________________
૨૩૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૮-૨૯નો ઉદયો ન અનુક્રમે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ક્ષાયિક સમ્યગદષ્ટિ અથવા ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ તિર્યંચ - મનુષ્યોને તથા આહારક સંયતને અને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે.
૩૦નો ઉદય :- સમ્યગદષ્ટિ - મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિ તિર્યંચ - મનુષ્યોને હોય છે, તથા (ઉદ્યોતના ઉદયવાળા) આહારક સંયત અને વૈક્રિય સંયતને હોય છે. (જેઓ દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.)
૩૧નો ઉદય :- સમ્યગુદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ (ઉદ્યોતના ઉદયવાળા) પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. (ઉપરોક્ત ઉદયમાં વર્તતાં ઉપર કહ્યાં તે જીવો દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.)
નરકગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ :- કરતાં ૩૦નો ઉદય મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે. અને ૩૧નો ઉદય મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે."
૨૮ના બંધકને સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૮૬ એ ૪ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે વર્તતાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાનો હોય છે. ૨૧ ના ઉદયમાં રહેલાં તીર્થકરનામની સત્તાવાળા પણ તીર્થકરનો બંધ અવશ્ય કરે છે, પણ ૨૯ના બંધક એવા ૨૧ના ઉદયવાળાને (મંતાતરે) તીર્થકર બાંધે છે. તે કારણે દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને ૨૧ના ઉદયે ૯૩ની સત્તા ન હોય. (પણ ૨૯ના બંધકને ૨૧ના ઉદયે મંતાતરે સત્તા હોય છે.)
૨૫ ના ઉદયે - વર્તતાં ૨૮ના બંધક આહારક સંયત, વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને સામાન્યથી ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હોય છે. તેમાં આહારક સંયત તો અવશ્ય આહારકદ્વિકની સત્તાવાળા હોય છે, માટે તેઓને ૯૨નું જ સત્તાસ્થાન હોય છે. તે સિવાયના અન્ય તિર્યંચો અથવા મનુષ્યો આહારકની સત્તાવાળા પણ હોય છે, અને તેની સત્તા વિનાના પણ હોય છે, તેથી તેઓને બન્ને પણ સત્તાસ્થાનો હોય છે. (જો આહારક ચતુષ્કની સત્તા હોય તો ૯૨નું સત્તાસ્થાન અન્યથા ૮૮નું સત્તાસ્થાન હોય છે.)
૨૬-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયે - પણ એ પ્રમાણે બે-બે સત્તાસ્થાનો હોય છે.
૩૦ના ઉદયે દેવગતિ-નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને - સામાન્યથી ૪ સત્તાસ્થાનો હોય છે. તે આ પ્રમાણે... ૯૨-૮૯-૮૮ અને ૮૬ છે. તેમાં ૯૨ અને ૮૮ ની સત્તા પૂર્વે (૨૫ના ઉદયમાં) કહીં તેમ જ જાણવી. ૮૯ની સત્તા આ રીતે હોય છે..... કોઈ મનુષ્ય તીર્થકરની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગુદષ્ટિ પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળો નરક સન્મુખ થયેલો સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલો હોય ત્યારે તેને તીર્થંકર નામના બંધનો અભાવ હોવાથી નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ૮૯ની સત્તા હોય છે.
અને ૮૬ની સત્તા આ પ્રમાણે હોય છે.... અહીં તીર્થકરનામ આહારક ચતુષ્ક, દેવદ્રિક, નરકદ્રિક, વૈક્રિય ચતુષ્ક રહિત ૯૩ માંથી ૮૦ની સત્તાવાળો થાય છે. તે તેટલી સત્તાવાળો (થયેલ કોઇ એકેન્દ્રિય આત્મા) પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઇ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થાય, પર્યાપ્તાવસ્થામાં જો વિશુદ્ધ પરિણામવાળો થાય તો દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે, અને તેના બંધે દેવદ્વિક અને વૈક્રિય ચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય તેથી તેને ૮૬નું સત્તાસ્થાન થાય. અથવા સર્વ સંકિલષ્ટ પરિણામવાળો
૩૦૩ અહીં ટીકામાં “વાત ત્યા જવાનાં'' એ શબ્દ રહી ગયેલ છે. ૩૦૪ અહીં એ ધ્યાનમાં રાખવું કે સાતમે ગુણસ્થાનકે વર્તમાન આહારક શરીરી દેવગતિ પ્રાયોગ્ય ૩૦ જ બાંધે છે. કેમ કે જેઓને આહારક દ્વિકની સત્તા છે,
તેઓ તેની બંધ યોગ્ય ભૂમિમાં આહારકટ્રિકનો અવશ્ય બંધ કરે છે. પ્રમત્તે આહારકશ્ચિકનો બંધ નહિ થતો હોવાથી ત્યાં આહારક શરીરી દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે. એ જ પ્રમાણો વૈક્રિયશરીરી યુતિ છઠે તો ૨૮ જ બાંધે સાતમે જો તેમનો આહારકની સત્તા હોય તો દેવગતિ પ્રાયોગ્ય આહારદ્ધિક
સહિત ૩૦ જ બાંધે, નહિ તો ૨૮ બાંધે. ૩૦૫ જેઓ અશુભ પરિણામને યોગે ૨૮ પ્રકૃતિનો બંધ કરે છે. નરકગતિ પ્રાયોગ્ય બંધ કરનાર પર્યાપ્ત સમૂર્છાિમ તિર્યંચ, મિથ્યાદષ્ટિ સંખ્યાત વર્ષના
આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩૦૬ કર્મગ્રંથનો એવો અભિપ્રાય છે કે જે લેગ્યાએ નારીનું આયુષ્ય બાંધ્યું હોય તે વેશ્યા પોતાના ભવના છેલ્લા અંતમુહૂર્તમાં જ્યારે આવી જાય ત્યારે
નરકમાં જવા સન્મુખ થયેલો આત્મા ક્ષાયોપથમિક સખ્યત્વ વમી નાખે છે. એટલે નરકમાં જવા સન્મુખ થયેલો આત્મા સમ્યકત્વથી પડી મિથ્યાત્વે જાય એમ લખ્યું છે. તથા અહીં જેણો જિનનામ નિકાચિત કર્યું છે તેની વિવલા નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળો અંતમુહૂર્તથી અધિક મિથ્યાત્વે ટકી શકતો જ નથી. અને અનિકાચિતનો તો કોઇ નિયમ : નથી. મનુષ્યભવનું છે લ્લું અંતમુહૂર્ત પ્રમાણ કાળ નિકાચિત જિનનામની સત્તાવાળો ઉપરોક્ત રીતે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org