________________
૨૮૦
કર્મપ્રતિભાગ-૩ (- અથ ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :-)
-: અથ નરકગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :
નરકગતિના બે બંધસ્થાનક :- હવે ગતિને વિષે વિસ્તારથી કહે છે. તેમાં નારકીના બે બંધસ્થાનક છે. ૨૯ અને ૩૦ છે. તેમાં ૨૯નું બંધસ્થાનક મનુષ્યગતિ પ્રાયોગ્ય અથવા તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે. અને ઉદ્યોત સહિત ૩૦નું બંધસ્થાનક તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે, જિનનામકર્મ સહિત(૩૦નું બંધસ્થાનક) મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે. આ બંધસ્થાનકના ભાંગા જે પૂર્વે કહ્યાં છે તે જાણવાં.
નરકગતિના ૫ ઉદયસ્થાનકો - ઉદયસ્થાનકો પ છે. ૨૧-૨૫-૨૭-૨૮-૨૯. આના વિસ્તારથી ભેદો પૂર્વની જેમ કહેવાં.
નરકગતિના ૩ સત્તાસ્થાનકો :- ૯૨-૮૯ અને ૮૮ છે. ૮૯નું સત્તાસ્થાનક જિનનામકર્મ બાંધેલ જીવને મિથ્યાત્વે ગયેલાને નરકાભિમુખ ને જાણવું.૯૩નું સત્તાસ્થાન તો સંભવે જ નહીં, કારણ કે જિનનામ અને આહારકની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી.
હવે સંવેધ કહે છે... તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરતાં નારકીને પાંચ ઉદયસ્થાનકો હોય છે, અને તે હમણાં જ કહ્યાં છે. તે દરેક ઉદયસ્થાનકે બે સત્તાસ્થાનક... ૯૨ અને ૮૮ છે. તીર્થંકરનામની સત્તાવાળા નારકો તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરતા નહીં હોવાથી ૮૯નું સત્તાસ્થાન પામે નહીં. મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પાંચે પણ ઉદયસ્થાનકને વિષે ૯૨-૮૯-૮૮ એ ત્રણે પણ સત્તાસ્થાનક હોય છે. જિનનામની સત્તાવાળાને નરકને વિષે ઉત્પન્ન થતાં જ્યાં સુધી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે (અંતર્મુહૂર્ત) ત્યાં સુધી ૨૯નું બંધસ્થાનક હોય છે. (ત્યારે ૮૯નું સત્તાસ્થાનક હોય છે.) સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે ૩૦નું બંધસ્થાનક હોય છે, જિનનામ પણ બાંધે છે. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચ ઉદયસ્થાનકને વિષે દરેકને બે સત્તાસ્થાનક. ૯૨ અને ૮૮ છે. ૮૯ના સત્તાસ્થાનકનો અભાવ પૂર્વની જેમ જાણવો. જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચે ઉદયસ્થાનકને વિષે દરેકને એક સત્તાસ્થાનક.. ૮૯ છે. સર્વ મલીને બંધ-ઉદયસ્થાન અપેક્ષાએ સત્તાસ્થાનકો ૩૦ છે.
ઇતિ નરકગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
-: અથ તિર્યંચગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :-)
તિર્યંચગતિના ૬ બંધ સ્થાનકો - હવે તિર્યંચગતિના બંધાદિ સ્થાનો કહે છે. તેમાં તિર્યંચોને ૬ બંધસ્થાનકો... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ છે. આના પૂર્વની જેમ ભેદો સહિત કહેવાં. ફક્ત ૨૯ અને ૩૦નું બંધસ્થાનક તીર્થકર આહારકદ્ધિક સહિત કહેવાં નહીં, કારણ કે તિર્યંચોને તેના બંધનો સંભવ નથી.
તિર્યંચગતિના ૯ ઉદયસ્થાનકો :- ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. આ ઉદયસ્થાનક એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય વૈક્રિય સહિત તિર્યંચ પંચેન્દ્રિય આશ્રયીને ભેદો સહિત પૂર્વ કહ્યાં છે.
૩૮૫ એટલે કે મનુષ્ય અને તિર્યંચગતિ બંને પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૬૦૮, તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ એ રીતે
તિર્યંચગતિ પ્રાયોગ્ય બે બંધસ્થાનકના ૯૨૧૬ અને મનુષ્યગતિ પ્રાયોગ્ય બે બંધસ્થાનકના ૪૬૧૬ ભાંગા થાય છે. ૩૮૬ શ્રેણિકાદિની જેમ નરકનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચી સમ્યકત્વ યુક્ત નારકીમાં જાય છે. તેવાઓ મનુષ્ય
પ્રાયોગ્ય ૩૦ જ બાંધે છે, અને તેમને પાંચ ઉદયે એક ૮૯નું જ સત્તાસ્થાન હોય છે. ૩૮૭ કોને ક્યાં બંધસ્થાનકો હોય છે અને તે કઇ ગતિ યોગ્ય છે તેનો વિચાર કરી તેના ભાંગા ઓ પણ સમજી લેવા યોગ્ય છે. તેમાં એકેન્દ્રિય
૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એ પાંચ બંધસ્થાન બાંધે છે, વિક્લેન્દ્રિયો અને અપર્યાપ્ત અસંત્તિઓ પણ એ જ પાંચ બંધસ્થાન બાંધે છે. માત્ર પર્યાપ્ત અસંજ્ઞિ અને પર્યાપ્ત - અપર્યાપ્ત સંશિ તિર્યંચો યથાયોગ્ય રીતે ઉપરોક્ત છએ બંધસ્થાનકો બાંધો છે. અહીં એ ખ્યાલમાં રાખવું કે પ્રથમ ગુણસ્થાનકે દેવ કે નરકગતિ યોગ્ય બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. માત્ર અપર્યાપ્તાવસ્થામા દેવગતિ યોગ્ય બંધ સમ્યગુદષ્ટિપણામાં થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org