________________
મ.સા. ની સંસ્કૃત ટીકાનો ભાવાનુવાદ “કર્મપ્રકૃતિ” ભાગ ૧-૨-૩. જેનું સંશોધન પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી વિજય વરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા કરેલ છે.
વીશસ્થાનક તપ આરાધના વિધિ - ૧૦૦૦ નકલ, વિશસ્થાનક તપ આરાધના વિધિ (કથાઓ સહિત) ૫૦૦૦ નકલ, તથા તેની જ દ્વિતીય આવૃત્તિ ૫૦૦૦ નકલ.
તપના તેજ • તપસ્વી ગણિવર્ય મ. સાહેબે ૮-૯-૧૬-૨૦-૩૦-૩૧-૪૫-૩૬ ઉપવાસ, ૨૪ જિનના તથા વીશ વિહરમાનના કલ્યાણકો-ઉપવાસથી, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું), ૨ વર્ષીતપ (પારણે એકાસણું), સિદ્ધિતપ, સહસ્ત્રકૂટના ૧૦૨૪ એકાસણા, ચોવીસ જિનના ચઢતાં ઉતરતાં ક્રમે ૬૦૦ એકાસણા, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૩૨ ઓળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી, નવપદની ઓળી અલૂણી એક ધાનની ચાલુ કરેલ છે. તથા ૪૫ આગમના જોગ આદિ ઘણી તપશ્ચર્યા કરી જીવન ધન્ય બનાવ્યું છે. વીશસ્થાનક તપ પ્રથમ વખત ઉપવાસથી કર્યું હતું અને ત્યારબાદ બીજી વખત બધા પદની આરાધના નવ લાખના જાપ સહિત અટ્ટમથી કરેલ છે, તેમાં ૧૧ ઓળી સુધી ચાલુ એકાસણામાં અટ્ટમ કર્યા હતાં. ગુરૂ ગૌતમસ્વામીજીએ જીંદગી પર્યત છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતા તે આરાધનાને લક્ષ્યમાં રાખી ૩+ ૨ = પાંચ ઉપવાસથી ૧૫મા ગોયમપદની આરાધના કરી. એટલે કે ૨૦૫ =૧૦૦ ઉપવાસ ફક્ત ૬ મહિનામાં કર્યા. પૂજ્ય ગણિવર્ય મહારાજે ૨૦ મી ઓળીના સંલગ્ન ૧૦ અટ્ટમ બે વખત ૨૦૫૮ના ફાગણ-અષાઢ મહીનામાં કરી પૂર્ણ કર્યા છે. પૂ. ગુરુદેવના ઉંમર પ્રમાણ આચાર્ય પદના અટ્ટમ ચાલુ છે. અઢી દ્વિપમાં વિચરતાં સર્વ આચાર્ય ભગવંતો દીઘાર્યુ બની જિનશાસન પ્રભાવના વિશેષ કરે તે ભાવથી ચાલુ છે. ૪૬૮ અટ્ટમ શ્રાવણ સુદ ૧૦ના ૩૬ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા સાથે પૂર્ણ થયા
છે....
સુરિ અશોશિશુ મુનિ દિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org