________________
- ૧૩
અપવર્ણનાકરણ:- નીચેની અદાલતમાં ગુન્હેગારને બે વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની કેદની અગર બે હજારના દંડની સજા થઈ હોય અને પછી તે ઉપરની અદાલતમાં અપીલ કરીને કેસ લડે તો કેટલીક વાર બે વર્ષ વિગેરેના બદલે ઘટીને એકાદ વર્ષની અને સખત મજુરીની કેદના બદલે સામાન્ય કેદની તથા બે હજારની રકમના બદલે એકાદ હજારની રકમના દંડની સજા થાય છે, તેમ બંધ સમયે જેટલી સ્થિતિ અને જેટલાં રસવાળું જે કર્મ બંધાયું હોય તેમાં અપનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો તેની અપવર્નના થઈ જાય - એટલે કે બંધ સમયે બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં ઘટાતો થઈ જાય છે.
ઉદીકરણાકરણ - ખૂન આદિનો મોટો ગુન્હો કરનાર વ્યક્તિ ઉપર અદાલતમાં કેસ ચાલુ હોય અગર કેસના ચુકાદામાં જેલ વિગેરેની અમુક સજા થઈ હોય અને તે જ દરમ્યાન તે જ ગુનેગાર ખૂન આદિનો કોઈક બીજો ગુન્હો કરે અને તે ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા પ્રથમના ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા સાથે ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીકરણારૂપ અધ્યવસાયો દ્વારા ઉદયકાળ પ્રાપ્ત નહિ થયેલા કર્મદલિકો પણ ઉદયમાં આવી ભોગવાઈને દુર થઈ જાય છે.
' ઉપશમનાકરણ:- કોઈપણ અદાલતમાં ગુન્હેગારને અમુક મુદત પ્રમાણ જેલ વિગેરેની સજા થયેલ હોવા છતાં ખાસ કોઈ કારણસર જામીન આપી અમુક મુદત સુધી તે ગુનેગાર જેલ આદિ વિના બિનગુન્હેગારની માફક મુક્ત રહી શકે છે અને મુદત પૂર્ણ થતાં જ પુનઃ જેલ આદિના બંધનમાં આવી જાય છે, તેમાં પ્રથમ બંધાયેલ સત્તાગત મોહનીયકર્મનો ઉદય ચાલુ હોવા છતાં જેનાથી મોહનીયકર્મ સર્વથા દબાઈ જાય તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયરૂપ સર્વોપશમના કરણથી અંતર્મુહૂર્ત કાળ સુધી આત્મા મોહનીયકર્મના ઉદયમાંથી મુક્ત બની વીતરાગ સમાન થઈ જાય છે અને તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં જ મોહનીયકર્મનો ઉદય પુનઃ શરૂ થઈ જાય છે.
એમ બંધ સમયે બંધન, નિદ્ધત્તિ અને નિકાચના ત્રણમાંથી કોઈપણ એક કરણ દ્વારા કર્મ બંધ થાય છે અને બંધનકરણથી બંધાયેલ કર્મમાં અધ્યવસાયાનુસાર સાતેય કરણી લાગી અનેક પ્રકારના ફેરફાર થાય છે અને નિદ્ધત્તિ કરણથી બંધાયેલ કર્મમાં ઉદ્વર્તન અને અપવર્નના એ બે કરણી લાગી તેમાં ફેરફાર થાય છે પરંતુ નિકાચનાકરણ દ્વારા બંધાયેલ કર્મમાં આઠમાંનું કોઈ પણ કરણ લાગતું નથી. માટે તે કર્મમાં કંઈ જ ફેરફાર થતો નથી, તેથી જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ સ્વરૂપે અવશ્ય ભોગવવું પડે છે. તેમ હોવા છતાં શ્રેણિગત શુક્લધ્યાન કે ધર્મધ્યાન સ્વરૂપ વિશિષ્ટ અધ્યવસાયો દ્વારા તે નિકાચિત કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ ક્ષય થઈ જાય છે.
માટે સાધક આત્માઓએ શુભ ધ્યાનરૂપ અત્યંતર તપની પ્રેકટીશ કરવી અને તેમાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે તેથી ગાઢ નિકાચિત કર્મોનો પણ ભોગવ્યા વિના ક્ષય કરી તે જ ભવમાં મોક્ષગામી બની શકાય છે.
ઉપર લખેલ આઠ કરણાદિનું સ્વરૂપ પંચસંગ્રહ - ભાગ-૨ માં પંડિતવર્ય પુખરાખજી અમીચંદજી કોઠારીએ લખેલ નિવેદનમાંથી લખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org