________________
સત્તાપ્રકરણ
૨૬૯
કોઇપણ એક સંઘયણ સહિત પણ ઉપશમશ્રેણિ સ્વીકારે છે. તેઓના મતે ૭૨ ભાંગા થાય છે. એ પ્રમાણે અનિવૃત્તિબાદ૨ - સૂક્ષ્મસંપ૨ાય અને ઉપશાંતમોહને વિષે પણ ભાંગા જાણવાં.
અપૂર્વકરણે ૪ સત્તાસ્થાનકો - અહીં ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો છે.
હવે સંવેધ કહે છે.... ૨૮-૨૯-૩૦ અને ૩૧ના બંધકને ૩૦ના ઉદયે વર્તતાં યથાક્રમે ૮૮-૮૯-૯૨ અને ૯૩નું સત્તાસ્થાનક છે. એક પ્રકારના બંધકને પણ ૩૦ના ઉદયે ચારે પણ સત્તાસ્થાનક છે. ૨૮-૨૯-૩૦ અને ૩૧ના બંધકોને દરેકને દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થતાં એક પ્રકારના બંધનો ભાવ હોય છે. અને ૨૮ આદિ બંધકોના યથાક્રમે ૮૮ આદિ સત્તાસ્થાનનો સદ્ભાવ હોવાથી એક પ્રકારના બંધકને ચારે પણ સત્તાસ્થાન હોય છે.
ઇતિ અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત - : ૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકો :અનિવૃત્તિબાદર ગુણસ્થાનકે એક બંધસ્થાનક એક ઉદયસ્થાનક-૮ સત્તાસ્થાનક ઃ- હવે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાનકે બંધાદિ સ્થાનો કહે છે.... અહીં યશ કીર્તિ નામનું એક બંધસ્થાનક છે. અને ૩૦ પ્રકૃતિના ઉદયરૂપ એક જ ઉદયસ્થાનક છે. સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫ એમ ૮ છે. તેમાં પ્રથમના ૪ ઉપશમશ્રેણિને આશ્રયીને હોય છે. અને ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી નામકર્મની ૧૩ પ્રકૃતિનો અક્ષય અર્થાત્ ક્ષય થયો હોતો નથી ત્યાં સુધી હોય છે, અને ક્ષય થયા પછી છેલ્લા ૪ સત્તાસ્થાનકી હોય છે. અહીં બંધ- ઉદય અને સત્તાસ્થાનના ભેદનો અભાવ હોવાથી સંવેધ સંભવતો નથી.
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે બંધાદિ સ્થાનકો અનિવૃત્તિબાદ૨ની જેમ જાણવાં. અહીંથી આગળ બંધનો અભાવ થાય છે. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૩૦ પ્રકૃતિના ઉદયરૂપ એક ઉદયસ્થાન છે. અને સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ છે. ક્ષીણકષાય ગુણસ્થાનકે ૩૦નું એક ઉદયસ્થાનક છે. અહીં ભાંગા -૨૪ જ થાય છે. કારણ કે ક્ષપકશ્રેણિની શરૂઆત પ્રથમ સંઘયણીને જ થાય છે. તેમાં પણ તીર્થંકરનામકર્મની સત્તાવાળાને ક્ષીણમોહ ગુણસ્થાનકે સર્વ સંસ્થાન આદિ શુભ જ હોય છે. સત્તાસ્થાનકો ૮૦-૭૯-૭૬ અને ૭૫ એ ૪ છે. તેમાં ૭૯ -૭૫ એ બે સત્તાસ્થાન તીર્થંકરનામની સત્તા વિનાના આત્માને હોય છે. ૮૦-૭૬ એ બે સત્તાસ્થાન તીર્થંકરનામની સત્તાવાળાને હોય છે.
ઇતિ ૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
-: અથ સયોગી-અયોગી ગુણસ્થાનકે નામકર્મના ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :સયોગી કેવલીને ૮ ઉદયસ્થાનકો ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. અહીં સામાન્યથી વિચારતાં વિસ્તારથી ફરી વિવરણ કરતાં નથી. અર્થાત્ આ આઠે ઉદયસ્થાનકનો અને તેના ભંગનો વિચા૨ સામાન્યથી નામકર્મના ઉદયસ્થાનકનો જ્યાં વિચાર કર્યો છે ત્યાં કર્યો છે માટે ત્યાંથી જોઇ લેવું. સત્તાસ્થાનકો ૪ છે... ૮૦-૭૬-૭૯ અને ૭૫ છે. હવે સંવેધ કહે છે... અને તે પૂર્વની જેમ છે.
...
અયોગી કેવલીના બે ઉદયસ્થાનક છે. ૯ અને ૮. તેમાં ૮નો ઉદય(સામાન્ય કેવલી) અતીર્થંક૨ અયોગીને હોય છે. અને ૯નો ઉદય તીર્થંક૨ અયોગીને હોય છે. ૬ સત્તાસ્થાનકો છે... ૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮. તેમાં ૮ના ઉદયે ૩ સત્તાસ્થાનકો.. ૭૯-૭૫ અને ૮ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનક દ્વિચરમ સમય સુધી પામે છે. ચરમ સમયે ૮નું સત્તાસ્થાનક છે. ૯ ના ઉદયે ૩ સત્તાસ્થાનકો. ૮૦-૭૬ અને ૯ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનક દ્વિચ૨મ સમય સુધી અને અન્ય સમયે ૯નું છે. તે પ્રમાણે ગુણસ્થાનક વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ વિસ્તારથી કહ્યાં.(યંત્ર નંબર ૫૫-૫૬ જુઓ)(અનુસંધાણ પે.-૨૮૦)
Jain Education International
ઇતિ સયોગી-અયોગી ગુણસ્થાનકે નામકર્મના ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ઇતિ નામકર્મના ગુણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org