________________
પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી મ.સા નો આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ ક્ષયોપશમ અને શ્રમસાધ્ય હોવા છતાં તેઓશ્રી અથાક શ્રમ કરી બહાર પાડવામાં અતિ આદરપાત્ર બન્યા છે.
આવા મહાન ગ્રંથો પ્રત્યે પૂજ્ય વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતાં કઠિન ગ્રંથો સુબોધ શૈલીથી બહાર પાડતાં રહે, તેમાં શ્રી શાસનદેવને સહાયક થવા ભૂરિ ભૂરિ પ્રાર્થના કરીએ છીએ.
(આ લેખ પંડિતવર્ય દેવગત થયા. તે પહેલાં શ્રા.સુદ-૯ ના પ્રાપ્ત થયેલ છે. શ્રા. સુદ-૧૩ના દેવગત થયા.)
છબિલદાસ કેશરીચંદ
સૈધવી
સુરત-૧.
લે. પંડિતવર્ય વસંતભાઈ મફતલાલ દોશી કર્મસાહિત્યના વર્તમાન ગ્રંથોમાં કર્મપ્રકૃતિ (કમપયડી) એ કર્મસંબંધમાં વિશેષ જાણકારી આપનાર મહાન ગ્રંથ છે.
બીજા આગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુમાં વીસ પ્રાભૃત છે તેના ચોથા કર્મપ્રકૃતિ પ્રાભૃતમાંથી આ મહાન ગ્રંથની રચના પૂર્વધર મહાપુરૂષ શ્રીમદ્ શિવશર્મસૂરીશ્વરજી મ. સાહેબે કરી છે જેના ઉપર ચૂર્ણિ અને ટીકાઓ અનેક શ્લોકપ્રમાણ થઈ છે.
વર્તમાનમાં સમર્થ ટીકાકાર પૂજ્યપાદ્ શ્રીમાન્ મલયગિરિજી મ. સાહેબની ટીકા અને પૂજ્યપાદ્ મહામહોપાધ્યાય શ્રીમદ્ ચશોવિજયજી મ.સા. ની ટીકા પ્રચલિત છે જેનાથી આ ગ્રંથની મહાનતા સહજ સમજી શકાય છે. - મિથ્યાત્વાદિ અત્યંતર હેતુઓ અને બાહ્ય હેતુઓથી પ્રતિસમય કર્મબંધ અનેક પ્રકારે થાય છે અને બાંધેલા કર્મો સમય આવે પોતપોતાનું ફળ બંધ સમયે નક્કી થયેલ સ્થિતિ-રસ અનુસાર આપે આ બધી સમજ કર્મગ્રંથોના અભ્યાસથી મળે છે પરંતુ બાંધેલા કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અન્ય સ્વરૂપે થઈ જાય જેને સંક્રમણકરણ કહેવાય, બાંધેલુ સત્તાગત કર્મ ઉદયમાં આવી ફળ આપે તે માટેના નક્કી થયેલા સમય પહેલાં ફળ ભોગવવાનો પ્રસંગ આવે જેને ઉદીકરણાકરણ કહેવાય, સાગત સ્થિતિ-રસમાં વૃદ્ધિનહાનિ થવી જેને ઉદ્વર્તના-અપના કરણ કહેવાય આમ બંધાયેલા કર્મોમાં અધ્યવસાયોની કેવી કેવી અસર થાય છે આ અંગેની ગણિત સાથે સૂક્ષ્મ જાણકારી કર્મપ્રકૃતિ ગ્રંથમાંથી મળે છે. - પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજયજી મ. સાહેબે પોતાના પૂ. ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના આશીર્વાદથી કર્મપ્રકૃતિ (કમ્મપયડી) નો ઊંડાણથી અભ્યાસ કર્યો વડીલ ગુરૂબંધુ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી આ ગહન ગ્રંથનો ભાવાનુવાદ કરી પૂર્વે કર્મપ્રકૃતિ ભાગ-૧-૨ પ્રગટ કરેલ છે.
તપસાધના સાથે જ્ઞાનસાધના કરવી કઠિન છતાં પૂ. ગણિવર્યશ્રીએ તપની આરાધના સાથે કર્મપ્રકૃતિ જેવા ગહન વિષય ઉપર ભાવાનુવાદનો ત્રીજો ભાગ (ઉદય-સત્તા અધિકાર) તૈયાર કર્યો છે. જે પૂજ્યશ્રીનો આ વિષયમાં રસ કેવો છે તેનો ખ્યાલ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org