________________
૨૬૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩ સંખ્યા ૧૪ ભાંગા થાય છે. ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને પણ હોય છે. ત્યાં ૧૪૪ ભાંગા હોય છે, અને તે દેશવિરતિની જેમ સમજવાં. સર્વ સંખ્યા ૧૫૮ ભાંગા થાય છે.
પ્રમત્ત ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો છે. (તે દેશવિરતિની જેમ સમજવાં.)
હવે સંવેધ કહે છે... ૨૮ના બંધે ૫ ઉદયસ્થાનકો બે (૧૦) સત્તાસ્થાનકો :- દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને પાંચે પણ ઉદયસ્થાનકને વિષે દરેકને ૯૨-૮૮ એ બે બે સત્તાસ્થાનકો હોય છે. તેમાં આહારક સંયતને ૯૨નું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આહારકની સત્તાવાળો જ આહારક શરીરની રચના કરે છે. વૈક્રિય સંયતને તો બન્ને પણ સત્તાસ્થાનકો હોય છે. તીર્થંકરનામની સત્તાવાળા ૨૮ન બાંધે તેથી ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય નહીં. ૨૯ના બંધે - ૫ ઉદયસ્થાનકો બે (૧૦) સત્તાસ્થાનકો :- (તીર્થંકરનામ યુક્ત દેવગતિ પ્રાયોગ્ય) ૨૯ના બંધકને પાંચે પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને ૯૩-૮૯ એ બે બે સત્તાસ્થાનકો હોય છે. તેમાં આહારકસંયતને ૯૩નું જ સત્તાસ્થાનક હોય છે, કારણ કે ૨૯ના બંધકને નિશ્ચયથી જિનનામ-આહારકનો સભાવ હોય છે. વૈક્રિય સંયતને તો બન્ને પણ સત્તાસ્થાનકો હોય છે. તે પ્રમાણે પ્રમત્ત સંયતને સર્વ ઉદયસ્થાનકો ને વિષે દરેકને ૪-૪ સત્તાસ્થાનકો પ્રાપ્ત થાય છે, તેથી સર્વ મળી (૫*૪) = ૨૦ સત્તાસ્થાનકો થાય છે.
ઇતિ પ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
( અથ અપ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ)
અપ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના ૪ બંધસ્થાનકના ૪ ભાંગા :- હવે અપ્રમત્ત સંયતના બંધાદિ કહે છે... અહીં ૨૮-૨૯-૩૦ અને ૩૧ એ ૪ બંધસ્થાનકો છે. તેમાં પ્રથમના બે પ્રમત્તની જેમ સમજવાં. તે જ ૨૮માં આહારકદ્ધિક સહિત ૩૦નું બંધસ્થાનક અને તીર્થકર આહારકદ્ધિક સહિત ૩૧નું બંધસ્થાનક થાય છે. એ ચારે પણ બંધસ્થાનકને વિષે ૧-૧ ભંગ થાય છે, કારણ કે અસ્થિર-અશુભ અને અપયશનો બંધ થતો નથી.
અપ્રમત્ત ગુણસ્થાનકે બે ઉદયસ્થાનકના ૧૪૮ ભાંગ :- ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાનકો છે. તેમાં જે કોઇ સંયત આત્મા આહારક કે વૈક્રિય શરીર વિકર્ણી તેની સર્વ પર્યાપ્તિ એ પર્યાપ્ત થઇ આ ગુણસ્થાનકે આવે તેને ૨૯નો ઉદય હોય છે. આ ઉદયનો એક વૈક્રિય આશ્રયી અને એક આહારક આશ્રયી એમ બે ભંગ હોય છે. (ઉદ્યોત સહિત) ૩૦ના ઉદયે પણ પૂર્વની જેમ બે ભંગ થાય છે. તથા સ્વભાવસ્થ પણ અપ્રમત્ત સંયતને ૩૦નો ઉદય હોય છે. અને અહીં ૧૪૪ ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૧૪૮ ભાંગા થાય છે.
અપ્રમત્ત ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનો હોય છે.
હવે સંવેધ કહે છે... ૨૮ના બંધકને બન્ને પણ ઉદયસ્થાનકને વિષે ૮૮નું એક-એક સત્તાસ્થાનક હોય છે. ર૯ના બંધકને પણ બન્ને ઉદયસ્થાનકને વિષે ૮૯નું એક-એક સત્તાસ્થાનક હોય છે. ૩૦ના બંધકને બન્ને ઉદયસ્થાનકને વિષે ૯૨નું સત્તાસ્થાન હોય છે. અને ૩૧ બંધકને બન્ને ઉદયસ્થાનકને વિષે ૯૩નું સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થકર અથવા આહારકની સત્તાવાળો નિશ્ચયથી તે બાંધે છે, તેથી એક એક બંધસ્થાનકે એક એક જ સત્તાસ્થાન હોય છે. સર્વ સંખ્યા ૮ સત્તાસ્થાન થાય છે.
ઇતિ અપ્રમત્ત ગણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
(અથ અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંર્વધ)
અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના ૫ બંધસ્થાનકના ૫ ભાંગા - હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના બંધાદિ કહે છે... અહીં ૨૮ થી ૩૧ સુધીના અને ૧નું એમ ૫ બંધસ્થાનક હોય છે. તેમાં પ્રથમના ૪ અપ્રમત્ત સંયતની જેમ જાણવાં. યશકીર્તિ એકનું બંધસ્થાનક દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદે હોય છે. તે આ પ્રમાણે આવે.
અપૂર્વકરણ ગુણસ્થાનકે એક ઉદયસ્થાનકના ૭૨ ભાંગ્ય :- અહીં ૩૦નું એક ઉદયસ્થાનક છે. અહીં પ્રથમ સંઘયણ, સંસ્થાન-૬, સ્વર-૨, વિહાયોગતિ-૨ (૬x૨૪ ૨) = ૨૪ ભાંગા થાય છે. અન્ય આચાર્યો કહે છે.. પ્રથમના ૩ સંઘયણમાંથી
૩૮૪ અહીં ટીકામાં ૯૩ લખ્યું છે પરંત ૮૯નું આવે, અને ૩૦ અને ૩૧ના બંધકની પંક્તિ ટીકામાં ભૂલાઇ ગયેલ છે. તે આ પ્રમાણે આવે. પોનનવતિઃ |
त्रिंशद्वन्धकस्यापि द्वयोरप्युदयस्थानयोरेकैकं सत्तास्थानं - द्विनवतिः । एकत्रिंशद्वन्धकस्यापि द्वयोरप्युदयस्थानयोरेकैकं सत्तास्थान -
Jain Education Interational
For Personal Private Use Only
www.jainelibrary.org