________________
સત્તાપ્રકરણ
૨૫૯
( -: અથ નામકર્મના ગણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ :- )
હવે નામકર્મને વિષે વિશેષ કહે છે...... ત્યાં નામકર્મના અવ્યક્ત બંધ-ઉદય-સત્તાસ્થાનો ના કથન પ્રસંગે ગુણસ્થાનકોમાં અને ગતિમાં બંધ-ઉદય - સત્તાસ્થાનો જો કે સામાન્યથી કહ્યાં છે. તો પણ જેઓ સામાન્યથી કહેલ વાતોને વિસ્તારથી જાણી શકતા નથી તેઓના બોધ માટે તે વિસ્તારથી કહેવાય છે.
(-: અથ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ :-)
મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના ૬ બંધસ્થાનકોના ૧૩૯૨૬ ભાંગા છે..... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ છે. ર૩ ના બંધે ૪ ભાંગા... તેમાં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં ૨૩નું બંધસ્થાનક, અને તે બાંધતાં બાદર અને સુક્ષ્મના પ્રત્યેક અને સાધારણ સાથે ૪ ભાંગા થાય છે. ૨૫ના બંધે ૨૫ ભાંગા.. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય, અપર્યાપ્ત બેઇન્દ્રિય- તે ઇન્દ્રિય- ચઉરિન્દ્રિય- પંચેન્દ્રિય - તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં ૨૫નું બંધસ્થાનક બંધાય છે. ત્યાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ કરતાં ૨૦ ભાંગા થાય છે. અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય બાંધતાં દરેકનો એક-એક ભાંગો થાય, તેથી સર્વસંખ્યા ૨૫ ભાંગા થાય છે.
૨૬ ના બંધે ૧૬ ભાંગા ..... પર્યાપ્ત એકેન્દ્રિય બાંધતાં ૨૬ બંધાય છે, અને તેને બાંધતાં ૧૬ ભાંગા થાય છે. ૨૮ના બંધે ૯ ભાંગા .... દેવગતિ પ્રાયોગ્ય અને નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮ પ્રકૃતિનો બંધ થાય છે. તેમાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ૮ ભાંગા થાય છે, તથા નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૧ ભાંગો થાય છે, સર્વસંખ્યા ૯ ભાંગા થાય છે.
૨૯ના બંધે ૯૨૪૦ ભાંગ...... પર્યાપ્ત બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય – તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં નામકર્મની ૨૯ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં પર્યાપ્ત બેન્દ્રિય - તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં દરેકના ૮-૮ ભાંગા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૪૬૦૮ ભાંગા થાય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં પણ તેટલાં જ (૪૬૦૮) ભાંગા થાય છે. સર્વસંખ્યા (૨૪ + ૪૬૦૮+ ૪૬૦૮) = ૯૨૪૦ ભાંગા થાય છે. તીર્થંકરનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાનક છે, તે મિથ્યાદષ્ટિને હોતું નથી.
૩૦ના બંધે ૪૬૩૨ ભાંગ...... પર્યાપ્ત બેઇન્દ્રિય-તેઇકિય-ચઉરિક્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં નામકર્મની ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય – ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ બાંધતાં દરેકના ૮-૮ ભાંગા થાય છે. અને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં ૪૬૦૮ ભાંગા થાય છે. સર્વ મલીને ૪૬૩૨ ભાંગા થાય છે. અને જે
૩૫૬ આ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિના બંધક એકેન્દ્રિયાદિ સર્વ તિર્યંચો અને મનુષ્યો છે. તેઓ ચારે ભાંગે ૨૩નો બંધ કરે છે. (યુગલિયા તિર્યંચ
અને મનુષ્યો માત્ર દેવગતિમાં જ જતા હોવાથી દેવગતિ યોગ્ય ૨૮ના બંધસ્થાનક સિવાય અન્ય કોઇ બંધસ્થાનક બાંધતાં નથી.) દેવો જો કે એકેન્દ્રિય
યોગ્ય બંધ કરે છે, પરંતુ પ્રત્યેક - બાદર - પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરે છે, સૂક્ષ્મ-સા ધારણ કે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતાં નથી. ૩૫૭ આ ૨૫ના બંધક પણ ૨૩ ના બંધકની જેમ જ સમજવાના છે. માત્ર પ્રત્યેક-બાદર-પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૫નો બંધ ઇશાન સુધીના દેવો કરે છે,
એટલે દેવો આશ્રયી પણ તે બંધસ્થાન લેવાનું છે. દેવો સ્થિર-શભ-યશ સાથે અસ્થિર- અશુભ અને અપયશને ફેરવતાં થતા ૮ ભાંગે એકેન્દ્રિય યોગ્ય
૨૫ પ્રકૃતિઓ બાંધે છે. મનુષ્ય અને તિર્યંચો તો યથાયોગ્ય રીતે ૨૫ ભાંગે ૨૫ બાંધે છે. . ૩૫૮ આ બંધસ્થાન બાદરપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય છે. કેમ કે સૂક્ષ્મ એકેન્દ્રિય યોગ્ય બાંધતાં આતાપ કે ઉદ્યોતનો બંધ થતો નથી. આ બંધસ્થાનકના બાંધનારા
એકેન્દ્રિય યોગ્ય ૨૫ના જે બાંધનારા કહ્યાં છે, તે સર્વ છે. ૩પ૯ દેવ - નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધક પર્યાપ્તાવસ્થામાં વર્તતાં ગર્ભજ મનુષ્ય - તિર્યંચો અને સંમૂર્શિમ તિર્યંચો છે, મિથ્યાત્વ ગુણસ્થાનકે
અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં તિર્યંચ અને મનુષ્યો દેવગતિ કે નરકગતિ યોગ્ય બંધ કરતાં નથી, માટે પર્યાપ્તાવસ્થા ગ્રહણ કરી છે. એકેન્દ્રિય કે
વિક્લેન્દ્રિયો તો નરક કે દેવગતિ પ્રાયોગ્ય બંધ જ કરતાં નથી. ૩૬૦ આ તિર્યંચ કે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ના બંધક ચારે ગતિના જીવો છે, ત્યારે ગતિના જીવો યથાયોગ્ય પણે તિર્યંચ કે મનુષ્યગતિ યોગ્ય ૨૯નો બંધ કરે
છે, માત્ર વિકેલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધનાર મનુષ્ય અને તિર્યંચો જ છે, દેવો કે નારકીઓ નહીં દેવો કે નારકીઓ માત્ર સંખ્યાત વર્ષના યુવાળા
પર્યાપ્ત - ગર્ભજ-તિર્યંચ કે પર્યાપ્ત ગર્ભજ મનુષ્યગતિ યોગ્ય જ બંધ કરે છે, અન્ય કોઇ યોગ્ય બંધ કરતાં નથી. ૩૬૧ ૨૩ આદિ બંધસ્થાનકોમાં ભંગ સંખ્યાને અનુક્રમે નિરૂપણ કરવા માટે અન્ય શાસ્ત્ર પ્રસિદ્ધ ગાથા આ પ્રમાણે છે... “પવીતા સોનસ, નવ રત્તાના
સવાય વાહ રજુત્તર છાયા સયસ મિસ વંશવિહી'' || ૮ બંધસ્થાનકના કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે. તેમાંથી જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ ભાંગા, જિનનામ સાથે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ ભાંગા, આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનક + એક ભાગો, આહારકદ્ધિક અને જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ના બંધનો એક ભાગો, અને યશકીર્તિરૂપ એક પ્રકૃતિના બંધનો એક ભાગો કુલ ૧૯ ભાંગા બાદ કરતાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ બંધસ્થાનકના (૪+૨૫ + ૧૬ +૯+૯૩૪૦ + ૪૬૩૨) = ૧૩૯૨૬ ભાંગા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org