________________
સત્તાપ્રકરણ
૨૫૭
તથા અવિરતિ સમ્યગ્દૃષ્ટિને ઔદારિક મિશ્રકાયયોગે વર્તતાં પુરુષવેદ એક જ યોગ હોય છે, પણ સ્ત્રીવેદ કે નપુંસકવેદ હોતા નથી, કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્ય તરીકે સ્ત્રીવેદ અને નપુંસકવેદમાં ઉત્પન્ન થવાનો અભાવ છે. અને આ હકીકત બાહુલ્યની અપેક્ષાએ કહી છે. કારણ કે મલ્લિનાથ આદિ માટે આ દોષ નથી. (માટે ૧૨૮ સંભવે નહિ પણ ફક્ત ૬૪ જ સંભવે) (તેથી સર્વમલીને ૨૫૬ ભાંગા અવિરતિ સમ્યગ્દષ્ટિને અસંભવે છે.) (ત્રણે યોગના ૩૨૦ ૦ાંગા સંભવે છે.)
તથા પ્રમત્તસંયતને આહારકકાયયોગ - આહારકમિશ્રયોગ અને અપ્રમત્તસંયતને આહારકકાયયોગમાં જે દરેક ઉદયસ્થાનના ૮ વિકલ્પો તે પણ સ્ત્રીવેદ રહતિને જાણવાં. કારણ કે આહા૨ક ૧૪ પૂર્વધરને જ હોય છે, અને સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનનો સંભવ નથી. અને આ સર્વે પણ ઉદયસ્થાનના વિકલ્પો ૪૪ છે. અને તેઓને વિષે કહેલ પ્રકા૨થી ૨-૨ જ વેદ પામે છે, તેથી દરેકના ૧૬ ભાંગા, તેથી ૪૪ને ૧૬ વડે ગુણવાથી ૭૦૪ ભાંગા થાય છે. તે સર્વને પૂર્વરાશિમાં ઉમેરવા.
તથા અવિરતિ સમ્યગ્દષ્ટિને ઔદારિક મિશ્ર જે ૮ના ઉદયસ્થાન વિકલ્પો પુરુષવેદ સહિત જ પ્રાપ્ત થાય છે. તિર્યંચ-મનુષ્યને વિષે સ્ત્રીવેદ-નપુંસકવેદી તરીખે અવિરતિસમ્યગ્દષ્ટિની ઉત્પત્તિનો અભાવ છે. અને આ એક વેદ વડે દરેકના ૮ જ પ્રાપ્ત થાય છે. તેથી ૮ને ૮ વડે ગુણાકાર કરીને પૂર્વની રાશિ ઉમેરવા. (૧૧૩૮૫+૨૦૧૬+ ૭૦૪+૬૪)=૧૪૧૬૯ ભાંગા મિથ્યાદૅષ્ટિ આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત સુધી ગુણસ્થાનકને વિષે યોગ વડે ગુણતાં ઉદયભંગ થાય છે.
૩૫૩
વળી દરેક ગુણસ્થાનકને વિષે આ પ્રમાણે છે.................. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયસ્થાન ભાંગા -૮ તે ૨૪ વડે ગુણવાથી ૧૯૨. તેમાં ૯ યોગો પૂર્વની જેમ, અને ૧૦ મો વૈક્રિયકાયયોગ. તે તે ૧૦ યોગ વડે ગુણવાથી ૧૯૨૦ ભાંગા થાય છે. તથા વૈક્રિયમિશ્રાદિ ૩ યોગમાં ૪ ચોવીસીને ૨૪ વડે ગુણવાથી ૯૬ થાય છે. તેને વૈક્રિયમિશ્રાદિ-૩ વડે ગુણવાથી ૨૮૮ થાય, તેને પૂર્વની રાશિ ૧૯૨૦માં ઉમેરવાથી ૨૨૦૮ ભાંગા થાય છે. સાસ્વાદને ૪ ભાંગાને ૨૪ વડે ગુણવાથી ૯૬ થાય છે, તેને ૧૨ યોગ વડે ગુણવાથી ૧૧૫૨ થાય છે. સાસ્વાદને વૈક્રિયમિશ્રયોગના ૪ ભાંગા, તેમાં નપુસંકવેદ નથી, તેથી દરેકને ૧૬ ભાંગા, તેને ૪ વડે ગુણવાથી ૬૪ થાય, તેને પૂર્વ૨ાશી(૧૧૫૨) માં ઉમેરવાથી ૧૨૧૬ ભાંગા થાય છે. એ પ્રમાણે મિશ્રાદિ ગુણસ્થાનક વિષે પૂર્વ કહેલ રીતથી જાણવું.
હવે યોગગુણિત પદ સંખ્યા કહે છે.... ત્યાં મિથ્યાદ્ગષ્ટિને ૬૮ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૮૮૪ પદ ચોવીસી થાય છે. સાસ્વાદને ૩૨ ધ્રુવપદ છે, તેને પણ ૧૩ યોગ વડે ગુણવાથી ૪૧૬ થાય છે. મિન્ને ૩૨ ધ્રુવપદ છે, તને ૧૦ યોગ વડે ગુણવાથી ૩૨૦ થાય છે. અવિરતસમ્યગ્દષ્ટિને ૬૦ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૭૮૦ થાય છે. દેશવિરતિને પર ધ્રુવપદ છે. તેને ૧૧ યોગ વડે ગુણવાથી ૫૭૨ થાય છે. પ્રમત્તસંયતને પણ ૪૪ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૫૭૨ થાય છે. અપ્રમત્ત સંયતને પણ ૪૪ ધ્રુવપદ છે, તેને ૧૧ યોગ વડે ગુણવાથી ૪૮૪ થાય છે. અપૂર્વકરણે ૨૦ ધ્રુવપદ છે, તેને ૯ યોગ વડે ગુણવાથી ૧૮૦ થાય છે. સર્વ સંખ્યા ૪૨૦૮ પદ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૧,૦૦,૯૯૨ પદભંગ થાય છે. તથા ૨ના ઉદયના ૨૪ ૫દ અને ૧ના ઉદયના ૫ પદ કુલ ૨૯ પદ (૯મા-૧૦માના ભેગા) થાય છે. તેને ૯ યોગ વડે ગુણવાથી ૨૬૧ ભાંગા થાય છે. તેને પૂર્વરાશિમાં ઉમેરવાથી ૧,૦૧,૨૫૩ પદભંગ થાય છે.
આ રાશિમાંથી અસંભવતાં પદો કાઢી નાખવાં જોઇએ. તેથી તે અસંભવતાં પદો બતાવે છે, તે આ પ્રમાણે છે.(મિથ્યાદૃષ્ટિને) અનંતાનુબંધિના ઉદય વિનાના ૭ના ઉદયે-૧, ૮નાઉદય-૨ અને ૯ના ઉદયે - ૧ ચોવીશી = સર્વ સંખ્યા (૭ + ૧૬ + ૯) = ૩૨ ધ્રુવપદો વૈક્રિય મિશ્રાદિ-૩ યોગે (વૈક્રિય મિશ્ર - ઔદારિક મિશ્ર - કાર્મણ કાયયોગે) સંભવે નહીં, કા૨ણ પૂર્વ કહ્યું છે, તેથી ૩૨ને ૩ વડે ગુણવાથી ૯૬ થાય, તેને ૨૪ વડે ગુણવાથી ૨૩૦૪ પદભંગ થાય છે. આટલા પદો મિથ્યાદષ્ટિને અસંભવે છે.
તથા વૈક્રિયમિશ્રકાયયોગે વર્તમાન સાસ્વાદન ગુણસ્થાનકવાળાને નપુંસકવેદનો ઉદય સંભવતો નથી. કારણ ભાંગા કહેવાના અવસરે પહેલાં કહી ગયા છે. નપુંસકવેદે ૮ ભાંગા થાય છે, તેને ૩૨ ધ્રુવપદ વડે ગુણવાથી ૨૫૬ ભાંગા થાય છે. એટલા પદો સાસ્વાદને સંભવતા નથી.
તથા અવિરત સમ્યગ્દૃષ્ટિ ગુણસ્થાનકે કાર્યણકાયયોગે અથવા વૈક્રિયમિશ્રકાર્ય સ્ત્રીવેદના ઉદયમાં ઉત્પન્ન ન થાય, ત્યાં ૬૦ ધ્રુવપદો હોય છે, સ્ત્રીવેદે (એક ચોવીસીમાંથી) ૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી ૬૦ ૩૫૪ ને ૮ વડે ગુણવાથી ૪૮૦ ભાંગા થાય છે. અને આટલાં ભાંગા કાર્યણકાયયોગે અને વૈક્રિયમિશ્રયોગે સંભવે નહીં તેથી ૯૬૦ ભાંગા અસંભવે છે. તથા ઔદારિકમિશ્રયોગે વર્તતાં અવિરતિ સમ્યગ્દષ્ટિને સ્ત્રી-નપુંસકવેદ ન હોય, અને તેના ૧૬ ભાંગા થાય છે. તેથી ૬૦ને ૧૬ વડે ગુણવાથી ૯૬૦ ભાંગા અસંભવે છે. સર્વસંખ્યા અવિરતિ સમ્યગ્દષ્ટિને ૧,૯૨૦ ભાંગા સંભવતા નથી.
૩૫૩ ગાથા -૩૫૩- ‘‘ચોદ્દાહ સહસ્સાનું સયં ય ગુજહત્તર જીવવમાનું ।'' ૩૫૪ અહીં ટીકામાં ‘‘અષ્ટષ્ટિક્ષ લખેલ છે પરંતુ ષષ્ટિઃ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainlibrary.org