________________
સત્તાપ્રકરણ
અથ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનના સંવેધ
અવિરત સમ્યગ્દષ્ટિ ગુશસ્થાનકે નામકર્મના ૩ બંધસ્થાનકોના ૩૨ ભાંગા ઃ- હવે અવિરત સમ્યગદૃષ્ટિના બંધઉદય સત્તાસ્થાનકો કહે છે. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૨૮-૨૯ અને ૩૦ એમ ૩ બંધસ્થાનકો છે. ૨૮ના બંધ ૮ ભાંગા :- તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોને દેવગતિ પ્રાોગ્ય બંધ કરતાં ૨૮નું બંધસ્થાનક હોય છે. અહીં ૮ ભાંગા થાય છે. કારણ કે તેઓ બાકી ગતિ પ્રાર્યોગ્ય બાંધતાં નથી, તેથી નરકગતિ પ્રાોગ્ય ૨૮નો બંધ પ્રાપ્ત થાય નહીં. ૨૯ના બંધ ૧૬ ભાંગા :- મનુષ્યોને જિનનામ સહિત દેવગતિ પ્રાર્થોગ્ય બંધ કરતાં ૨૯નું બંધસ્થાનક હોય છે. અહીં પણ ૮ ભાંગા થાય છે. દેવ-ના૨કોને મનુષ્યગતિ બંધ કરતાં ૨૯નું બંધસ્થાનક હોય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે. ૩૦ના બંધ ૮ ભાંગા :- તેઓને જ (દેવ-નારકોને) જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૩૦નું બંધસ્થાનક હોય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે.
અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકોના ૭૬૬૧ ભાંગા ઃ- ૮ ઉદયસ્થાનકો .... ૨૧, ૨૫ આદિથી (૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦) ૩૧ સુધીના હોય છે. ૨૧ ના ઉદયે ૨૫ ભાંગા ઃ- તેમાં ૨૧ નો ઉદય નારકી - તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય અને દેવોને આશ્રયીને હોય છે. કારણ કે પૂર્વ બદ્ધાયુ જ્ઞાયિક સમ્યગ્દષ્ટિ ઉપ૨ોક્ત સર્વ (ગતિ)ને વિષે ઉત્પત્તિનો સંભવ છે. અવિરત સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તનામકર્મના (ઉંદયવાળા) ઉત્પન્ન થતા નથી. તેથી અપર્યાપ્તાના ઉદયવાળા સિવાયના સર્વે પણ ભાંગા જાણવાં, અને તે ૨૫ છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયો- મનુષ્યો અને દેવોને આશ્રયીને દરેકના ૮ ભાંગા, (૮ X ૩=૨૪) અને નારીઓને આશ્રયી-૧ભાંગો થાય છે.(૨૪ ૧ ૨૫)
+
૨૬૫
૨૫-૨૭ના ઉદય ૨૫-૨૫ માંગા :- ૨૫-૨૭નો ઉદય દેવો-નારકીઓ અને વૈયિ તિર્યંચ - મનુષ્યોને આશ્રયી સમજવા. તેમાં નારકી ક્ષાધિક કે વેદક (ર્યાપશમ) સમ્યગ્દૃષ્ટિ હોય છે, દેવી ત્રણે પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અને સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે...... ‘‘પળવીસસત્તાવીસોવયા વેવનેર વેવિયતિરિમનુ ય પડુત્ત્વ, ખેરના લાવેય સમ્માદી ટેવો તિવિજ્ઞસદ્દિદી વિન્નિ'' એટેલે કે ૨૫ અને ૨૭નો ઉદય દેવો અને નારકીઓ આશ્રયી હોય છે, તેમ જ ઉત્તર વૈયિ તિર્યંચ અને મનુષ્ય આશ્રયી હોય છે. તેમાં નારકી જ્ઞાયિક અને વૈદક સમ્યગ્દષ્ટિ હોય છે, અને દેવો ત્રી પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અહીં ભાંગાઓ પોત પોતાના સર્વ જાણવાં. શતક બૃહત્ ચૂર્ણિ અનુસા૨ે તો દેવોને પણ બે પ્રકારે જ સમ્યગ્દૃષ્ટિ ગ્રહણ કર્યા છે. તેઓ અપર્યાપ્તાવસ્થામાં ઔપામિક સમ્યક્ત્વનો નિષેધ કર્યો છે. તથા ત્યાં કહ્યું છે કે..... ‘“ગો વસમ્મનિકી સમસેડી ાનું એ સૌ પતન ચૈત્ર સમ્મતનુંન જીવવાવનિયા છોકુળ સમ્મત્તયોને વેફ તેજ ન સમસમી અપત્તનો તમફત્તિ ।'' અર્થ : જો ઓપમિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણિમાં કાલ કરે તો તે દેવલોકના પ્રથમ સમયે જ સમ્યક્ત્વ પુંજને ઉદયાવલિકામાં નાંખીને સમ્યક્ત્વ પુદ્ગલોને ભોગવે છે તેથી ઉપશમ સમ્યગ્દષ્ટિ અપર્યાપ્ત મલતો નથી .અહીં તત્વ કેવલી ગમ્ય.
૩૭૯
૨૬ના ઉદયે ૫૭૬ ભાંગા :- ૨૬નો ઉદય ક્ષાયિક અને વેદક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોને હોય છે, ઔપશમિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી, તેથી ત્રણે પ્રકારના સમ્યક્ત્વીઓને હોય છે એ પ્રમાણે કહ્યું નથી.
૩૭૮
આ ગુણસ્થાનક ચારે ગતિના જીવોને કરણ અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં નવું સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ સમ્યક્ત્વ લઇને ચારે ગતિમાં જઇ આવી શકે છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનકે વર્તતાં દેવો અને ના૨કીઓ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯, અને જિનનામ સાથે ૩૦ બાંધે છે. મનુષ્યો દેવગતિ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સાથે ૨૯ બાંધે છે, તિર્યંચો ફક્ત ૨૮ જ બાંધે છે. ચારે ગતિના આત્માઓ પોત-પોતાના ઉદયે વર્તતાં સ્વયોગ્ય ઉપરોક્ત બંધસ્થાન બાંધે છે. સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯-૮૮ એ ચા૨ હોય છે. દેવગતિમાં - ચારે, નરકગતિમાં ૯૩ સિવાય-૩, મનુષ્યગતિમાં-૪, અને તિર્યંચગતિમાં ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન હોય છે.
૩૭૯ બંધ કે ઉદયમાં વિરોધી પ્રકૃતિઓ હોવાને લીધે ભાંગા ઉત્પન્ન થાય છે. અહીં દરેક ગતિમાં કયા કયા ઉદયસ્થાન હોય છે, અને તેમાં અનુક્રમે કઇ કઇ પ્રકૃતિઓ ભળે છે, તથા તેમાં કઇ કઇ વિરોધી પ્રકૃતિ હોય છે તેનો ખ્યાલ રાખી ભાંગાઓ ઉત્પન્ન કરવાના હોય છે. કઇ પ્રકૃતિનો ક્યાં સુધી ઉદય હોય તે ખાસ યાદ રાખવું જોઇએ. અહીં ઉદયમાં ૬ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અપયશ, બે વિહાયોગતિ અને બે સ્વર, આટલી પ્રકૃતિઓને ભંગ ઉત્પન્ન કરવા માટે ફેરવવાની હોય છે. તેમાં છેલ્લા ત્રણ સંઘયણનો ઉદય ૭મા સુધી, ૨જા અને ૩જાનો ઉદય ૧૧મા સુધી અને પહેલાનો ઉદય ૧૩મા સુધી હોય છે. છએ સંસ્થાનનો ઉદય ૧૩મા સુધી હોય છે. દુર્ભાગ, અનાદેય અને અપયશનો ઉદય ૪થા સુધી, અને સુભગ, આદેય અને યશનો ઉદય ૧૪મા સુધી હોય છે. બે વિહાયોગતિ અને બે સ્વરનો ઉદય ૧૩મા સુધી હોય છે. ગુણસ્થાનકમાં ઉદયના ભંગ ઉત્પન્ન કરવા માટે આ હકીકત યાદ રાખવી. તથા ૨૧-૨૫-૨૭ના ઉદયસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યતઃ સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અપયશ, એ પ્રકૃતિઓ હોય છે. ૨૬ના ઉદયમાં ઉપરોક્ત પ્રકૃતિમાં છ સંઘયણ અને છ સંસ્થાન વધે છે. ૨૮ના ઉદયમાં બે વિહાયોગતિ ભળે છે, ૨૯ના ઉદયમાં વિરોધી પ્રકૃતિ કોઇ વધતી નથી. ૩૦ના ઉદયમાં બે સ્વર વધે છે. ૩૧ના ઉદયમાં ૩૦ના ઉદય પ્રમાણે જ વિરોધી પ્રકૃતિઓ હોય છે. માત્ર દેવોના પોતાના દરેક ઉદયમાં સૌભાગ્ય – દુર્ભાગ્ય, આદેય - અનાદેય અને યશ -અપયશ જ વિરોધી પ્રકૃતિઓ તરીકે હોય છે, અન્ય કોઇ હોતી નથી. અને નારકીઓમાં તો તમામ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. આ હકીકત ખ્યાલમાં રાખી દરેક ગુણસ્થાનકે રહેલા
ઉદયસ્થાનના ભાંગાઓ સ્વયમેવ વિચારી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org