________________
૧૮
સ્વાધ્યાય અત્યંતર તપ છે. આધ્યાત્મિક વિકાસ માટે બાહ્ય અત્યંતર બન્ને તપો ઉપયોગી છે. પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્ય અટ્ટમ તપથી વીશસ્થાનક તપની આરાધના શરૂ કરી છે, છેલ્લી ઓળીના બે વખત સળંગ દસ દસ અટ્ટમ કરી ૪૮૮ અઠ્ઠમ તપ કરવા ભાવના રાખે છે. આ અઠ્ઠમ તપમાં અપ્રમત્તપણે સ્વાધ્યાય તેમજ સંયમની સાધના જોતાં આ કાલના સારા આરાધક મહાત્મા છે તેઓ બાહ્ય અત્યંતર તપમાં સતત આગળ વધે તેવી શાસનદેવને પ્રાર્થના કરું છુ.
આ કર્મપ્રકૃતિ અભ્યાસ દ્વારા અભ્યાસકો કર્મનું સ્વરૂપ સમજી જ્ઞાન, ધ્યાન, તપ તેમજ પરમાત્માની ભક્તિ દ્વારા કર્મબંધનથી મુક્ત બને તેવી આશા રાખું છું.
પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્ય કર્મપ્રકૃતિ વિષયના તેમજ અભ્યાસકોની ઉપયોગી દ્રવ્યાનુયોગના બીજા ગ્રંથોનું ભાષાંતર કરી પ્રકાશન કરે તેવી શાસનદેવને પ્રાર્થના કરું છું. અભ્યાસકો આ કર્મપ્રકૃતિ ગ્રંથનો સારો અભ્યાસ કરે તેવી આશા રાખું છું.
સિંધ૧૨૦Natષા, મઝતા હવન દાસ સોને
બુટ
લે. પંડિતવર્ય મહેશભાઈ એફ. શેઠ
કર્મસાહિત્યમાં વર્તમાન કાળે જેનું સ્થાન અગ્રગણ્ય રહ્યું છે. તેવા કર્મપ્રકૃતિ ગ્રંથ ઉપર ન્યાય-વિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની તત્ત્વસભર અને ન્યાયસભર સુંદર ટીકા છે. જે ટીકા ઈદંકાલીન અભ્યાસકો માટે અઘરી ગણાય છે. આવી અઘરી ટીકાનું ટીકાકારના આશયને સંપૂર્ણપણે વફાદાર રહીને પૂજ્ય ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજાએ સંયમયોગોના સુવિશુદ્ધ પાલન અને ઉગ્ર તપસ્યાઓની સાથોસાથ અથાક પ્રયત્નો કરી વિવિધ ટીપ્પણો, કોઠાઓ તથા પરિશિષ્ટો વગેરેની સાથે તથા પૂર્વે તત્તદ્વિદો સાથે વિનિયમ કરી સર્વાગ સુંદર ભાષાંતર કરી બે ભાગ શાસનને ચરણે ધર્યા છે જે બન્ને ભાગો અભ્યાસકો માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. અમને અધ્યાપનમાં પણ ખૂબ જ સહયોગી બન્યા છે બાકીનાં ઉદય-સત્તા-પ્રકરણની આવી જ રીતે ખૂબ આવશ્યક્તા હતી જે આ ત્રીજા ભાગના પ્રકાશનથી પરિપૂર્ણ થાય છે. પૂજ્યશ્રીનો જ્ઞાનપ્રેમ.... સતત પુરૂષાર્થ...... અને કર્મસિદ્ધાંતોનું ઉંડાણભર્યું જ્ઞાન ખરેખર અનુમોદનીય અને પ્રશંસનીય છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા આશિર્વાદ અને પ્રોત્સાહનથી આ અકથ્ય કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. તેઓનો તથા ગણિવર્યશ્રીનો આ પથપ્રયાસ શાસનસેવામાં તથા જ્ઞાન સેવામાં અને જૈન ઈતિહાસમાં અવિસ્મરણીય બની રહેશે. તથા અભ્યાસકો માટે ઉપકારક બની રહેશે....
- પ. મનઈ - રક.
મલાડ. જૂલઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org