________________
સત્તાપ્રકરણ
૨૩૧
૨૯૮ ૧
૨૫ અને ૨૬ના બંધકોને પણ એ પ્રમાણે (૨૩ ના બંધકની જેમ) જાણવું, વિશેષ પર્યાપ્ત એકેન્દ્રિય-પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ અને ૨૬ના બંધક દેવોને ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એ ૬ ઉદયસ્થાનકોને વિષે ૯૨ અને ૮૮ એ બે - બે સત્તાસ્થાન કહેવાં. અપર્યાપ્ત વિકલેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય પ્રાગ્ય ૨૫ના બંધક દેવા નથી. (ફક્ત તેના બંધક મનુષ્ય અને તિર્યંચ છે.) અપર્યાપ્ત વિક્લેન્દ્રિયને વિષે દેવો ઉત્પન્ન થતા નથી. સામાન્યથી ૨૫ અને ૨૬ના બંધ ૯-૯ ઉદયસ્થાનો આથી ૪૦-૪૦ સત્તાસ્થાનકો થાય છે.
૨૯૯
૨૮ના બંધે ૮ ઉદયસ્થાનકો -૪ સત્તાસ્થાનકો ઃ- તથા ૨૮ના બંધસ્થાનકે ૮ ઉદયસ્થાનકી હોય છે. તે આ પ્રમાણ... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. અહીં ૨૮નો બંધ દેવગતિ અને નરકગતિ પ્રાચ્ય એમ ૨ પ્રકારે છે. (અને તેના બંધક સામાન્યથી મનુષ્યો તથા તિર્યંચો છે.) તેમાં દેવગતિ પ્રાપ્યગ્ય (૨૮ના) બંધે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ આઠે પણ હૃદયસ્થાનકો હોય છે, પરંતુ નરકગતિ પ્રાગ્ય ૨૮ના બંધ ૩૦ અને ૩૧ એમ બે હૃદયસ્થાનકો છે.
૩૦૦
૩૦૧
ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ઃ- ૨૮ના બંધકને ૨૧ના ઉદયે :- વિગ્રહગતિમાં વર્તતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કે વેદક સમ્યગદૃષ્ટિ(ક્ષર્યાપશમ) પંચેન્દ્રિય તિર્યંચ " અને મનુષ્યને જાણવું, પણ મિથ્યાર્દષ્ટિને નહીં, કારણ કે ભવાદિમાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદષ્ટિ જ દેવગતિ પ્રામ્ય-૨૮નો બંધક છે. ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ના ઉદયવાળા તો અપર્યાપ્ત જ છે. અને ૨૫ આદિના ઉદર્ય વર્તતાં મિથ્યાદષ્ટિ વૈક્રિય-તિર્યંચ -મનુષ્યોને દેવગતિ પ્રાયોગ્ય ૨૮નું બંધકપણું જે ક્યું છે તે તો ભવાદિમાં પર્યાપ્ત પૂરી કરી દીધા પછી પાછું વૈક્રિય શરીર બનાવતી વેળાએ ઔદારિક શરીર નિવૃત્તિ થતા વૈધ્ધિ શરીર માટે પપ્તિ કરે તે અવસ્થાની અપર્યાપ્તા જેવી અવસ્થાને લઈને કહ્યું છે, તેથી કોઇ દોષ નથી.
૩૦૨
૨૫નો ઉદય :૨૬નો ઉદય :
આહારક સંયત ‘અને સમ્યગ્દષ્ટિ અથવા મિાદષ્ટિ વૈક્રિય તિર્યંચ કે મનુષ્યોને હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અથવા વેદક (શાર્થોપશમિક) સમ્યગ્દષ્ટિ શરીરસ્થ તિર્યંચ અને મનુષ્યોને હોય
૨૭નો ઉદય ઃ
આહા૨ક સયંતને તેમ જ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ વૈક્રિય તિર્યંચ-મનુષ્યોને હોય છે.
૨૯૮/૧ અહીં ટીકામાં પંચેન્દ્રીય પ્રાયોગ્ય લખ્યું છે પરંતુ તે ઘટી શકતુ નથી તેથી ફક્ત પર્યાપ્ત એ કેન્દ્રિય પ્રાયોગ્ય જ જાણવું.
૨૯૯
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધે પ્રથમના ચાર ઉદયસ્થાનમાં પણ ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. માટે ૯ ઉદયસ્થાનોમાં ૭૮ વિનાના ૪-૪ સત્તાસ્થાનો હોય છે. તથા તેઉકાય-વાયુકાય મનુષ્ય પ્રાયોગ્ય બંધ ક૨તા ન હોવાથી વૈક્રિ ય વાયુકાયના ઉદય ભાંગા પણ હોતા નથી.
છે.
૩૦૦
૩૦૧
૩૦૨
નરકગતિ યોગ્ય બેજ ઉદયસ્થાન કહેવાનું કારણ નરકગતિ પ્રાયોગ્ય બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે, અને તે પણ સંપૂર્ણ પર્યાપ્તાવસ્થામાં જ. અને પર્યાપ્તાવસ્થામાં ઉપરોક્ત બેજ ઉદયસ્થાનો હોય છે. મિથ્યાદૅષ્ટિ જીવો અપર્યાપ્તાવસ્થા માં નરક કે દેવગતિ યોગ્ય બંધ ક૨તા નથી. એટલે મિથ્યાદૃષ્ટિને દેવગતિ યોગ્ય બંધ ક૨તાં પણ ઉપરોક્ત બે જ ઉદયસ્થાનકો હોય છે. અપર્યાપ્ત્યાવસ્થામાં દેવગતિનો બંધ સમ્યગ્દષ્ટિને થાય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં સંભવતાં ૨૧ આદિ ઉદયસ્થાનકો ચોથા ગુણસ્થાનકે હોય છે. પાંચામા આદિ ગુણસ્થાનકો તો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે ત્યાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનો હોય છે. દેવ-નરકગતિના બંધક ૫ ર્યાપ્ત સંમૂર્છિમ તિર્યંચ, ગર્ભજ તિર્યંચ, અને ગર્ભજ મનુષ્ય છે.
તિર્યંચો અહીં યુગલિયા લેવા. કેમ કે સંખ્યાતવર્ષના આયુવાળાને ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, તેમજ તેમાં ક્ષાયિક લઈને કોઇ ઉત્પન્ન પણ થતા નથી. પૂર્વે અસંખ્યાતવર્ષ પ્રમાણ તિર્યંચ યુગલિકનું આયુ બાંધી કોઇ મનુષ્ય જ્ઞાયિક ઉત્પન્ન કર, આયુ પૂર્ણ કરી યુગલિકમાં જાય. ત્યાં જતાં વિગ્રહગતિમાં તેઓને ૨૧નો ઉદય છતા દેવગતિ યોગ્ય ૨૮ પ્રકૃતિનો બંધ કરે છે કોઇપણ દેવ કે ના૨કી ઉપ શમ સમ્યક્ત્વ લઈ મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી, માટે બે જ સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે.
છઠ્ઠ ગુણસ્થાનકે આહા૨ક સંયત તો દેવગતિ યોગ્ય ૨૮નો જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યો પણ દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. મિથ્યાદૃષ્ટિ વૈક્રિય તિર્યંચ-મનુષ્યો શુભ અધ્યવસાયવાળા હોય ત્યારે દેવગતિ યોગ્ય ૨૮ બંધ કરે છે. અહીં ટીકામાં ૨૫ અને ૨૭ના ઉદયે વૈક્રિય શરીરી મિથ્યાત્વી મનુષ્યો અને તિર્યંચો પણ દેવગતિ યોગ્ય ૨૮નો બંધ કરે એમ જણાવેલ છે તો સંક્લિષ્ટ પરિણામી મિથ્યાત્વી વૈક્રિય શરીરી મનુષ્યો અને તિર્યંચો પંચેન્દ્રિયો ૨૫ અને ૨૭ના ઉદયે નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કેમ્પ ન કરી શકે ? અને જો કરતા હોય તો ન૨ક પ્રાયોગ્ય ૨૮નાબંધે પણ ૨૧ અને ૨૬ વિના ૨૫ આદિ ૬ ઉદયસ્થાનો બતાવવાં જોઇએ. પરંતુ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે અહીં તેમજ ષષ્ઠ કર્મગ્રંથ, સિત્તરી ચૂર્ણા અને સપ્તતિકા ભાષ્યમાં ૨૫ આદિ ઉદયસ્થાનો ન બતાવતાં માત્ર સામાન્ય મનુષ્ય અને તિર્યંચોને ૩૦નું અને ઉદ્યોતના ઉદયવાળા તિર્યંચોને ૩૧નું એમ બે જ ઉદયસ્થાનો બતાવ્યાં છે તેનું કારણ એમ સમજાય છે કે મિથ્યાદષ્ટિ વૈક્રિય શ રીરી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને દેવ યોગ્ય ૨૮ પ્રકૃતિઓ બંધાય તેવા શુભ પરિણામ આવી શકે પરંતુ નરક પ્રાયોગ્ય ૨૮ બંધાય તેવા સં ક્લિષ્ટ પરિણામ આવતા નહિ હોય અથવા તો કોઇ બીજું વિશિષ્ટ કારણ હશે. તે તો બહુશ્રુતો જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org