________________
સત્તાપ્રકરણ
૨૩૫
૩૧ના બંધે ૧ ઉદયસ્થાન - ૧ સત્તાસ્થાન :- ૩૧ના બંધકને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. કારણ કે તીર્થકરનામ અને આહારક સહિત દેવગતિ પ્રાયોગ્ય ૩૧ બાંધતાં અપ્રમત્ત સંયત અથવા અપૂર્વકરણને હોય છે. તેઓ વૈક્રિય કે આહારક શરીર કરતાં નથી, તેથી ૨૫ આદિ ઉદયસ્થાનકો ન પામે. સત્તાસ્થાન ૯૩નું એક જ છે, કેમ કે તીર્થંકરનામઆહારક ચતુષ્કની પણ અહીં સત્તા સંભવે છે.
૧ના બંધે એક ઉદયસ્થાન-૮ સત્તાસ્થાનકો - (૮/૬ ભાગે દેવગતિ યોગ્ય કર્મનો બંધ વિચ્છેદ થયા બાદ) એક યશકીર્તિનો જ્યારે બંધ થાય ત્યારે એક ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. કારણ કે અપૂર્વકરણાદિ (૮/૭ ભાગથી) એકનો બંધક અતિ વિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય કે આહારક લબ્ધિ ફોરવતાં નથી, તેથી તેઓને ૨૫ આદિ ઉદયસ્થાનકો હોતાં નથી.
સત્તાસ્થાનકો ૮ :- હોય છે.... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫ તેમાં પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં હોય છે, અને ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે જ્યાં સુધી નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયો નથી (૯/૧ ભાગ) ત્યાં સુધી હોય છે. અને નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ અનેક જીવોની અપેક્ષાએ પાછળના (૮૦-૭૯-૭૬-૭૫) ૪ સત્તાસ્થાનકો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમય સુધી હોય છે. (કારણ કે યશ : કીર્તિનો બંધ ત્યાં સુધી જ થાય છે.
અબંધે ૧૦ ઉદયસ્થાનકો ૧૦ સત્તાસ્થાનકો :- આગળ બંધના અભાવે (૧૧ થી ૧૪ માં ગુણસ્થાનક સુધી) ૧૦ ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે .... ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮. તેમાં ૨૦ અને ૨૧ નું ઉદયસ્થાન (કેવલી સમુદ્ધાતમાં) કાર્પણ કાયયોગે વર્તતાં સામાન્ય કેવલી અને તીર્થકરને અનુક્રમે હોય છે. ઔદારિક મિશ્રકાયયોગે વર્તતાં તેઓને જ અનુક્રમે ૨૬-૨૭નું ઉદયસ્થાનક હોય છે. સ્વભાવસ્થ સામાન્ય કેવલીને - ૩૦, તેઓને જ સ્વરનો રોધ કરે ત્યારે - ૨૯, તેઓને જ ઉચ્છવાસનો પણ રોધ કરે ત્યારે - ૨૮નો ઉદય હોય છે.) | સ્વભાવસ્થ તીર્થકર ભગવંતને ૩૧, તેઓને જ સ્વરનો રોધ કરે ત્યારે ૩૦, ઉચ્છવાસનો પણ રોધ કરે ત્યારે ૨૯નો ઉદય હોય છે. (આ રીતે ૩૦ અને ૨૯ નો ઉદય બે પ્રકારે પ્રાપ્ત થાય છે.)
અયોગી કેવલી તીર્થકરને ૯નો ઉદય અને સામાન્ય કેવલીને ૮નો ઉદય (૧૪માં ગુણસ્થાનકના અંત્ય સમયે) હોય છે.
સત્તાસ્થાનકો -૧૦ :- હોય છે. તે આ પ્રમાણે ..... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮. ૨૦ ના ઉદયે - બે સત્તાસ્થાનકો .. ૭૯ અને ૭૫. એ પ્રમાણે ૨૬ અને ૨૮ ના ઉદયે પણ (૭૯-૭૫ બે સત્તાસ્થાનકો) જાણવા ૨૧ના ઉદયે ૮૦-૭૬ બે સત્તાસ્થાન. એ પ્રમાણે ર૭ના ઉદયે પણ (૮૦-૭૬) બે સત્તાસ્થાન હોય છે. ૨૯ના ઉદયે ૪ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૮૦-૭૬-૭૯ અને ૭૫. કારણ કે ૨૯ નો ઉદય તીર્થકર અને અતીર્થકર બંનેને હોય છે. તેમાં પ્રથમના બે (૮૦-૭૬) તીર્થકરને આશ્રયીને, અને છેલ્લા બે (૭૯-૭૫) અતીર્થકરને આશ્રયી ને હોય છે.
૩૧૩
૩૧ના બંધે સ્વભાવસ્થ સંયતનું ૩૦નું એક જ ઉદયસ્થાન લીધું છે. પ આહારક અને વૈક્રિય સંયતના ૨૯-૩૦ એ બે ઉદયસ્થાન લીધાં નથી. કારણમાં એમ કહ્યું છે કે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા આહારક અને વૈક્રિય: રીર કરતા નથી, માટે અના ઉદયો સંભવતા નથી. આ હકીકત બરાબર છે... કે ...મત્ત સંયત આહા૨ક શરીરનો પ્રારંભ કરતા નથી, પરંતુ પ્રમત્તે શરૂ કરી આહારક શરીર યોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી ઉદ્યોતના ઉદય વગરના અને ઉદયવાળા તે અપ્રમત્તે જઇ શકે છે, એટલે ત્યાં તેને ૨૯-૩૦ એમ બે ઉદયસ્થાનકો સંભવે છે. વળી અહીં આહારક કાયયોગ, મનોયોગના ચાર ભેદ, વચનયોગના ચાર ભેદ, વૈક્રિય કાયયોગ અને ઔદારિક કાયયોગ એ મ ૧૧ યોગ લીધા છે. તેમાં આહારક અને વૈક્રિય પણ લીધા છે. એટલે આહારક શરીરીનો અપ્રમત્તે કઇ રીતે નિષેધ થઇ શકે? જ્યારે આહારક શરીરી અપ્રમત્તે હોઇ શકતો હોય ત્યારે તેના બંધસ્થાનકો પણ વિચાર કરવો જોઇએ. પૂ. શ્રી મલયગિરિજી મહારાજ કર્મગ્રંથ ગાથા - પરની ટીકા માં લખે છે કે.... “યસ્ય હિ તીર્થમાદાર વા સત્ સ નિયમ પ્રતિ નૈસ્મિન વે ને સત્તાસ્થાન'' અર્થાત્ “જેને તીર્થંકરનામ અથવા આહારકની સત્તા હોય તે અવશ્ય તેનો બંધ કરે છે. માટે એકેક બંધે એકેક જ સત્તાસ્થાન હોય છે.' આહારકની સત્તા વિના આહારક શરીર કરી શકતા નથી માટે આહારક શરીરી પણ ઉપરના નિયમ પ્રમાણે આહારકતિક બાંધે છે એમ નક્કી થાય છે. એટલે ૨૯-૩૦ના ઉદયવાળા વેક્રિય કે આહાર કે સંયત અને ૩૦ના ઉદયવાળા સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતો ૩૧ બાંધે છે, અને તેને ૯૩ની સત્તા હોઇ શકે છે. ત્યાં અલ્પ જીવો જતા હોય કે અલ્પ કાળ રહેતા હોય અને વિવેક્ષા ન કરી હોય તો તે સંભવે છે. તત્ત્વ કેવલી ગય. અહીં એ ખ્યાલમાં રાખવું કે સયોગી કેવલી તીર્થકર ભગવંતને પોતાના સર્વ ઉદયોમાં ૮૦ -૭૬ એ બે સત્તાસ્થાનકો હોય છે. અને સામાન્ય કેવલીને પોતાના સર્વ ઉદયમાં ૭૦-૭૫ એ બે સત્તાસ્થાનકો હોય છે. સામાન્ય કેવલીને ૨૦-૨૬-૨૮-૨૯ અ ને ૩૦ એ પાંચ ઉદયસ્થાનકો અને તીર્થંકર ભગવાનને ૨૧-૨૭-૨૯-૩૦ અને ૩૧ એ પાંચ ઉદયસ્થાનકો હોય છે. અયોગીના ઉદયસ્થાનકો તથા સત્તાસ્થાનકો તો સ્પષ્ટ છે.
૩૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org