________________
૧૪
લે. - પંડીતવર્ય છબીલદાસ કેસરીચંદ
પૂર્વધર મહર્ષિ પ.પૂ. શિવશર્મસૂરિકૃત કમ્મપયડિ (કર્મપ્રકૃતિ) મહાગ્રંથ ઉપર ભાવાનુવાદકર્તા પૂ. ગણિવર્યશ્રી કૈલાસચંદ્રવિજય મ. કૃત ભાવાનુવાદનું કિંચિત્ અવલોકન
શ્રી કર્મપ્રકૃતિ (કમ્મપયડિ) મૂળ ગ્રંથના કર્તા પૂર્વધર મહર્ષિ ૫.પૂ. શિવશર્મસૂરિજી મહારાજ સાહેબ છે. .
આવા મહામૂલા ગ્રંથની કૃતિ જગતના જીવો માટે આત્મિક દૃષ્ટિએ ઘણી ઉપકારક છે.
વળી, શ્રી તીર્થંકરભગવંતના વચનોને આધારે દ્વાદશાંગી ગણધરભગવંતોએ રચી. તેના મહાન્ પાંચ વિભાગ (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વાનુયોગ (૪) પૂર્વગત અને (૫) ચૂલિકા. તેમાંના ચોથા પૂર્વગત નામના ૪થા વિભાગમાં ૧૪ પૂર્વ, તેમાંના આગ્રાયણી પૂર્વમાંથી ઉદ્ધૃત હોઈ આ ગ્રંથ પરંપરાએ પૂર્વોતૢત મહાપૂજનીય ગ્રંથ છે. આવા આદરણીય ગ્રંથનું પૂવર્ષિ ભગવંત શિવશર્મસૂરિજી મહારાજ સાહેબે નિર્માણ કરી જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે.
તેમાં પણ મુમુક્ષુ મધ્યમ બુદ્ધિ જીવો માટે ચૂર્ણિ-વૃત્તિ-ટીકા ન થઈ હોય તો બોધ પામવામાં મુશ્કેલ પડી જાય.
તે બોધ માટે જેઓશ્રીના નામનો ઉલ્લેખ મળેલ ન હોઈ પૂર્વાચાર્ય રચિત ચૂર્ણિ છે. તેમજ વિ.સં. ૧૧૩૯ જે કાલ ચૈત્યવાસીઓનો ખાસ ગણાતો. તે કાળમાં આ.ભ. શ્રી મુનિસુંદરસૂરિ થયા. જેમણે સંયમ અને સરસ્વતીના અપૂર્વ સંસ્કારરૂપ ૫.પૂ. વાદિદેવસૂરિ આદિ ૫૦૦ મુનિઓનું જ્ઞાનોપાસનાનું અપૂર્વ ઘડતર કરેલું. પ.પૂ.આ. મુનિચંદ્રસૂરિજી વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ મ.સા. પાસે અધ્યયન કરી સમર્થ નૈયાયિક થયા હતા.
ઘણો કાળ વીત્યા બાદ આ મહાગ્રંથની પ.પૂ. મલયગિરિજી મ. સાહેબે ખપી જીવો માટે સરળતાથી સમજાય તેવી ટીકા રચી, જે હાલમાં સારી રીતે અભ્યાસમાં ચાલુ છે, જે ટીકા આઠ હજાર શ્લોક પ્રમાણ છે. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં આ મહાગ્રંથની ઉપાધ્યાયજી એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા નવ્યન્યાય પારંગત મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે ટીકા રચી. જેમના જીવનનો ટૂંક પણ અતિ આવકારદાયક ઉલ્લેખ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ. સાહેબે આ ગ્રંથના ૧લા ભાગમાં કર્યો છે.
પ.પૂ.આ. દેવ કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.નો કર્મસાહિત્યનો તુલનાત્મક અભ્યાસ હોઈ તેઓશ્રીએ આ ગ્રંથ ૫.પૂ. શુભંકરવિજયજી તથા પ.પૂ. ચંદ્રોદયવિજયજી (વર્તમાન આ.શ્રી) ને અભ્યાસ કરાવતાં આ મહાગ્રંથ ઉપર સુબોધ-ભાષાંતરભાવાનુવાદ કરવાનો વિચાર કરેલો, પણ ભાવ હોવા છતાં તે સમયમાં ભાવના પૂરી નહીં કરી શકેલ, પણ તેઓશ્રીના જ શિષ્ય પ.પૂ.આ. દેવ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજયજી મ. સાહેબે, તેમના ગુરૂભ્રાતા પ.પૂ. પંન્યાસ શ્રી સોમચંદ્ર વિ. ગણિ મ.સા. હાલ આચાર્ય પાસે તલસ્પર્શી અભ્યાસ કરવામાં ઘણાં સમય સુધી અથાક પ્રયત્નશીલ રહી પ.પૂ. ગુરૂભગવંતોની કૃપાથી પૂરા શ્રમપૂર્વક ભાવાનુવાદ તૈયાર કરી ભાગ-૧-૨ પ્રકાશમાં લાવ્યા. પછી આ ત્રીજો ભાગ પ્રકાશમાં લાવી રહ્યા છે. તેઓશ્રીએ આ ગ્રંથના ભાવાનુવાદને સરલ રીતે સમજાય તેવો તૈયાર કરવામાં અથાક પરિશ્રમ કર્યો છે.
એટલું જ નહીં, ગુરૂ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાપૂર્વક, કર્મસાહિત્યના જાણકાર ૫.પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્યોની પાસે ચિત્રો તથા તેની સમજ માટે ખૂબ જ યથાર્થ અને સ્તુત્ય મહેનત કરી પ્રકાશિત કરી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org