________________
૨૫૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(- અથ ગુણસ્થાનક વિષે યોગથી ઉદયભંગ- ઉદયપદ સ્વરૂપ :-) હવે યોગ સાથે ગુણતાં ઉદયભંગ અને ઉદયપદોનો વિચાર કરે છે... અહીં મિથ્યાદૃષ્ટિ આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી પર ચોવીસી થાય છે. (૮ + ૪ + ૪ + ૮ + ૮ + ૮ + ૮ + ૪ = ૫ર x ૨૪ = ૧૨૪૮ ભાંગા) અને અનિવૃત્તિ બાદ૨ સંપાયે ૨ના ઉદયે -૧૨ ભાંગા અને ૧ ના ઉદયે ૫ ભાંગા, તે સર્વ મલીને - ૧૨૬૫ ભાંગા થાય છે.
ત્યાં વાકયોગ ચતુષ્ક, મનોયોગ ચતુષ્ક અને ઔદારિક કાયયોગ એ સર્વ(૯) પણ યોગ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનક વિષે સંભવે છે. તેથી પૂર્વ કહેલ (૧૨૬૫) ભાંગાને ૯ વડે ગુણવાથી ૧૧,૩૮૫ ઉદયભંગ થાય. તથા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વૈક્રિયકાયયોગે આઠે પણ ચોવીસી પ્રાપ્ત થાય છે. વૈક્રિયમિશ્ન - દારિકમિશ્ન અને કાર્યકાયયોગે દરેકને ૪-૪ ચોવીસી, કારણ કે ૭ના ઉદયે -૧, ૮ના ઉદયે-૨, અને ૯ના ઉદયે-૧ = ૪, અનંતાનુબંધિનો ઉદય રહિતને અહીં પ્રાપ્ત ન થાય. કારણ કે વેદક સમ્યગુદષ્ટિ = (hયોપશમ સમ્યગુદષ્ટિ) થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના કરીને પરિણામથી પાછા ફરીને મિથ્યાત્વે જઇને ફરી તે અનંતાનુબંધિને બાંધવાની શરૂઆત કરે છે, તે જ મિથ્યાદષ્ટિને બંધાવલિકા માત્ર કાલ સુધી અનંતાનુબંધિનો ઉદય પ્રાપ્ત ન થાય, અને અનંતાનુબંધિની વિસંયોજના કરીને ફરી પણ મિથ્યાત્વ પામેલાને જઘન્યથી પણ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય છે, અનંતાનુબંધિ ઉદય રહિત મિથ્યાદષ્ટિ કાલ કરતો નથી.
તેથી વિગ્રહગતિમાં વર્તતાં અને ભવાંતરમાં ઉત્પન્ન થતાં મિથ્યાદષ્ટિને અનંતાનુબંધિ ઉદય રહિત ઉદયના વિકલ્પો પ્રાપ્ત થતાં નથી. અને અહીં કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં (અને ઉત્પત્તિના પ્રથમ સમયે) હોય છે. અને ઔદારિક મિશ્ર કેય મિશ્રકાયયોગ ભવાંતરમાં ઉત્પન્ન થતાં (જીવને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં) હોય છે.
અને અહીં વૈક્રિયમિશ્ર કાયયોગે ભવાન્તરે ઉત્પન્ન થતાં જે કહ્યો છે, તે બહુલતાની અપેક્ષાએ કહ્યો છે. (કેમ કે દરેક દેવ-નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય મિશ્રયોગ હોય છે.) જો એમ ન હોય તો મિથ્યાદષ્ટિ મનુષ્ય - તિર્યંચોને પણ વૈક્રિય શરીર કરતાં વૈક્રિયમિશ્ર હોય છે જ. પરંતુ સપ્તતિકાના ચૂર્ણિકારે તેની વિરક્ષા કરી નથી. તેથી કામણકાયયોગાદિમાં દરેકને ૪ ચોવીસી અનંતાનુબંધિ ઉદય રહિત ન પામે.(તેથી ૧૨ x ૨૪ = ૨૮૮ ભાંગા મિથ્યાદૃષ્ટિને સંભવે નહીં.)
તથા સાસ્વાદનને કાર્મણ કાયયોગે - વૈક્રિય કાયયોગે અને ઔદારિક મિશ્રકાયયોગે દરેકને ૪ ચોવીસી થાય. મિશ્ર વૈક્રિયકાયયોગે ૪ ચોવીસી થાય. અવિરતસમ્યગુદષ્ટિને વૈક્રિયકાયયોગે ૮ ચોવીસી હોય છે. દેશવિરતિને વૈક્રિય અને વૈક્રિયમિશ્ર કાયયોગે દરેકને ૮-૮ ચોવીસી હોય છે. પ્રમત્ત સંયતને પણ વૈક્રિય અને વૈક્રિયમિશ્રકાયયોગે દરેકને ૮-૮ ચોવીસી હોય છે. અપ્રમત્તને વૈક્રિયકાયયોગે ૮ ચોવીસી હોય છે. સર્વમલીને ૮૪ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૨૦૧૬ થાય છે. અને તેને પૂર્વરાશિમાં(૧૧૩૮૫)ઉમેરવી.
તથા સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં જે ૪ ચોવીસીના ઉદયસ્થાન વિકલ્પો :-૭ના ઉદયે-૧, ૮ના ઉદયે - ૨ અને ૯ના ઉદયે ૧ ચોવીસી હોય છે. અહીં નપુંસકવેદ હોય નહીં, કારણ કે વૈક્રિય મિશ્રકાયયોગને વિષે નપુંસકવેદ અને નરકમાં સાસ્વાદનીના ઉત્પન્નનો અભાવ છે. ૫૧
તથા અવિરતિ સમ્યગુદષ્ટિને વૈક્રિયમિશ્રકાયયોગે અને કાર્મણકાયયોગે દરેકના ૮-૮ ઉદયસ્થાન વિકલ્પો છે, તેમાં સ્ત્રીવેદ ન પામે કારણ કે વૈક્રિયકાયયોગે વિષે અવિરતિ સમ્યગ્દષ્ટિ સ્ત્રીવેદને વિષે ઉત્પન્નનો અભાવ છે."
આ હકીકત પ્રાયોવૃત્તિ = બહુલતાની અપેક્ષાએ કહી છે, નહીં તો કોઇ વખત સ્ત્રીવેદને વિષે પણ તેની (અવિરતિ સમ્યગુદૃષ્ટિની)ઉત્પત્તિ થાય છે. અને સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે.... “ક્રાફ દોઝ રિલેસુ વિ રિ” = “કોઇ વખત સ્ત્રીવેદમાં અવિરતિ સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકવાળાની ઉત્પત્તિ થાય પણ ખરી.” તેથી૮ ચોવીસીના ૧૯૨ ભાગમાંથી સ્ત્રીવેદના ઉદયથી થતાં ત્રીજા ભાગના ૬૪ ભાંગા કાર્મણકાયયોગને અને ૬૪ ભાંગા વૈક્રિયમિશ્રયોગ હોતા નથી, સર્વ મલીને ૧૨૮ ભાંગા સંભવતા નથી.(પરંતુ બન્ને યોગના કુલ ૨૫૬ સંભવે.) ૬૪ ભાંગા સંભવે
૩૫૧ અહીં વૈક્રિયમિશ્ર દેવ અને નારકીને હોય છે. સાસ્વાદન ગુણસ્થાનક લઇને દેવમાં જ ઉત્પન્ન થાય છે, નારકીમાં ઉત્પન્ન થતો નથી. દેવો પુરુષવેદી
અને સ્ત્રીવેદી હોય છે, પરંતુ નપુંસકવેદી હોતા નથી. માટે સાસ્વાદન ગુણસ્થાનકે થતી ચાર ચોવીસીના ૯૬ ભાગમાંથી નપુંસકવેદના ઉદયવાળા
૩૨ ભાંગ સંભવતા નથી ૬૪ ભાંગા સંભવે. ૩૫ર સમ્યકત્વયુક્ત મનુષ્ય અને તિર્યંચને નરકમાં જતાં માત્ર નપુંસકવેદનો ઉદય હોય છે, અને દેવમાં જતાં પુરુષવેદનો જ ઉદય હોય છે, પરંતુ સ્ત્રીવેદનો
ઉદય હોતો નથી. એટલે અવિરતિસમ્યગુદષ્ટિને સ્ત્રીવેદે કાર્યશકાયયોગ અને વૈક્રિયમિશ્રયો ગ હોતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org