________________
સત્તાપ્રકરણ
૨૬૧ ૨૫-૨૬ના બંધે ૯ ઉદયસ્થાનકો -૫ (૪૦) સત્તાસ્થાનકો - આ જ પ્રમાણે ૨૫ અને ૨૬ના બંધક માટે પણ કહેવું ફક્ત અહીં દેવો પણ પોતાના સર્વ ઉદયસ્થાનકોને વિષે વર્તતાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ અને ૨૬“પ્રકૃતિઓનો બંધ કરે છે, એ વિશેષરૂપે સમજવું. વિશેષ ૨૫ના બંધે બાદર-પર્યાપ્ત-પ્રત્યેકના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, દુભર્ગ - અનાદેય યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે ૮ ભાંગા થાય છે, બાકીના થતાં નથી. કારણ કે સૂક્ષ્મ-સાધારણ - અપર્યાપ્તને વિષે દેવો ઉત્પન્ન થતાં નથી. ૨૫ અને ૨૬ના બંધે સત્તાસ્થાનની ભાવના પૂર્વ (૨૩ના બંધક) ની જેમ જાણવી. સર્વ સંખ્યા દરેક તબંધક) ના ૪૦ સત્તાસ્થાનકો થાય છે.(અહીં દેવોને પોતાના સર્વ ઉદયસ્થાનકોમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનક જ હોય છે, અન્ય કોઇ સત્તાસ્થાન હોતા નથી.)
૨૮ના બંધે ૨ ઉદયસ્થાનકો - ૪(૭) સત્તાસ્થાનકો - ૨૮ના બંધક મિથ્યાદષ્ટિને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાનક હોય છે. તેમાં ૩૦નું ઉદયસ્થાન તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્યોને આશ્રયીને અને ૩૧નું ઉદયસ્થાન તિર્યંચ-પંચેન્દ્રિયોને હોય છે. સત્તાસ્થાનકો ૪ છે.... ૯૨-૮૯-૮૮ અને ૮૬ છે. તેમાં ૩૦ના ઉદયે ચારે પણ સત્તાસ્થાનકો હોય છે, તેમાં પણ ૮૯નું સત્તાસ્થાન (પૂર્વ બાંધેલ નરકાયુષ્ય) જિનનામ બાંધેલ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ જીવને પરિણામ ફેરફાર થવાથી મિથ્યાત્વે ગયેલો નરકાભિમુખ થયેલાને તદ્યોગ્ય ૨૮નો બંધક જાણવો. બાકીના ૩ સત્તાસ્થાનકો તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૩૧ના ઉદયે ૮૯ સિવાયના ૩ સત્તાસ્થાનકો, ૮૯નું તો જિનનામ સહિત હોવાથી તિર્યંચને સંભવતું નથી. સર્વ સંખ્યા ૨૮ના બંધસ્થાનકે ૭ સત્તાસ્થાનકો છે.
૨૯ના બંધે ૯ ઉદયસ્થાનકો - ૬ (૪૫) સત્તાસ્થાનકો - દેવગતિ પ્રાયોગ્ય વર્જી બાકીના વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં મિથ્યાષ્ટિને સામાન્યથી પૂર્વ કહેલ નવે પણ ઉદયસ્થાનકો હોય છે. અને સત્તાસ્થાનકો ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮૬ એ ૬ છે. તેમાં ૨૧ના ઉદયે સર્વે પણ ૬ સત્તાસ્થાનકો પ્રાપ્ત થાય છે. તેમાં પણ ૮૯નું સત્તાસ્થાનક તીર્થંકરનામ બાંધેલ મિથ્યાત્વે ગયેલ નારકીને આશ્રયીને જાણવું. ૯૨ અને ૮૮નું સત્તાસ્થાનક દેવ-નારકી-મનુષ્ય-વિશ્લેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય એકેન્દ્રિયને આશ્રયીને હોય છે. ૮૬ અને ૮૦°°નું સત્તાસ્થાનક વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય-મનુષ્ય અને એકેન્દ્રિયોને આશ્રયીને હોય છે. ૭૮નું સત્તાસ્થાન એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને હોય છે.
- ર૪ના ઉદયે ૮૯ સિવાયના ૫ સત્તાસ્થાનકો હોય છે. અને તે એકેન્દ્રિયોને આશ્રયીને જાણવું. બીજાને ૨૪ના ઉદયનો અભાવ છે. ૨૫ના ઉદયે પણ ૬ સત્તાસ્થાનકો જે પ્રમાણે ૨૧ના ઉદયે વિચાર્યા તેમ અહીં પણ વિચારવાં. ર૬ના ઉદયે ૮૯ સિવાયના ૫ સત્તાસ્થાનકો પૂર્વની જેમ સમજવાં. અને ૮૯નું સત્તાસ્થાન નરકને વિષે ઉત્પન્ન થવામાં સંભવે છે, અને નારકીને ૨૬નો ઉદય હોતો નથી.
૨૭ના ઉદયે ૭૮ સિવાયના ૫ સત્તાસ્થાનકો હોય છે. તેમાં પૂર્વ કહેલ સ્વરૂપવાળા નારકીને આશ્રયીને ૮૯નું સત્તાસ્થાન હોય છે. ૯૨ અને ૮૮નું સત્તાસ્થાન દેવ-નારકી-મનુષ્ય-વિશ્લેજિય-તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને જાણવું. ૮૬ અને ૮૦નું સત્તાસ્થાન એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને આશ્રયીને હોય છે. ૭૮નું સત્તાસ્થાન તો સંભવે જ નહીં, કારણ કે ૨૭નો ઉદય તેઉવાઉ સિવાયના આતપ કે ઉદ્યોતના ઉદયવાળા નારકી(એકેન્દ્રિય-દેવો) આદિને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધનો સંભવ છે તેથી ૭૮નું સત્તાસ્થાન સંભવતું નથી. ૨૮ના ઉદયે પણ આ જ ૫ સત્તાસ્થાનકો જાણવાં. તેમાં ૮૯-૯૨ અને ૮૮ના સત્તાસ્થાનકની ભાવના પૂર્વની જેમ કરવી.(એટલે કે દેવોને ૯૨-૮૮ એ બે, નારકીને ૯૨-૮૯-૮૮
૩૬૫ અહીંટીકામાં “પવિંશત્તિ" એ નથી પરંતુ તે જરૂરી છે. ૩૬૬ અહીં ટીકામાં “કુર્માનાવે” એ વધારે છે પરંતુ તે જરૂરી નથી. ૩૬૭ અહીંટીકામાં “સૂમસાધારણપણેy" છે તે બદલે “સૂમસાઘારણા આવે. ૩૬૮ અહીં બે જ ઉદયસ્થાન લીધાં છે તેથી ઉત્તર વૈક્રિય શરીરીની વિવક્ષા કરી નથી એમ લાગે છે. અાથા પૂર્વે ટીકામાં ૨૮ના બંધે ૨૫ અને ૨૭ના ઉદયે
વૈક્રિય શરીરી મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચો પણ લીધા છે તેથી તે અપેક્ષાએ અહીં ૨૫ અને ૨૭ આદિ પાંચ એમ છ ઉદયસ્થાનો સંભવી શકે છે. ૩૬૯ કોઇપણ તિર્યંચ કે મનુષ્ય યોગ્ય બંધ કરતાં મનુષ્યોને ૯૨-૮૮-૮૬-૮૦ એ ચાર સત્તાસ્થાનકો હોય છે. તિર્યંચને ૭૮ સાથે પાંચ હોય છે. નારકીને
તિર્યંચગતિ યોગ્ય બંધ કરતાં ૯૨-૮૮ એ બે અને મનુષ્ય યોગ્ય બંધ કરતાં ૮૯ સાથે ૩ સત્તા સ્થાનકો હોય છે. દેવને મનુષ્ય કે તિર્યંચ યોગ્ય બંધ કરતાં ૯૨-૮૮ એ બે હોય છે. કયા ભંગવાળા ક્યા ઉદયસ્થાનકે વર્તમાન ક્યા ભંગવાળું ક્યું બંધસ્થા ન બાંધે અને તે વખતે ક્યું સત્તાસ્થાન હોય તે પોતાની
બુદ્ધિથી વિચારી લેવું. ૩૭૦ અહીં ટીકામાં “પત્તિ' છે તેના બદલે “પત્તિશતિ' એ પ્રમાણે આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org