________________
સત્તાપ્રકરણ
૨૪૫ ગોત્રકર્મ - હવે ગત્રકર્મના સંવેધ કહે છે... મિથાદષ્ટિ ગુણસ્થાનકે ગોત્રકર્મના પ્રથમ ૫ ભાગ હોય છે. તે આ પ્રમાણે (૧) નીચગોત્રનો બંધ- નીચગોત્રનો ઉદય - નીચગોત્રની સત્તા, આ ભાંગો તેલ-વાયુકાયમાં અને તે ભવથી બહાર આવીને કેટલોક કાલ (અંતર્મુહૂર્ત) હોય છે. (૨) નીચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૩) નીચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૪) ઉચ્ચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૫) ઉચ્ચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બેની સત્તા, આ ચારે પણ ભાંગા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે યથાયોગ્ય રીતે સંભવે છે.૩૩૫
સાસ્વાદન ગુણસ્થાનકે ૪ ભાંગ :- આ (ઉપરના) ૫ ભાંગામાંથી પ્રથમ સિવાયના ૪ ભાંગા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. પ્રથમ ભાંગો તેઉ-વાયુકાયને સાસ્વાદન ગુણસ્થાનકનો અભાવ હોવાથી ન પામે. તે ભવમાંથી બહાર આવીને પણ સાસ્વાદનપણું ન પામે તેથી પ્રતિષેધ છે.
મિશ્રથી દેશવિરતિ ગુણસ્થાનકે બે-બે ભાંગા -મિશ્રથી શરૂ કરીને દેશવિરતિ ગુણસ્થાનક સુધી ઉચ્ચગોત્રના બંધ વડે થતા દરેકના બે ભાંગા થાય છે. ((૧) ઉ0 નો બંધ - ઉઠનો ઉદય - રની સત્તા, (૨) ઉ0 નો બંધ - નીચેનો ઉદય - રની સત્તા.)
પ્રમત્ત સંયતથી સૂટમસપરાય ગુણસ્થાનકે એક ભાંગો :-% પ્રમત્તસંયતથી શરૂ કરીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી નીચગોત્રના ઉદયના અભાવથી ઉચ્ચગોત્રનો બંધ-ઉચ્ચત્રનો ઉદય - બેની સત્તા એ પ્રમાણે એક જ ભાંગો થાય છે.
૧૧ થી ૧૪મા દ્વિચરમ સુધી એક ભાંગો :- (૧૦માં ગુણસ્થાનકે બંધવિચ્છેદ થયા પછી) અબંધે (૧૧માં ગુણસ્થાનકથી) અયોગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી ઉચ્ચગોત્રનો ઉદય - ૨ની સત્તા એ ૬ ઠ્ઠો ભાંગો થાય છે. ૧૪માના અંય સમયે “ ઉચ્ચગોત્રનો ઉદય-ઉચ્ચગોત્રની સત્તા એ પ્રમાણે ૭મો ભાંગો થાય છે. એ પ્રમાણે ગુણસ્થાનકને વિષે ગોત્રકર્મના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર ૪૯-D જુઓ)
હવે મોહનીયકર્મના ગુણસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તાના સંવેધ કહ્યાં છે તેથી ફરી કહેતાં નથી.
ઇતિ સર્વ કર્મોના ગુણરસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તા સંવેધ સમાપ્ત
૩૩૩ ગાથા - ૧૦૯ “વામાજિક ૩૩૪ આ વિકલ્પ ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી તેઉકાય - વાયુકાયમાં હોય છે. તથા તેલ-વાયુકાયમાંથી નીકળી તિર્યંચના જે ભવમાં ઉત્પન્ન થાય ત્યાં
પણ ઉચ્ચગોત્ર (અંતર્મુહૂર્ત સુધી) ન બાંધે ત્યાં સુધી પ્રથમ ભાગ સંભવે છે. તેઉ-વાયુકાય ઉચ્ચગોત્રની ઉદ્વલના કરે છે, કેમ કે તે તેનો બંધ કરતા
નથી.
૩૩૫ અહીં એ ધ્યાનમાં રાખવું કે દેવગતિમાં નીચગોત્રનો ઉદય હોતો નથી, નરક - તિર્યંચગતિમાં ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી, અને મનુષ્યગતિમાં
યથાયોગ્ય રીતે બંનેનો ઉદય હોય છે. બંને ગતિનો બંધ તો ચારે ગોત્રના જીવને હોઇ શકે છે. ૩૩૬ ગાથા - ૧૦૯ “મણિીના સાસને રો” ૩૩૭ ગાથા - ૧૦૯ “વળે નિકીતાનો વિરjના ૧૦૧T” ૩૩૮ “ો પુખ ના સુહનો દગો બનો
૩iાંતાગાનોની-સુરેન નોમ સત્તનો'' ૧૧૦ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org