________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
તિર્યંચમાં વેદક સમ્યગ્દષ્ટિપણું°૨૨ની સત્તાવાળા (અસંખ્ય વર્ષના આયુષ્યવાળા) તિર્યંચને આશ્રયી જાણવું. ૨૮-૨૯ના ઉદયે ૧૧૯૩ - ૧૭૬૯ ભાંગા :- ૨૮ અને ૨૯નો ઉદય નારકી - તિર્યંચ મનુષ્ય અને દેવોને હોય છે. ૩૦ના ઉદયે ૨૮૯૬ ભાંગ :- ૩૦ નો ઉદય તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય અને દેવોને હોય છે. ૩૧ના ઉદયે ૧૧પર ભાંગા :- ૩૧નો ઉદય તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. અહીં (દરેક ઉદયસ્થાનના) ભાંગા પોત પોતાના સર્વે પણ સામાન્ય ઉદયસ્થાનમાં જે કહ્યાં છે તે) જાણવાં.
અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- અહીં ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો હોય છે. તેમાં જે અપ્રમત્ત કે અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તતાં આત્મા તીર્થંકર અને આહારકદ્ધિક સહિત ૩૧ પ્રકૃતિ બાંધી ત્યાંથી પડી અવિરતિ સમ્યગુદષ્ટિ થાય અથવા મરણ પામી દેવ થાય તે આશ્રયી ૯૩નું સત્તાસ્થાન હોય છે. જે આહારકદ્ધિક બાંધીને પરિણામના પરાવર્તન વડે પડી મિથ્યાત્વે જઇ ચારમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થાય, ત્યાં જઇ ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તે જીવને આશ્રયી ૯૨નું, માત્ર દેવ અને મનુષ્યમાં 'મિથ્યાત્વ નહીં પ્રાપ્ત કરનારને પણ ૯૨નું સત્તાસ્થાન હોય છે. ૮૯નું સત્તાસ્થાન અવિરતિ સમ્યગુદષ્ટિ દેવ-નારકી અને મનુષ્યોને હોય છે. કારણ કે તે ત્રણે પણ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. તિર્યંચમાં તીર્થકર નામકર્મની સત્તાવાળો પણ ઉત્પન્ન થતો નથી, તેથી તિર્યંચને ગ્રહણ કર્યા નથી. ૮૮નું સત્તાસ્થાન (સામાન્યથી) ચાર ગતિવાળા અવિરતિ સમ્યગુદષ્ટિઓને હોય છે.
હવે સંવેધ કહે છે..... ૨૮ના બંધે ૮ ઉદયસ્થાનકો-૨(૧૯) સત્તાસ્થાનકો - તેમાં અવિરતિ સમ્યગુદષ્ટિવાળા ૨૮ના બંધકને ૮ ઉદયસ્થાનકો હોય છે, અને તે તિર્યંચ - મનુષ્યોને આશ્રયી હોય છે. તેમાં પણ ૨૫ - ૨૭ના ઉદયવાળા વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને આશ્રયી એક -એક ઉદયસ્થાને પોતાના ૯૨-૮૮ બે-બે સત્તાસ્થાનો હોય છે.
૨૯ના બંધે ૭ ઉદયસ્થાનકો-૪ (૨૬-૨૪) સત્તાસ્થાનકો :- ૨૯નો બંધ દેવગતિ પ્રાયોગ્ય અને નરગતિ પ્રાયોગ્ય છે.... તેમાં દેવગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ જિનનામ સહિત છે, અને તે મનુષ્યો જ બાંધે છે. તેના ઉદયસ્થાનકો -૭ છે...તે આ પ્રમાણે ૨૧-૨૫ આદિથી (૨૬-૨૭-૨૮-૨૯) ૩૦ સુધીના હોય છે. ૩૧નો ઉદય મનુષ્યોને સંભવે નહીં. એક-એક ઉદયસ્થાનકે ૯૩-૮૯ બે બે (૭ X ૨ = ૧૪) સત્તાસ્થાનકો હોય છે. ર૧-૨૬ના ઉદયે ૯૩નું મતાન્તરે હોય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ દેવો અને નારકીઓ બાંધે છે. તેમાં નારકીઓને પાંચ ઉદયસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે, ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ છે. દેવોને તે જ પાંચ ઉદયસ્થાનકો અને છ ૩૦નું ઉદયસ્થાનક હોય છે. અને તે (૩૦નું) ઉદ્યોતના વેદકવાળા દેવોને સમજવું. એક -એક ઉદયસ્થાનકે ૯૨ અને ૮૮ બે બે (૬ x ૨ = ૧૨)સત્તાસ્થાનકો હોય છે.
૩૦ના બંધે ૬ ઉદયસ્થાનકો - ૨ (૧૨) સત્તાસ્થાનકો - મનુષ્યગતિ પ્રાયોગ્ય (જિનનામ સહિત) ૩૦ પ્રકૃતિઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવો અને નારકીઓ બાંધે છે. તેમાં દેવોના ૬ ઉદયસ્થાનકો છે, અને તે હંમણાં જ (૨૯ના બંધના) કહ્યાં તે છે. તે પ્રત્યેકના ૯૩ અને ૮૯ એ બે -બે (૬ x ૨ = ૧૨) સત્તાસ્થાનકો છે. નારકીઓના પાંચ ઉદયસ્થાનકો છે, તે દરેકને ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થકર - આહારક સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે સામાન્યથી ૨૧ આદિથી ૩૦ સુધીના ઉદયસ્થાનકો વિષે દરેકના ૯૩-૯૨-૮૯-૮૮ એ ૪ સત્તાસ્થાનકો (૭૮૪ = ૨૮) ૩૧ ના ઉદયે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનકો હોય છે. સર્વસંખ્યા ૩૦ સત્તાસ્થાનકો હોય છે.
ઇતિ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
૩૮૦ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યકત્વમોહનીયનો ઘણો ભાગક્ષય કરી વૈમાનિક દેવ-૩નરક અને સંખ્યાત વર્ષના આયુવાળા
મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એટલે ચારે ગતિમાં ૨૨નું સત્તાસ્થાન હોય છે. ઉપરોક્ત પંક્તિથી એમ સમજાય છે કે સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચમાં કોઇપણ સમ્યકત્વ લઇ ઉત્પન્ન થાય નહીં એટલે તેઓને અપર્યાપ્તાવસ્થામાં કોઇ સમ્યકત્વ સંભવે નહીં પર્યાપ્ત થયા બાદ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે. નારકીમાં માત્ર ક્ષાયિક કે વેદક લઇને જાય. ત્યાં ક્ષાયા પથમિક કે ઉપશમ ઉત્પન્ન કરી શકે, દેવગતિમાં ગમે તે સમ્યકત્વ લઇને જાય. તેમાં ઉપશમ સમ્યકત્વ ઉપશમશ્રેણિને લઇને જાય તો હોય છે. મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિક કે લાયોપથમિક એ બે જ
સમ્યકત્વ હોય છે, ઉપશમ હોતું નથી. ૩૮૧ કારણ કે મનુષ્ય તો ઉપશમશ્રેણિ પરથી પડતો પડતો અવિરતિ ગુણસ્થાનકે આવે છે, અને શ્રેણિમાં કાળ કરી સમ્યકત્વ યુક્ત વૈમાનિક દેવમાં ઉત્પન્ન
થાય છે, એટલે સમ્યકત્વથી નહિ પડનાર મનુષ્ય અને દેવને ૯રનું સત્તાસ્થાન ઘટી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org