________________
સત્તાપ્રકરણ
૨૩૩
થાય તો નરકગતિ પ્રાગ્ય ૨૮નો બંધ કરે, અને તેના બંધકને નરકઢિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય પામે તેથી એ રીતે પણ ૮૬નું સત્તાસ્થાન થાય છે.
:
૩૦૭
૩૧ના ઉદયે ૯૨-૮૮ અને ૮૬ના ૩ સત્તાસ્થાનો - હોય છે. ૮૯નું સત્તાસ્થાન અહીં પામે નહીં, કારણ કે ૩૧નો ઉદય (ઉતના ઉદયવાળા) પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને તિર્યંચોમાં જિનનામ (નિકાચિત) સત્તા હોતી જ નથી. ૮૬ના સત્તાસ્થાનનો વિચાર પૂર્વના (૩૦ના ઉદયની) જેમ સમજવો. તે પ્રમાણે ૨૮ના બંધકને આઠે પણ ઉદયસ્થાનકોને વિષે ૧૯ સત્તાસ્થાનો થાય છે.
તેમાં ૨૧નો ઉદય :- તિર્યંચ - મનુષ્યગતિ પ્રાોગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીઓને ( વિગ્રહગતિમાં) હોય છે. ૨૪નો ઉદય પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિયોને હોય છે. રૂપનો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને મિથ્યાસૃષ્ટિૠ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૨૬નો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, પર્યાપ્ત - અપર્યાપ્ત વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.૨૭નો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને મિથ્યાર્દષ્ટિ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૨૮-૨૯નો ઉદય વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વૈક્રિય તિર્યંચ મનુષ્ય અને દેવ-નારકીઓને હોય છે. ૩૦નો ઉદય વિક્લેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને ઉદ્યોતના વેદક દેવોને હોય છે. ૩૧નો ઉદય - ઉદ્યોતના ઉદયવાળા પર્યાપ્ત વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે.
૩૧” નોચ
૨૯ અને ૩૦ ના બંધે ૩૦૮૯ - ૯ ઉદયસ્થાનકો અને ૭-૭ સત્તાસ્થાનકો :- હોય છે. તેમાં ઉદયસ્થાનકો આ પ્રમાણે છે... ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે.
તથા દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સાથે) ૨૯નો બંધ કરતાં અવિરત સમ્યગદૃષ્ટિ મનુષ્યને ૭ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ છે.
૩૧૧.
આહારક સંયત અને વૈક્રિય સંયતને ૫ ઉદયસ્થાનકો ‘આ પ્રમાણે છે... ૨૫-૨૭-૨૮ અને ૨૯ અને ૩૦ છે. અસંયત અને સંયત-અસંયત વૈક્રિય કરતાં મનુષ્યોને ૩૦ સિવાયના ૪ ઉદયસ્થાનકો (૨૫-૨૭-૨૮ અને ૨૯) હોય છે. અને ૩૦નું વર્જન સંયતોને મૂકીને બીજા મનુષ્યોને વૈક્રિય શરીર કરતાં ઉદ્યોતના ઉદયનો અભાવ છે.
૩૦૭ કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળો કોઇપણ આત્મા તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી.
૩૦૮ ૨૯નું બંધસ્થાનક તિર્યંચગતિ અને મનુષ્યગતિ યોગ્ય બાંધતાં બંધાય છે, તેના બંધક શારે ગતિના આત્માઓ છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંક્ષિ તિર્યંચ, અસંશિ મનુષ્ય અને નરકગતિ યોગ્ય બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે. સંશિ-પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય બંધ પહેલા બે ગુણસ્થાનક સુધી થાય છે. સંક્ષિ પર્યાપ્ત મનુષ્ય યોગ્ય બંધ પહેલા ચાર ગુણસ્થાનક સુધી થાય છે. ત્રીજે-ચોથે ગુણસ્થાનકે વર્તતાં દેવો તથા નારકો મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે, અને મનુષ્યો તથા તિર્યંચ પંચેન્દ્રિયો દેવગતિ યોગ્ય બંધ કરે છે. અપર્યાપ્ત સંક્ષિ તિર્યંચ કે મનુષ્યગતિ યોગ્ય બંધ પણ પહેલા ગુણસ્થાનકે જ થાય છે. તથા દેવગતિ યોગ્ય બંધ ૧ થી ૮/૬ ગુણસ્થાનક સુધીમાં વર્તતાં આત્માઓ યોગ્યતા પ્રમાણે કરે છે. આ લક્ષ્ય રાખીને બંધસ્થાનોનો વિચા૨ ક૨વો. તથા કયા જીવને કેટલાં ગુણસ્થાનકો હોય છે તેનો વિચાર કરીઉદયસ્થાનકો વિચારવાં.
તીર્થંકરનામકર્મ સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ૨૯ બંધાય છે. તેના બંધક ૪ થી ૮/૬ ભાગ સુધી વર્તતાં મનુષ્યો છે.
૩૦નું બંધસ્થાનક ઉદ્યોતનામ સાથે તિર્યંચગતિ યોગ્ય બંધ કરતાં બંધાય છે. તેના બંધક ચારે ગતિના આત્માઓ છે. તીર્થંકરનામ સાથે મનુષ્યગતિ યોગ્ય બંધ ક૨તાં પણ ૩૦નું બંધસ્થાનક બંધાય છે. તેના બંધક ૪થા ગુણસ્થ ાનકે રહેલ દેવ અને ના૨કીઓ છે. તેમ જ આહા૨કદ્ધિક સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ૩૦ બંધાય છે. તેના બંધક ૭ થી ૮/૬ ભાગ સુધી રહેલાં યતિઓ છે.
૩૦૯ વૈક્રિય તિર્યંચો-મનુષ્યો સાથે મિથ્યાદૃષ્ટિ વિશેષણ જોડવાનું કારણ તેઓ જ તિર્યંચ - મનુષ્યગતિ યોગ્ય બાંધે છે. તેઓ જો સય્યદૃષ્ટિ હોય તો
દેવગતિ યોગ્ય જ બંધ કરે છે.
૩૧૦ અહીં ૭ ઉદયસ્થાનકો આ પ્રમાણે છે... સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તા કે પર્યાપ્તાવસ્થામાં પ્રાિસમય દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. અને જેઓએ જિનનામને નિકાચિત કર્યું છે તેઓ જિનનામની બંધ યોગ્ય ભૂમિમાં ૪થી૮/૬ ભાગ સુધીમાં પ્રતિસમય તેનો બંધ કર્યા જ કરે છે, માટે દેવગતિ યોગ્ય ૨૯નો બંધ અપર્યાપ્તા કે પર્યાપ્તા બને અવસ્થામાં થાય છે. એટલે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ ના ઉદયે વાર્તતાં અવિરતિ સમ્યગ્દૃષ્ટિ મનુષ્ય દેવગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ના ઉદયે વર્તતાં વૈક્રિય અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પણ ઉપર પ્રમાણે ૨૯ બાંધી શકે છે. ‘દેશવિરતિ ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે ૩૦ના ઉદયે વર્તતાં મનુષ્ય વગતિ યોગ્ય ૨૯નો બંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ એ ૪ ઉદયે વર્તતો વૈક્રિય દેશવિરતિ મનુષ્ય ૨૯નો બંધ કરે છે. વૈક્રિય મનુષ્યનો અહીં ૩૦નો ઉદય હોતો નથી. કેમ કે ૩૦નો ઉદય ઉદ્યોત સાથે હોય છે. મનુષ્યમાં ઉદ્યોતનો ઉદય આહારકશરીરી અને વૈક્રિયશીરી યતિ ને જ હો ય છે. સંયતાસંયતને હોતો નથી.
જ
૩૧૧
આ દરેક ઉદયસ્થાનોમાં વર્તમાન દેવગતિ યોગ્ય ૨૯ બાંધી શકે છે. ૩૦ના ઉદયે વર્તતાં સામ્માન્ય અપ્રમત્ત સંયત, ૨૯-૩૦ના ઉદયે વર્તતાં વૈક્રિય શરીરી અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણમાં વર્તતાં આત્મા પણ ઉપ૨પ્રમાણે ૨૯ બાંધે છે.
આહારક શરીરી અપ્રમત્ત સંયત ૨૯ બાંધતા નથી. કેમ કે આહારક શરીર નામનો બંધ કર્યા પછી તેની બંધ યોગ્ય ભૂમિમાં આહા૨ક શરીર નામનો બંધ કર્યા જ કરે છે. એટલે આહા૨ક શરીરી અપ્રમત્ત દેવગતિ યોગ્ય આહારકદ્ધિક સાથે ૩૦ કે આહારકદ્વિક અને જિનનામ સાથે ૩૧નો બંધ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org