________________
૨૨
માર્ગસમાં શાસ્ત્રો રચ્યાં છે, તો સ્તવન-સક્ઝાય જેવી લોકભોગ્ય કતિઓ પણ રચી છે. પ્રસ્તુત ટીકા પણ તેઓશ્રીની વંદનીય વિદ્વત્તાની સાબિતી કરાવે જ છે. “લઘુ હરિભદ્ર ગણાતાં આ મહાપુરૂષના જીવન વિષે વિસ્તૃત માહિતી સભર પુસ્તકો પૂર્વે પ્રકાશિત થયેલ છે. તેથી અહીં વિશેષ લખવાની જરૂર જણાતી નથી.
એક અંગત વાત - પૂ. ગુરૂભગવંતની અંતરેચ્છા હતી કે હું કર્યસાહિત્યનો વિશેષ અભ્યાસ કરું. મારી અલ્પમતિ અને ક્ષયોપશમ મંદ હોવા છતાં આ જે કાર્ય થયું છે તે તેઓશ્રીની કૃપાનું જ પરિણામ છે.
પ્રસ્તુત ગ્રંથ અંગે કંઈકઃ આજ પર્યત “કમ્મપયડી' અંગે વિવિધ પ્રકાશનો અનેક પૂ. આચાર્ય ભગવંતો, મુનિભગવંતો તથા મહાનુભાવો તરફથી થયેલા છે. છતાં પૂ. ઉપાધ્યાયજી મ. ની વૃત્તિનો અનુવાદ ન હોવાથી શ્રુતભક્તિનું આ કાર્ય યથાશક્તિ મારા વડે કરાયુ છે. પૂર્વે આ ગ્રંથના ભાગ-૧-૨, પ્રકાશિત થયા છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર (ડભોઈ) તરફથી પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે, પ્રકાશિત કરેલ “કર્મપ્રકૃતિ' (સટીક, સચૂર્ણિ) ની પ્રતના આધારે ભાવાનુવાદ કર્યો છે. તથા અનુવાદની સાથે ટિપ્પણી, સંવેધ આદિના યંત્રો, ચિત્રો તથા મૂલગાથાઓની સંસ્કૃત છાયા પણ રાખેલ છે. ટિપ્પણાદિ લખવામાં મુનિ શ્રી અભયશેખર વિજયજી તરફથી પ્રકાશિત થયેલ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨, સ્વ. પંડિતવર્યશ્રી ચંદુલાલ નાનચંદ સીનોરવાળાએ કરેલ શ્રી મલયગિરિજી કૃત ટીકાનુવાદ તથા સ્વ. પંડિતવર્ય શ્રી હીરાલાલજી દેવચંદ તેમજ પુખરારજી અમીચંદજી કોઠારી તરફથી પ્રકાશિત થયેલ પંચસંગ્રહ ભાગ-૧-૨-૩નો મુખ્ય આધાર લીધેલ છે.
ત્રણ સ્વીકાર:- દિવ્ય આશિષદાતા - શાસનમાં જ્ઞાનમાર્ગનો બહોળો પ્રચાર-પ્રસાર કરનાર, શાસનસમ્રા પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા., વાત્સલ્ય વારિધિ પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા., પ્રાકૃત વિશારદ પૂ.પાદ દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા..
આજ્ઞા અને આશીષદાતા જિનશાસન શણગાર પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિ મંત્ર સમારાધક પ. પૂ. ગુરૂદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા..
મંગલ પ્રેરણાદાતા - વ્યાકરણાચાર્ય ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા..
ગ્રંથનું સાધંત સંશોધન કરી આપનાર, કર્મસાહિત્યનિપુણમતિ પૂ. આચાર્યદેવ વિજય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., તથા વિપુલકર્મસાહિત્યસર્જક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા...
અનેક બાબતોનું સ્પષ્ટીકરણ કરી આપનાર તકનિપુણ પૂ.આ. શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્વાન્ મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા....
અનુગ્રહબુદ્ધિથી ગ્રંથ માટે સ્વાભિપ્રાય મોકલી મારા ઉત્સાહમાં વૃદ્ધિ કરનાર પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. નો હું ઋણી છું.
પૂ.પં. શ્રી પુષ્પચંદ્ર વિજયજી મ.સા., ગણિવર્ય શ્રી શ્રમણચંદ્ર વિજયજી મ.સા., શ્રી પ્રશમચંદ્ર વિજયજી મ.સા., પ્રવર્તક શ્રી કુશલચંદ્ર વિજયજી મ.સા. તથા અનેક રીતે સહાયક થયેલ મુનિ શ્રી પ્રિયચંદ્ર વિ. મુનિ શ્રી શ્રુતચંદ્ર વિ., મુનિ શ્રી નિરાગચંદ્ર વિ. મુનિ શ્રી સંયમચંદ્ર વિ. મુનિ શ્રી સુજસચંદ્ર વિ. આદિ સર્વ સહવર્તિ મુનિઓને અહીં કૃતજ્ઞભાવથી સ્મરૂં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org