________________
૧૧
જેમ દરેક રાજ્યમાં નીચેની, ડીસ્ટ્રીક્ટ અને હાઈકોર્ટ એમ ત્રણ પ્રકારની અદાલતો હોય છે અને તદુપરાંત ભારત અગર પાકિસ્તાન જેવા સંપૂર્ણ એક-એક દેશમાં ચોથી એક સુપ્રીમકોર્ટ (અદાલત) હોય છે. વળી આ ચારેય કોર્ટોમાં જેમ દરેક પ્રકારના કેસો ચાલતા નથી પણ અમુક ચોક્કસ પ્રકારના ગુન્હાઓના કેસો અમુક અમુક કોર્ટમાં ચાલે છે. તથા કેટલીક વખત નીચેની કે ડીસ્ટ્રીક્ટ કોર્ટે આપેલ ચુકાદો આખરી હોતો નથી કારણ કે ચુકાદાથી જો વાદી કે પ્રતિવાદીને સંતોષ ન થયો હોય તો આગળ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને હાઈકોર્ટ આપેલા નિર્ણયથી પણ જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને તે કોર્ટ દ્વારા કરવામાં આવેલો નિર્ણય સર્વને બંધનકર્તા ગણાતો હોવાથી તે પ્રમાણે અવશ્ય વર્તવું પડે છે.
તેમ અમુક અમુક પ્રકારના અધ્યવસાયો દ્વારા આત્મા કર્મબંધ ત્રણ પ્રકારે કરે છે.
:
બંધનકરણ ઃ- જેવી રીતે નીચેની અથવા ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશ અમુક ચુકાદો આપે છે અને વાદી કે પ્રતિવાદી ઉપરની કોઈપણ કોર્ટમાં ન જાય તો તે ચુકાદો બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જાય તો તે ચુકાદામાં ફેરફાર પણ થાય છે. તેવી રીતે સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અમુક કાળ પછી સંક્રમણ આદિ સાત કરણમાંના કોઈપણ કરણની અસર ન થાય તો તેમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. અર્થાત્ બંધ સમયે જેટલાં કાળે, જે રીતે, જેટલું ફળ આપવા વિગેરેનો સ્વભાવ નિયત થયો હોય તે જ ઉદયમાં આવે છે અને જો કોઈ કરણની અસર થઈ જાય તો તેમાં ફેરફાર થઈ જાય છે અથવા તે તે પ્રકૃતિઓ અન્યથા રૂપે ફળ આપનારી પણ બની જાય છે.
નિદ્ધત્તિકરણ :- હાઈકોર્ટમાં અપાયેલ ચુકાદામાં જો સુપ્રીમ કોર્ટમાં જાય તો તે દ્વારા ફેરફાર પણ થઈ જાય છે તેમ નિવ્રુત પ્રકારના અધ્યવસાયો દ્વારા જે કર્મ જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ રીતે ભોગવવું પડે, માત્ર આવા અધ્યવસાયથી બંધાયેલ કર્મના સ્થિતિ અને રસમાં વધારો કે ઘટાડો થઈ શકે છે આવા બંધને નિદ્ધત બંધ કહેવાય છે.
નિકાચનાકરણ :- સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જાહેર થયેલા દંડ કે સજા વિગેરેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, અર્થાત્ તે દંડ કે સજા ભોગવ્યા વિના ચાલે જ નહીં, તેજ પ્રમાણે જેના વડે અત્યંત ગાઢ નિકાચિત થાય તેવા પ્રકારના તીવ્રતમ અધ્યવસાયોથી જે સમયે જેવા સ્વરૂપવાળું કર્મ બંધાયું હોય તે કર્મ તેવા સ્વરૂપે અવશ્ય ભોગવવું જ પડે છે, અર્થાત્ - તે કર્મમાં કોઈપણ કરણ લાગી શકતું નથી અને તેથી કંઈ પણ ફેરફાર થતો નથી. આવા બંધને નિકાચિત બંધ કહેવાય છે. બંધનકરણની જેમ નિદ્ધત અને નિકાચના આ બન્નેય કરણો આત્મા જે સમયે કર્મ બાંધે છે તે સમયે પણ પ્રવર્તે છે. અને નીચેની અદાલતમાં ચાલેલ કેસનો ચુકાદો ઉપરની કોર્ટમાં ન જવાથી બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જવાથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. એમ નીચેની કોર્ટે આપેલ જજમેન્ટનો ફલિતાર્થ છે. તેમ સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અન્ય અધ્યવસાયરૂપ બીજા કરણોની અસર ન થાય તો જે સ્વરૂપે બંધાયેલ હોય તે સ્વરૂપે ફળ આપે છે અને અન્ય કરણોની અસર થાય તો તેના સ્વરૂપમાં ફેરફાર પણ થઈ જાય છે, એમ બંધનકરણથી બંધાયેલ કર્મનો ફલિતાર્થ છે.
જેમ સુપ્રીમ કોર્ટમાં ન જનાર વ્યક્તિને હાઈકોર્ટ આપેલ ચુકાદો બંધનકર્તા છે અને તેના ફેરફાર માટે સુપ્રીમ કોર્ટમાં જવું એ જ કેવળ ઉપાય છે કેમકે તેથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. તેમ પ્રથમથી જ નિદ્ધત્ત અધ્યવસાયો દ્વારા બંધાયેલ કર્મમાં સ્થિતિ-૨સ વધારનાર ઉર્જાના અને ઘટાડનાર અપવર્ત્તના એ બે કરણો પ્રવર્તી શકે છે. અન્ય કોઈ કરણ લાગી શકતું નથી. એમ નિયત થયેલ હોય છે હવે તે પૂર્વબદ્ધ કર્મ જો નિકાચના અધ્યવસાયરૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં ન આવે તો તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.airtely early.org