધા, ક્ષાયિક સમ્યગુદષ્ટિ અને ૨૨ની સત્તાવાળા વેદક સમ્યગુદષ્ટિને જાણવાં. એક-એક ઉદયસ્થાનકે ૯૨ અને ૮૮ એ બે-બે સત્તાસ્થાનકો છે. ૨૫ અને ૨૭નું ઉદયસ્થાનક વૈક્રિય-તિર્યંચને જાણવું, ત્યાં પણ તે જ બે બે (૯૨-૮૮ના) સત્તાસ્થાન હોય છે. ૩૦ અને ૩૧નો ઉદય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિને જાણવો. એક -એક ઉદયસ્થાનકે ૩-૩ સત્તાસ્થાનકો હોય છે... ૯૨-૮૮ અને ૮૬ છે. ૮૬નું મિથ્યાદષ્ટિને જાણવું, સમ્યગદષ્ટિને સંભવે નહીં, કારણ કે તેઓને અવશ્ય દેવદ્રિકાદિ બંધ હોય છે.
તે આ પ્રમાણે સર્વ બંધસ્થાન - ઉદયસ્થાન અપેક્ષાએ ૨૧૮ સત્તાસ્થાનકો થાય છે. તે આ પ્રમાણે... ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ દરેક બંધસ્થાનકે ૪૦-૪૦ સત્તાસ્થાનકો અને ૨૮ના બંધે ૧૮ સત્તાસ્થાનકો હોય છે.
ઇતિ તિર્યંચગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
(- અથ મનુષ્યગતિના બંધ – ઉદય – સત્તાસ્થાનકોના સંવેધ :-) મનુષ્યગતિના ૮ બંધસ્થાનકો - હવે મનુષ્યગતિના બંધાદિ સ્થાનકો કહે છે. મનુષ્યોના ૮ બંધસ્થાનકો છે...' ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ અને ૧. આ સર્વ બંધસ્થાનકોનું સ્વરૂપ પહેલાં કહી ગયા છે તે પ્રમાણે સપ્રભેદ સમજવાં. કારણ કે મનુષ્યો ચારેગતિ યોગ્ય બંધ કરે છે.
મનુષ્યગતિના ૧૧ ઉદયસ્થાનકો :- ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮. અને આ સર્વ ઉદયસ્થાનકો સ્વભાવસ્થ મનુષ્ય, વૈક્રિય મનુષ્ય, આહારક સંયત, તીર્થકર, અતીર્થકર, સયોગી કેવલીને આશ્રયીને પૂર્વની જેમ ભાવવાં.
મનુષ્યગતિના ૧૧ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮.૭૮નું સત્તાસ્થાન સંભવે નહીં, કારણ કે મનુષ્યોને અવશ્ય મનુષ્યદ્ધિક સંભવે છે.
૩૮૮ અહી ટીકામાં નતિ શબ્દ છે. પરંતુ નિતિ આવે.
જેઓ દેવ કે નરકગતિ યોગ્ય બંધ કરે છે તેઓ દેવદ્રિકાદિ ઉવલતા નથી, પરંતુ જેઓ બંધ નથી કરતા તેઓ જ ઉવેલું છે. એટલે દેવદ્રિક-નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના એકેન્દ્રિયો કરે છે. અને મનુષ્યદ્વિકની ઉઠ્ઠલના તેઉ-વાયુકાય જ કરે છે. એટલે તેમાં ૮૬-૮૦-૭૮ એ સત્તાસ્થાનકો સંભવે છે અને ત્યાંથી અવી જેમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જ્યાં સુધી ન બાંધે ત્યાં સુધી યથાયોગ્ય રીતે એ ત્રણમાંથી કોઇપણ સત્તાસ્થાનક હોય છે.
એટલે સામાન્ય રીતે તિર્યંચમાં પાંચ સત્તાસ્થાનકો કહ્યાં છે. ૩૮૯ આ સત્તાસ્થાન તો યુગલિયામાં હોય છે. કારણ કે સંખ્યાત વર્ષના આયુવાળો મનુષ્ય યુગ લિક તિર્યંચનું આયુ બાંધ્યા બાદ ક્ષાયિક ઉત્પન્ન કરી શકે છે,
સંખ્યાત વર્ષનું તિર્યંચા, બાંધ્યા પછી ઉત્પન્ન કરી શકતો નથી. પરંતુ અહીં એક વિચાર થાય છે કે સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં કોઇ સમ્યકત્વ હોય કે નહિ ? કોઇપણ સ્થળે ૨૪ કે ૨૮ની સત્તાવાળા લાયોપથમિક સમ્યકત્વી તિર્યંચને અપર્યાપ્તાવસ્થા દેવગતિનો બંધક લીધો નથી. ઉલટું ૨૧ કે ૨૨ની સત્તાવાળો લીધો છે. અને તે તો યુગલિક હોય છે. આ ઉપરથી એમ સમજાય છે કે સંખ્યાત વર્ષના
આયુવાળા તિર્યંચમાં સમ્યકત્વ લઇ કોઇ ઉત્પન્ન થતાં નથી. પર્યાપ્ત થયા પછી તેઓ ઉપશમ કે ક્ષયોપશમ સમત્વ ઉત્પન્ન કરી શકે છે. ૩૯૦ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ મનુષ્ય કરતા નથી પરંતુ દેવો અને નારકો જ કરે છે. તેથી જિનનામ સહિત ૩૦ના બંધના ૮ ભાંગા
મનુષ્યમાં સંભવતા નથી. માટે અહીં કુલ બંધ ભાંગા ૧૩૯૪૫ના બદલે ૧૩૯૩૭ જાણવાં. Jain Education Interational For Personal & Private Use Only
www.jainelibrary.org