________________
રીતે ભોગવાઈને ક્ષય થઈ જાય છે. પરંતુ નિકાચના અધ્યવસાય રૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં આવી જાય તો તેમાં ઉદ્વર્તના અને અપવર્તના આ બે કરણો પણ લાગી શકતાં નથી.
બંધારણીય કાયદા વિ... ની બાબતમાં પ્રથમથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસનો અગર નીચેની અદાલતમાં ચાલેલ કેસનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચુકાદો આપે છે તેમાં ફરમાવેલ દંડ કે સજા વિગેરેમાં ક્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને અવશ્ય બંધનકર્તા હોય છે, તેજ પ્રમાણે નિકાચના અધ્યવસાય દ્વારા બંધનસમયે જેટલી સ્થિતિવાળું જેટલા રસવાળું અને જે ફળ આપવા વિગેરેના સ્વરૂપવાળું જે કર્મ બંધાયું હોય તે બંધ પછી અને પહેલા બંધન કે નિદ્ધત્તિકરણથી બંધાયેલ હોવા છતાં પછીથી તેમાં તીવ્ર અધ્યવસાય રૂપ નિકાચનાકરણ લાગી તે કર્મ નિકાચિત થઈ જાય તો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી, પરંતુ જે સ્વરૂપે નિકાચિત બંધ થયેલ હોય અગર પછીથી નિકાચિત થયેલ હોય તેજ સ્વરૂપે ભોગવ્યા બાદ જ તે કર્મ ક્ષય પામે છે.
સુપ્રીમ કોર્ટે ફરમાવેલ દંડ કે સજામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થાય નહિ એવો કાનુન હોવા છતાં રાષ્ટ્રપતિ તે દંડ કે સજા પણ માફ કરી શકે છે એવો વિશિષ્ટ કાયદો છે. તેમાં પ્રથમથી જ નિકાચિત બંધાયેલ અથવા પછીથી નિકાચિત થયેલ કર્મમાં પણ આઠ કરણમાંના કોઈપણ કરણથી કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી, બલ્બ જે કર્મ જે રીતે નિકાચિત થયેલ હોય તે કર્મ તે રીતે જ ભોગવવું પડે છે. એમ શાસ્ત્રોમાં જણાવેલ છે, છતાં રાષ્ટ્રપતિ સમાન શ્રેણિગત અધ્યવસાયો દ્વારા અર્થાત્ તેવા પ્રકારના શુક્લધ્યાન કે ધર્મધ્યાન દ્વારા નિકાચિત કર્મો પણ ભોગવ્યા વિના ક્ષય થઈ જાય છે - એમ શાસ્ત્રોમાં અપવાદરૂપ વિશિષ્ટ કાયદો છે. તેથી જ ક્યારેય પણ નિદ્ધા અને નિકાચિત થયેલ જે કોઈ કર્મો સત્તામાં હોય છે તે પોતાના અપૂર્વકરણ સુધી અથવા અપૂર્વકરણ નામના આઠમાં ગુણસ્થાનક સુધી નિદ્ધા અને નિકાચિત રૂપે સત્તામાં હોય છે, પરંતુ પોતાના અનિવૃત્તિ કરણથી અથવા અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનકના પ્રથમ સમયથી કોઈપણ કર્મનો કોઈપણ ભાગ નિદ્ધત્ત તે નિકાચિત રૂપે હોતો જ નથી. તાત્પર્ય એ કે - આયુષ્ય વિના સત્તાગત સર્વ કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય પામે તેવાં થઈ જાય છે.
સંક્રમણકરણ - નીચેની કે ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશે એક જ પ્રકારના કેસમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓમાંથી અમુકને નિર્દોષ ઠરાવ્યા હોય અને અમુકને દોષિત ઠરાવી સજાપાત્ર ગણાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિ ઉપરની અદાલતમાં અપીલ ન કરે તો તે ફેંસલો તે જ પ્રમાણે રહે છે. પરંતુ ઉપરની અદાલતમાં જો અપીલ કરે તો પ્રથમના ફેંસલામાં ઠરાવેલ નિર્દોષ વ્યક્તિ દોષિત અને દોષિત વ્યક્તિ નિર્દોષ જાહેર થાય છે તેમ બંધનકરણના અધ્યવસાયથી બંધાયેલ કર્મમાં સંક્રમણકરણ ન લાગે તો જે કર્મ સુખાદિક કે દુઃખાદિક જે ફળ આપવાના સ્વરૂપે બંધાયેલ હોય તે કર્મ તે સ્વરૂપે ફળ આપે છે અને જો બંધાયેલ તે કર્મમાં સંક્રમણકરણ લાગી જાય તો સુખાદિક કે દુઃખાદિકરૂપે ફળ આપવાના સ્વરૂપે પ્રથમ બંધાયેલ હોવા છતાં વિપરીત થઈ જાય છે, અર્થાત્ દુઃખાદિક કે સુખાદિક સ્વરૂપે ફળ આપવાના સ્વભાવવાળાં થઈ જાય છે.
ઉદ્ધનાકરણ:- નીચેની અદાલતે ગુન્હેગારને એકાદ વર્ષની સામાન્ય કેદની અથવા એકાદ હજાર રૂપિયાના દંડની સજા કરી હોય અને જો તે ગુન્હેગાર ઉપરની અદાલતમાં કેસ લડે તો ક્યારેક એકાદ વર્ષના બદલે બે ચાર વર્ષની અને સામાન્ય કેદના બદલે સખત મજુરી સાથેની કેદની અગર હજારના બદલે બે હજારના દંડની સજા થઈ શકે છે, તેમ બંધ સમયે અમુક સ્થિતિ કે અમુક રસવાળું કર્મ બંધાયું હોય અને પછી તેમાં ઉદ્વર્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો ઉદ્દ્વના થઈ જાય, તેથી પ્રથમ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં વધારો થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org