________________
ધન-ધન શાસન મંડન મૂનિવરા
લે. મુનિ નિર્વેદચંદ્ર વિ. પ્રભુ શાસનની બે મુખ્ય આધારશીલા એક છે જિનબિંબ બીજી છે જિનાગમ. પ્રભુનું શાસન સ્થપાય છે કેવલજ્ઞાનીથી ? અને ચાલુ રહે છે શ્રુતધર-શ્રુતજ્ઞાનીથી પ્રભુશાસનને પાંચમા આરાના અંત સુધી અખંડિત વહેવડાવનાર અને પ્રભુના સંદેશાને છેવાડાની ઝુંપડી સાથે પહોંચાડનાર શ્રુતધરો અને શ્રુતજ્ઞાનને લાખો વંદન...
પ્રભુ શાસનનું ખૂબ મોટું પુણ્ય છે કે પ્રતિભાસંપન્ન શ્રતધરો પ્રભુશાસનને મળતા જ રહ્યા છે, જેમના અવિરામ અથાક ) પરિશ્રમથી જ્ઞાન ગંગાની ગંગોત્રી અખ્ખલિત વહેતી રહી છે અને રહેશે.
જિનશાસનના વિધવિધ સમુદાયની આગમસેવાની નોંધ લેતા અતિ આનંદ સાથે હૈયુ ભાવવિભોર બને છે. હૈયા ઝૂમી ઉઠે છે. એ સર્વ શ્રતસેવકોના ચરણે કોટીશઃ વંદનાવલી.
આગમ સેવાના જ્ઞાનયજ્ઞમાં શાસનસમ્રાશ્રી અને તેમના પરિવારના ગુરુભગવંતોનો અમૂલ્ય ફાળો ખૂબ ખૂબ સરાહનીયઅનુકરણીય બન્યો છે. શાસનસમ્રાટશ્રીથી શરૂ થયેલ આ જ્ઞાન યાત્રાનો અખંડ-અવિરત પ્રવાહ તેઓશ્રીના પરિવારમાં આજ દિન સુધી વહી રહ્યો છે.
તેમાં પણ સવિશેષ પ્રાકૃતના પ્રકાંડ પંડિતોની પહેલી હરોળના પુણ્યાત્મા ધર્મરાજા શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. નો જ્ઞાન પ્રસારણના કાર્યમાં ખૂબ મોટો સિંહફાળો રહેલો છે. આ પૂજ્યશ્રીની જ્ઞાન પ્રતિભા દેશની સરહદ છોડી પરદેશની હદ સુધી વિસ્તરી છે. આવા મહાત્મા સૂરિરાજના વરદ હસ્તે અંતિમ દીક્ષીત થયેલા વિનીત શિષ્ય એટલે પ.પૂ. કૈલાસચંદ્રવિજયજી ગણિવર્ય. ગુરૂદેવના અંતર આશિષ મેળવેલા આ મહામુનિ લેખનકાર્યમાં આગળ વધ્યા.
પૂ. શિવશર્મસૂરીશ્વરજી રચિત કર્મપ્રકૃતિ ભાગ-૧-૨ નો ભાવાનુવાદ, તેઓશ્રીએ ખૂબ જ પરિશ્રમ લઈ કર્યો છે. બંને પુસ્તકો ખૂબ જ લોકભોગ્ય અને લોકપ્રિય બન્યા છે. અને આજે એમના પંન્યાસ પદવીના મંગલ ટાણે ત્રીજા ભાગનું વિમોચન થઈ રહ્યું છે જે ખૂબ ગૌરવની વાત બની છે. આવા ગુણવાન-જ્ઞાનવાન અને તપોધન મુનિના જીવનના અજવાળા વાંચી ચાલો આપણે પણ ધન્ય બનીએ...
તપસ્વી મહાત્મા પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા. ની જીવનગાથા સંસારી ઓળખ - કીર્તિકુમાર, પિતા - સ્વ. વ્રજલાલભાઈ, માતુશ્રી - સ્વ. ભૂરિબેન, જન્મસ્થાન - દેવા, તાલુકો - પેટલાદ, જીલ્લો - ખેડા (આણંદ), જન્મદિન - સંવત ૨૦૦૭, ભાદરવા વદ-૯, સંયમની પ્રેરણા - બેન મહારાજ સાધ્વી શ્રી રાજહંસાશ્રીજી, સંચમપથે પ્રયાણ - સંવત ૨૦૨૯ મહા વદ-૭, કૃષ્ણનગર, નરોડારોડ, અમદાવાદ, સંયમદાતા - ધર્મરાજા પ.પૂ.આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ - પ.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., અભ્યાસ - પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (અર્થસહિત), સંસ્કૃત બુક ૧-૨, લઘુ સિદ્ધાન્ત કૌમુદી, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ગુણસ્થાનક ક્રમારોહ આદિ અર્થ સહિત, વાંચન - દશવૈકાલિક, ઉત્તરાધ્યયનસૂત્ર, આત્મપ્રબોધ ગ્રંથ આદિ. પુસ્તકોના અનુવાદ તથા પ્રકાશન - પૂ. શિવશર્મસૂરિ વિરચિત “કર્મપ્રકૃતિ” ની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org