________________
શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય તપસ્વી પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિજય મહારાજ સાહેબે તૈયાર કરી છપાવરાવેલા છે. પૂજ્ય શ્રી ઉગ્ર તપસ્વી હોવા છતાં જ્ઞાનમાં પણ સતત અપ્રમત્ત ભાવે આવા મહાન્ ગ્રંથને પ્રકાશિત કરવામાં ઘણો જ પરિશ્રમ કરેલ છે. જ્યાં જ્યાં વિષય ન સમજાય ત્યાં ત્યાં ટિપ્પણીઓ પણ મુકી છે. અને ગહન વિષયને પણ સરળ બનાવવા ઘણી જ જહેમત કરી છે.
આ રીતે સમ્યગુજ્ઞાનની ઉપાસના સાથે પૂ. ગણિવર્ય કૈલાસચંદ્રવિજયજી મ. નો ઉગ્રતા એટલે ૮-૯૧૬-૨૦-૩૦૪૫-૩૧-૩૬ ઉપવાસની તપશ્ચર્યા, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું) બે વર્ષીતપ (પારણે એકાસણું) સિદ્ધિતપ-નવપદજીની નવ ઓળી વર્ધમાન તપની ૩૨ ઓળી આદિ અનેકવિધ તપશ્ચર્યા દ્વારા જીવનને ધન્ય-ધન્ય બનાવી રહ્યા છે.
આ રીતે દિત્સા તિઃ ને પણ નાશ કરવા દ્વારા સતત અપ્રમત્ત એવા પૂ. ગણિવર્યને કોટિ કોટિ વંદન.
અંતમાં આ ગહન એવા પણ ગ્રંથને સરળ બનાવેલ હોઈ અધ્યયન કરનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને શ્રાવકવર્ગને ] પણ અધ્યયન અને અધ્યાપનમાં ઘણું બળ પુરું પાડશે.
સૌ કોઈ મોક્ષાભિલાષી જીવો કર્મની વિષમ પણ ગતિને આ ગ્રંથના જ્ઞાન દ્વારા જાણી કર્મ રહિત થઈ સિદ્ધિપદને
પામો.
a a૫૮ કડુ "
કસિ લાલ acqલાબ રે,
( છા વાળ,
કર્મપ્રકૃતિ ભાગ-૩ના પ્રકાશન પ્રસંગે કર્મપ્રકૃતિ ગ્રંથની મહત્તા
લે. પંડિતવર્ય માણેકલાલ હરગોવનદાસ | પૂજય શિવશર્મસૂરિ આચાર્ય ભગવંત વિરચિત કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ટીકા ' ઉપર કર્મપ્રકૃતિનું ઉગ્ર તપસ્વી વિદ્વર્ય પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિજયજી મ. સાહેબે ભાષાન્તર કરી ભા-૩ અભ્યાસકોની ' ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરેલ છે.
અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અધ્યવસાયથી બાંધેલા કર્મોમાં બંધન સંક્રમણ આદિ ફેરફારો થાય | છે. તે વર્ણન સાથે તેમજ બંધાયેલી પ્રકૃતિઓમાં તીવ્ર મંદતા અનુકૃષ્ટિ આદિનું ગહન સ્વરૂપ ચિત્રો દ્વારા અભ્યાસકોને | સરળતાથી સમજાય તેમ રજુઆત કરી આ કર્મપ્રકૃતિ ગ્રંથના અભ્યાસકો અભ્યાસ કરવા તૈયાર થાય તેવા પ્રયત્નોથી થયેલ
આ કર્મપ્રકૃતિ ભાગ-૩ ના પ્રકાશન પ્રસંગે પૂ. કૈલાસચંદ્રવિજયજી ગણિવર્યની કર્મપ્રકૃતિ વિષયના જ્ઞાનની પ્રશંસા કરવા ' લાયક છે. ' | કર્મપ્રકૃતિ ભાગ-૩માં સમતિકા સંગ્રહમાં બંધ-ઉદય-સત્તાના સંવેધના ભાંગાઓનું વિસ્તારથી નિરુપણ કરી મોહનીય કર્મ
અને નામકર્મના સંવેધનું સારી રીતે નિરુપણ કરી ગહનવિષયને સરળ બનાવેલ છે. ' પૂજ્ય મહામહોપાધ્યાય યશોવિજયજી મ. સાહેબની રચના ન્યાય પરિભાષામાં હોય છે. આ ન્યાયવાળી પંક્તિઓનું 'સરળ સ્પષ્ટ ભાષામાં રજુઆત ભાષાંતર કરેલ છે તેથી પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્યના પ્રયત્નો પ્રશંસનીય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org