________________
આ ગ્રંથનો અભ્યાસ ઉપલબ્ધ ટીકાના માધ્યમથી કરવો જોઈએ જેથી સંસ્કૃત ભાષાનો બોધ વધે માત્ર જ્યાં અટકી જવાય ત્યાં અનુવાદ ગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ સંસ્કૃત ભાષાનું જેઓને જ્ઞાન નથી તેવા જિજ્ઞાસુઓને તે તે વિષયના અભ્યાસ માટે અનુવાદ ગ્રંથો વિશેષ ઉપયોગી થાય છે.
કર્મસાહિત્ય નિષ્ણાત સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયના કર્યસાહિત્યના પ્રખર અભ્યાસી પૂજ્ય ગુરૂભગવંતશ્રીઓ પાસે અનુવાદનું લખાણ તપાસરાવી તે પૂજ્યશ્રીઓના જણાવેલા સુધારા-વધારા કરી પૂગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિ. મ. સાહેબે કર્મપ્રકૃતિ ભાવાનુવાદ ભા-૧,૨,૩ પ્રગટ કરેલ છે. તેથી આ ભાવાનુવાદની ઉપયોગિતા વધશે તે સ્વાભાવિક છે.
પૂજ્ય ગણિવર્યશ્રીને મા સરસ્વતીજીની કૃપા વધુ પ્રાપ્ત થાય અને અભ્યાસીઓને ઉપયોગી ગ્રંથોના અનુવાદ કરવાની શક્તિ મળે એવી શાસનદેવને પ્રાર્થના છે.
inલત મફતલાલ દોરે , ૨૦૫ શ્રય હેતુ- ૯
કફવા૨
कर्मणां विषमा गतिः
લે. પંડિતવર્ય રસિકલાલ શાન્તિલાલ મહેતા અનાદિ સંસારમાં કર્મના કારણે પરિભ્રમણ કરતા જીવને કર્મનું સ્વરૂપ સમજાય, કર્મના બંધના હેતુઓ સમજાય, કર્મબંધથી રાહત થાય તો કર્મથી મુક્ત બને તે માટે આગમગ્રંથોમાં કર્મનું ઘણું જ સ્વરૂપ સમજાવ્યું છે.
પરંતુ આ યુગના અલ્પજ્ઞાન અને અલ્પ આયુષ્યવાળા જીવો તે આગમગ્રંથોને ન ભણી શકે, ન સમજી શકે, ન વાંચી શકે તે કારણે પૂર્વના મહાપુરુષોએ આ આગમગ્રંથોમાંથી ઉદ્ધરીને અનેક પ્રકરણો-ભાષ્ય-કર્મગ્રંથ આદિ બાલભોગ્ય ગ્રંથો બનાવ્યા છે.
આ ગ્રંથોમાં પૂર્વધર પૂજ્ય આચાર્ય શિવશર્મસૂરિજીએ કર્યપ્રકૃતિ (કમ્મપયડી) નામનો કર્મના અતિવિશદ સ્વરૂપવાળો ગ્રંથ બનાવ્યો છે. જે ગ્રંથ કર્મના સ્વરૂપના જિજ્ઞાસુઓને ઘણો જ બોધદાયક ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથમાં કર્મના આઠ કરણઉદય-સત્તાના સ્વરૂપમાં વિષયના વિભાગ કરવા પૂર્વક અતિ ઊંડાણથી વિષયો સમજાવ્યા છે અને છેલ્લે બંધ-ઉદય-સત્તા સંવેધને સમજાવવા પૂર્વક વિશદકોટિનું વર્ણન કર્યું છે.
આ ગ્રંથ ઉપર ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ્ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સંસ્કૃતમાં ન્યાય ગર્ભિત વૃત્તિ (ટીકા) બનાવી છે. જેથી ગ્રંથના હાર્દને સમજવામાં ઘણી જ સરળતા રહે છે.
ન્યાયગર્ભિત-વિદ્વદભોગ્ય આ ટીકાને સંસ્કૃતના અભ્યાસી જીવો વાંચી-વિષયને પામી શકે નહી તેથી તે વૃત્તિનું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવાપૂર્વક જરૂર જણાય ત્યાં યંત્રો-કોઠા-ચાર્ટ સાથે પ.પૂ. શાસનસમ્રા સમુદાયના પ.પૂ.આ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org