________________
સત્તાપ્રકરણ
૨૨૫
અવિરત સમ્યગુદષ્ટિ તો અપાન્તરાલગતિમાં - વિગ્રહગતિમાં પણ હોય છે. તેથી ત્યાં ત્યારે આનુપૂર્વીઓનો પણ ઉદય સંભવે છે, તેથી ૫૫ પ્રકૃતિઓનો ઉદય હોય છે. દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયદ્ધિક, દુર્ભગ, અનાદેય અયશકીર્તિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી એ સર્વમલીને ૧૧ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં વેક્રિયદ્ધિકનો નિષેધ કર્યસ્તવના અભિપ્રાયને અનુસરીને કર્યો છે, પણ પંચસંગ્રહના મતે નહીં, તે મતે તો દેશવિરત - પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકે પણ વૈદ્ધિકનો ઉદયનો સ્વીકાર કર્યો છે. તેથી દેશવિરત ગુણસ્થાનકે ૪૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
અહીં (પમા ગુણ) તિર્યંચગતિ અને ઉદ્યોતનામનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી પ્રમત્ત અને અપ્રમત્ત સંયતને ૪૨ પ્રકૃતિનો અને આહારકદ્વિકનો ઉદય અધિક હોવાથી ૪૪નો ઉદય હોય છે. અહી (૬ - ૭મા ગુણ૦) છેલ્લા ૩ સંઘયણનો વિચ્છેદ થાય છે. તથા આહારકદ્ધિકનો ઉદય પણ શ્રેણિમાં ન હોય, તેથી અપૂર્વકરણથી ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી ૩૯ પ્રકૃતિઓનો ઉદય જાણવો. ઉપશાંતમો ગુણસ્થાનકે રજા ૩જા સંઘયણને ઉદયવિચ્છેદ થાય છે, તેથી ક્ષીણમોહ અને સયોગીકેવલી ગુણસ્થાનકે બાકીની ૩૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે, કોઇ સયોગીકેવલીને તીર્થંકરનામનો પણ ઉદય હોય છે. (તેથી ૧૩મે ૩૮નો ઉદય હોય છે.)
અને ત્યાં (૧૩માં ગુણ૦) નામધ્રુવોદય-૧૨, સ્વરદ્ધિક, વિહાયોગતિદ્ધિક, દારિકદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, છ સંસ્થાન પ્રથમ સંઘયણ એ ૨૯ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે.૨% તેથી અયોગીકેવલી ગુણસ્થાનકે ૮ અથવા ૯ પ્રકૃતિનો ઉદય હોય છે. અને તે કહીં છે તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે નામકર્મનો ઉદય વિચ્છેદ કહ્યો. એ પ્રમાણે વિસ્તારથી ઉદય અધિકાર કહ્યો.
ઇતિ નામપ્રકૃતિઓનો ગુણસ્થાનક વિશે ઉદયવિચ્છેદ સમાપ્ત
ઇતિ ઉદયાધિકાર સમાપ્ત
Yi
૨૭૨ ગાથા - ૯૦ - “સને વિવિઇરસ સુધાળાઉઝમનસપુત્રીનું'' ૨૭૩ અહીં ભવધારણીય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. કારણ કે ભવધારણીય વૈક્રિય શરીર ૪થા ગુણસ્થાનક સુધી જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીર ૫-૬-૭માં
ગુણસ્થાનક સુધી પણ હોય છે. તેની વિવક્ષાએ ૭માં ગુણસ્થાન સુધી વૈક્રિયશરીર નામનો ઉદય લઇએ તો હરકત નથી. ૨૭૪ ‘વિજયવિરજી તો તિાિફો પુવા'' || ૧૦ |. ૨૭૫ ગાથા - ૯૧- “વિરાજમાનું અંતતિસંવાળપુવાણુ બો’’ | ૨૭૬ “અનુવાદિનું સુતજ્ઞાન જીનાગો'' | ૨૧ // અપૂર્વકરણાદિમાં - ૨-૩જા સંઘયાદિનો ઉદય હોય છે, ક્ષીણમોહથી હવે કહેશે તેનો ઉદય
હોય છે. ૨૭૭ અહીં બે સ્વર અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય સામાન્યથી સયોગીના ચરમ સમય સુધી કહ્યો. પરંતુ સયોગી કેવલી જ્યાં સુધી સ્વર અને ઉચ્છવાસનો
નિરોધ ન કરે ત્યાં સુધી જ પોતપોતાનો ઉદય સમજવો, પછી નહીં. ૨૭૮ “નામથુવોવા સૂસવા રાત;વ જ પરેવં વાયત સંહાના સપ ગોગન વૃત્તા'' || ૧૨ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org