________________
સત્તાપ્રકરણ
૨૬૭
અથ દેશવિરતિ મણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધા
દેશવિરતિ ગુણસ્થાનકે નામકર્મના બે બંધસ્થાનકના ૧૬ ભાંગ :- હવે દેશવિરતિના બંધાદિ સ્થાનો કહે છે.... દેશવિરતિના ૨૮ અને ૨૯ એ બે બંધસ્થાનક છે. ૨૮ના બંધે ૮ ભાંગા :- તેમાં ૨૮નું બંધસ્થાનક દેશવિરતિવાળા મનુષ્ય - તિર્યંચ પંચેન્દ્રિયને*દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં જાણવું. ત્યાં ૮ ભાંગા થાય છે. ૨૯ના બંધે ૮ ભાંગા :- તે જ તીર્થકર સહિત ૨૯નું બંધસ્થાનક થાય છે, અને તે બંધસ્થાનક મનુષ્યને જ હોય છે. કારણ કે તિર્યંચને તીર્થકર નામકર્મના બંધનો અભાવ છે, અહીં પણ ૮ ભાંગા થાય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે ૬ ઉદયસ્થાનકના ૪૪૩ ભાંગા - ૬ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે... ૨૫-૨૭-૨૮-૨૯૩૦ અને ૩૧ છે. તેમાંથી પ્રથમના ૪ ઉદયસ્થાનકો વૈક્રિય તિર્યંચ- મનુષ્યોને હોય છે, અહીં સર્વ પદો શુભ હોવાથી એક જ ભાંગો થાય છે. ૩૦નું ઉદયસ્થાનક સ્વભાવસ્થ તિર્યંચ - મનુષ્યોને હોય છે, અહીં ભાંગા ૧૪૪ થાય છે. અને તે ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુસ્વર - દુઃસ્વર અને શુભ-અશુભ વિહાયોગતિ વડે (૬ X ૬ X ૨ X ૨ = ૧૪૪) થાય છે. દુર્ભગ -અનાદય-અયશ : કીર્તિનો ઉદય ગુણપ્રત્યયથી થતો જ નથી તેથી તે આશ્રયી વિકલ્પો થતાં નથી. ૩૧નું ઉદયસ્થાન તિર્યંચોને હોય છે, ત્યાં પણ તે જ (૧૪૪) ભાંગા હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ જ સત્તાસ્થાનકો છે. ત્યાં જે અપ્રમત્ત અથવા અપૂર્વકરણે તીર્થકર આહારકનામકર્મ બાંધીને પરિણામનો હ્રાસ થવાથી દેશવિરતિ થાય તેને ૯૩નું સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાનકોનો વિચાર અવિરતિ સમ્યગદષ્ટિની જેમ જ સમજવો.
હવે સંવેધ કહે છે.... ૨૮ના બંધે ૬ ઉદયસ્થાનકો ૨ (૧૨) સત્તાસ્થાનકો :- (દેવગતિ પ્રાયોગ્ય) ૨૮ના બંધક દેશવિરતિ મનુષ્યને પાંચ ઉદયસ્થાનકો હોય છે... તે આ પ્રમાણે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ આ દરેક ઉદયસ્થાનકે બે-બે સત્તાસ્થાનકો છે... ૯૨ અને ૮૮ છે. એ પ્રમાણે (દશવિરતિ) તિર્યંચને પણ હોય છે, વિશેષ તેને ૩૧નું ઉદયસ્થાનક પણ કહેવું, ત્યાં પણ તે જ બે સત્તાસ્થાનકો કહેવાં.
૨૯ના બંધે ૫ ઉદયસ્થાનકો ૨(૧૦) સત્તાસ્થાનકો :- (તીર્થંકર નામ યુક્ત દેવગતિ પ્રાયોગ્ય) ૨૯નો બંધક દેશવિરતિ મનુષ્ય જ હોય છે. તેમાં પણ ઉપર મનુષ્યને જે અને જે રીતે ૫ ઉદયસ્થાનકો કહ્યાં તે જ ૫ ઉદયસ્થાનકો હોય છે. તે દરેકના બે-બે સત્તાસ્થાનકો... ૯૩ અને ૮૯ છે. આ રીતે દેશવિરતિને ૨૫ આદિથી ૩૦ સુધીના ૫ ઉદયસ્થાનમાં ૪-૪ સત્તાસ્થાનકો (૫ X૪ = ૨૦) અને ૩૧ ના ઉદયસ્થાનમાં બે સત્તાસ્થાન સર્વસંખ્યા ૨૨ સત્તાસ્થાનક હોય છે.
ઇતિ દેશવિરતિ ગણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
(અથ પ્રમત્ત ગણાસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકોના સંવેધ)
પ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બે બંધસ્થાનકના ૧૬ ભાંગા - હવે પ્રમત્ત ગુણસ્થાનકે બંધાદિ સ્થાનકો કહે છે.... ત્યાં પ્રમત્ત ગુણસ્થાનકે બે બંધસ્થાનકો છે. ૨૮ અને ૨૯ છે, અને તે દેશવિરતિની જેમ જ વિચારવા. ( વિશેષ આ અને હવે પછીના ગુણસ્થાનકો સંયત મનુષ્યને જ હોય છે.)
પ્રમત્ત ગુણસ્થાનકે ૫ ઉદયસ્થાનકના ૧૫૮ ભાંગા :- ૫ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે ... ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ છે. આ સર્વે પણ ઉદયસ્થાનકો આહારક સંયત અને વૈક્રિય સંયતને જાણવાં. ૩૦નું ઉદયસ્થાન સ્વભાવસ્થ સંયતને પણ હોય છે. તેમાં વૈક્રિય સંયત અને આહારક સંયતના ૨૫ અને ૨૭ના ઉદયે એક-એક ભાગો હોય છે. ૨૮ અને ૨૯ના ઉદયે બે બે ભાંગા હોય છે. અને ૩૦ના ઉદયે એક ભંગ હોય છે. (એટલે વૈક્રિય સંયતના ૭ અને આહારક સંયતના -૭ =) કુલ સર્વ ૩૮૨ આ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે, અને તે પણ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તિર્યંચને ઉપશમ કે ક્ષયોપશમ
સમ્યકત્વ હોય છે. સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. ૩૮૩ વક્રિય મનુષ્યને પોતાના ચારે ઉદયસ્થાનમાં એક-એક ભંગ થાય છે, કેમ કે તેને અહીંઉદ્યોતાનો ઉદય હોતો નથી. વક્રિય તિર્યંચને પોતાના શરૂઆતના
બે ઉદયસ્થાનમાં એક-એક, અને ત્રીજા અને ચોથા ઉદયસ્થાનમાં બે-બે ભંગ થાય છે કેમ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેઓને ઉદ્યોતના ઉદયનો પણ સંભવ છે. સર્વ પદો શુભ હોવાથી અધિક ભંગ થતા નથી, તથા ૩૦ના ઉદયનો વૈક્રિય - તિર્યંચનો એક ભંગ થાય છે એટલે અહીં વેક્રિય મનુષ્યના-૪, અને વૈક્રિય તિર્યંચના - ૭ ભંગ થાય છે.
હોતો નથી. વૈદિક
થાય છે કેમ કે
રિપૂર્ણ થયા પછી તેઓના શરૂઆતના
મગ થતા નથી, તો
યા, તથા ૩૦ના ઉદયની
વે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org